Pages

Subscribe:

Blogger templates

Monday, 24 December 2012

માનસિક આદેશથી હિંસક પશુઓ પર પણ કાબૂ રાખી શકાય !

- રમણ મહર્ષિને પણ પ્રાણીઓ સાથે પારાવાર પ્રેમને કારણે આવી આત્મીયતા સઘાઈ ગઈ હતી. તેમના આશ્રમમાં વાઘ-સંિહ પણ આવી જતા પણ તેમના પ્રભાવથી કોઈને તે નુકસાન કરતા નહોતા.

વિમલાનંદ નામના અઘોરીએ અઘોર સાધનાથી હંિસક પ્રાણીઓ સાથે પણ અદ્‌ભુત મિત્રતા સાધી હતી, તે વિચિત્ર વ્યક્તિત્વ ધરાવતા સંસારી અઘોરી હતા. તે યોગ, તત્ત્વજ્ઞાન, આયુર્વેદ, વિવિધ કલાઓ અને ભાષાઓના જાણકાર હતા. તે બાળપણથી જ પશુ-પ્રેમી હતા. તે માનતા કે પશુ-પક્ષીને પાંજરામાં પૂરીને બંધનયુક્ત રાખવા યોગ્ય નથી. ના છૂટકે જ એમ કરવું જોઇએ. પશુ-પક્ષીઓ તરફ તે એવો પ્રેમભાવ રાખતા કે તે તેમની સાથે મિત્ર બનીને રહેતા. તેમણે પોતાના ઘેર જ નાના એવા પ્રાણીગૃહની વ્યવસ્થા કરી હતી. આ પ્રાણીઓ ખુલ્લામાં જ રહેતા. કેટલાક નૈસર્ગિક વેરવાળા પ્રાણીઓ પણ એમાં હતા. તેમ છતાં તે એકબીજા પર આક્રમણ કરતા નહોતા. આ બધામાં એક ઉરાંગઉટાંગ, ચિમ્પાન્ઝી અને મગર સાથે તેમને વિશેષ મિત્રતા થઈ ગઈ હતી. તેમણે એક મગર પણ પાળ્યો હતો તેનું નામ તેમણે ગોપાલદાસ રાખ્યું હતું. વિમલાનંદ એમ માનતા કે પ્રાણીઓ માનવસંબંધની જટિલતા વિશે વધારે જ્ઞાન ધરાવે છે. તે બુઘ્ધિશાળી અને આંતરસૂઝ ધરાવતા હોય છે. ઘરના લોકોના દુરાગ્રહથી તે એ આક્રમક પશુઓને મુંબઈના પ્રાણી સંગ્રહાલયમાં મૂકી આવ્યા. એમની સાથે ભારે આત્મીયતા સઘાઈ હતી એટલે ઘણીવાર એમની મુલાકાતે જતા.

વિમલાનંદે પાળેલા એ પશુઓ એમને જોઈને કે એમનો અવાજ સાંભળીને તેમની પાસે દોડી આવતા. વિમલાનંદ ‘ગોપાલદાસ’ નામ ઉચ્ચારે તે સાથે જ અન્ય મગરો સાથે પાણીમાં તરતો એ મગર એમની પાસે છેક પાળીની ધાર પર આવી જતો. તે મગર પોતે જ પોતાનું જડબું પહોળું કરતો અને વિમલાનંદ તેના મોંમાં ખાવાનું ખવડાવી પાછાં ફરતાં.
વિમલાનંદ અઘોરી બનવા માટે ગિરનારના ગાઢ જંગલોમાં રહ્યા હતા. આ સાધના દરમિયાન તેમણે હંિસક અને આક્રમક પશુઓ સાથે આત્મીયતા સાધવાના પ્રયોગો પણ કર્યા હતા. એકવાર વિમલાનંદ ગાઢ જંગલમાં ઘ્યાન કરી રહ્યા હતા ત્યારે તેમને ઝાડીઓમાં અવાજ સંભળાયો. તેમણે જોયું તો તેમાં બે આંખો તેમની તરફ તાકી રહી છે. તેમણે ડર્યા વિના પ્રેમથી તેને આવકાર આપ્યો. થોડીવાર પછી સંિહનું મસ્તક તેમાંથી બહાર આવ્યું. તે તેમની નજીક આવીને ઊભો રહ્યો. વિમલાનંદે તેની આંખોમાં આંખો પરોવી તેને પ્રેમથી ત્યાં બેસી જવા કહ્યું. સંિહ જાણે તેમના વિચારો અને ઈશારાને સમજી ગયો હોય તેમ તેમની સામે ચૂપચાપ બેસી ગયો. વિમલાનંદે તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. થોડીવાર પછી તે ત્યાંથી ચાલ્યો ગયો. પછી તો તે દરરોજ તેમની પાસે આવતો અને તેમની સામે ચૂપચાપ બેસી જતો. બન્ને વચ્ચે એવી મિત્રતા અને આત્મીયતા સધાઈ કે તે બન્ને કલાકો સુધી સાથે રહેતા. વિમલાનંદ જંગલમાં વિહાર કરવા નીકળતા ત્યારે પણ તે સંિહ તેમની સાથે સાથે ફરતો. જંગલના લોકો સંિહને જોઈને દૂર ભાગવાનો પ્રયત્ન કરતા પણ વિમલાનંદ ઈશારો કરીને કહેતા કે તેનાથી ડરવાની જરૂર નથી. તે આક્રમણ નહીં કરે. લોકો પાસે આવતા તોય તે સંિહ તેમના પર હૂમલો કરતો નહીં. જંગલના એ સંિહને વિમલાનંદે કંઈ બાળપણથી પાળ્યો નહોતો, તો પણ તે વિમલાનંદનો મિત્ર બની ગયો હતો અને તેમની ઇચ્છા અને આદેશને પાળીને કોઈના પર હૂમલો કરતો નહોતો. જંગલમાં જે સાધના કરવાની હતી તે પૂરી થઈ ત્યારે તેમણે તે સ્થળ છોડવાનો નિશ્ચય કર્યો. ત્યાંથી નીકળ્યા ત્યારે તેમના વિચારોને જાણી ગયેલો તે સંિહ તેમને વળાવવા તેમની પાછળ પાંચ માઈલ સુધી ગયો. તેને તો વિમલાનંદે છોડવાની ઇચ્છા જ નહોતી. વિમલાનંદે વિચાર્યું કે હવે વસ્તીનો પ્રદેશ શરૂ થાય છે, લોકો સંિહને જોઈને ગભરાશે એટલે એને પ્રેમથી સમજાવીને પાછો જંગલમાં મોકલી દીધો ! અરણ્યમાં છૂટાછવાયા રહેતા લોકો તો એ અઘોરી સાઘુ અને સંિહને એકસાથે ફરતા જોઈને આશ્ચર્યમાં પડી જતા.

અઘોરી વિમલાનંદ ગિરનારના જંગલમાં સાધના કરતા હતા ત્યારે એક વાંદરીને પણ તેમના તરફ અપાર આત્મીયતા થઈ ગઈ હતી. તેમણે તેનું નામ ‘રાની’ રાખ્યું હતું. રાની દરરોજ તેમની પાસે આવતી અને કલાકો સુધી બેસી રહેતી. આત્મીયતા એટલી હદે વધી ગઈ હતી કે તે વિમલાનંદના નાના-મોટા ઘણા બધા કામ પણ કરતી. તેમની સેવામાં ખડે પગે હાજર રહેતી. કોઈવાર ફળફળાદિ લાવીને તેમની પાસે મૂકી દેતી તો કોઈવાર પડિયામાં પાણી લાવીને મૂકી જતી.
વિમલાનંદ અને વાંદરીની આત્મીયતાની પરાકાષ્ટા તો ત્યારે જોવા મળી જ્યારે વિમલાનંદને ભારે તાવ આવ્યો. આ સમયે તેણે વિમલાનંદનું ખૂબ ઘ્યાન રાખ્યું અને તેમની સેવા-ચિકિત્સા પણ કરી. સખત તાવને લીધે વિમલાનંદ થોડો સમય બેભાન રહ્યા. પરિસ્થિતિની ગંભીરતા પારખી જઈને વાંદરી ‘રાની’ જંગલમાં ભાગી અને ઝડપથી એક વનસ્પતિ લઈ આવી. પોતાના મોઢાથી એના પાંદડા ચાવી એની લૂગદી બનાવી. પછી અર્ધબેભાન અવસ્થામાં પડેલા અઘોરી વિમલાનંદના મોઢામાં એ લૂગદી પરાણે મૂકી દીધી. અતિ કડવા સ્વાદવાળા એ પાંદડાની લૂગદીએ ખરેખર ચમત્કારિક કામ કર્યું. થોડીવારમાં જ વિમલાનંદ પૂરેપૂરા ભાનમાં આવી ગયા અને એમનો ભારે તાવ પણ દૂર થઈ ગયો. વિમલાનંદે રાનીનો ખૂબ પ્રેમથી આભાર માન્યો. જો તે એ વનસ્પતિ ઔષધિ લઇ આવી ન હોત તો વિમલાનંદનું જીવવું શક્ય ન બન્યું હોત ! જંગલના અબોલ પશુએ વિમલાનંદને જીવતદાન આપ્યું હતું. તેણે એક કુશળ વૈદ્યનું કામ પણ કર્યું હતું. અચેતાવસ્થામાં જાગૃતિ લાવવા અને ભારે તાવને ઉતારવા આ જ વનસ્પતિના પાંદડા ઉપયોગી થશે એવું જ્ઞાન એને ક્યાંથી થયું હશે એ પણ અચરજ પેદા કરે તેવી બાબત છે.

વિમલાનંદે જંગલનો કાયમી ત્યાગ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થયો ત્યારે પેલા સંિહની જેમ વાંદરી ‘રાની’ પણ તેમની સાથે ચાલી નીકળી હતી. વિમલાનંદે તેને પણ પ્રેમથી સમજાવી પાછી વળવા આદેશ કર્યો હતો. જ્યારે તેને લાગ્યું કે વિમલાનંદ જંગલમાં રોકવાના નથી અને તેને સાથે લઈ જવાના પણ નથી ત્યારે તેને ભયાનક આઘાત અને દુઃખ થયું હતું. તેણે રસ્તામાં આવતા એક કૂવામાં પડી જઈને પોતાના જીવનનો અંત આણ્યો હતો.

રમણ મહર્ષિને પણ પ્રાણીઓ સાથે પારાવાર પ્રેમને કારણે આવી આત્મીયતા સઘાઈ ગઈ હતી. તેમના આશ્રમમાં વાઘ-સંિહ પણ આવી જતા પણ તેમના પ્રભાવથી કોઈને તે નુકસાન કરતા નહોતા. યોગી કે આઘ્યાત્મિક પુરુષના વિચારોની અસર માનવીની જેમ પ્રાણીઓ પર પણ પડે છે. ઘણા પશુ પ્રેમીઓ એમના પાળેલા પશુઓ વિશે એવું અનુભવે છે કે તેમની વચ્ચે એક પ્રકારનું વૈચારિક ઐક્ય રહેતું હોય છે. બ્રિટિશ ન્યૂઝ પેપરના તંત્રી એડવર્ડ કેમ્પબેલે આ બાબતનો ઊંડો અભ્યાસ કર્યો છે. તેમણે જર્મનીના હાન્સ બ્રીક નામના ‘એનીમલ ટ્રેનર’ના જીવનની અમુક ઘટનાઓ લખી હતી જેમાં સંિહો સાથેની તેની મિત્રતા પુરવાર થઈ હતી. તેના માનીતા સંિહોમાં ‘હબીબી’ નામનો એક માનવભક્ષી સંિહ પણ હતો જેને તેણે પોતાના વિચારોથી શાંત કરી પાળેલા કૂતરા જેવો કરી દીધો હતો. એક પ્રસંગે તો તેણે એ માનવભક્ષી સંિહને પ્રાણી સંગ્રાહાલયમાંથી બહાર કાઢી સાંકળથી બાંઘ્યા વિના જ કેવળ માનસિક આદેશ આપીને જાહેર રસ્તા પર ચલાવી તેને બીજે સ્થળે લઈ ગયો હતો.


0 comments:

Post a Comment