ટેકનોલોજી દરેક સ્તરે વિકસી ચૂકી છે. રોજીંદા જીવનમાં મોબાઈલ અને કોમ્પ્યુટર ટેકનોલોજી વણાઈ ગયેલી છે. અહીં વિશ્વના ટોચના ૧૦ ટેકનોલોજી હબના નામ આપવામાં આવ્યા છે. જેમાં ટોપમાં સિલીકોન વેલી છે તો દશમાં નંબરે શિકાગો છે.
(૧) અમેરિકાનું સિલીકોન વેલી વિશ્વનું ટોપનું ટેકનિકલ હબ છે. વિશ્વની ટોચની ટેકનીકલ બ્રાન્ડનું તે કાયમી સેન્ટર બની ગયું છે. ટોચની ટેકનીકલ બ્રાન્ડમાં માઈક્રોસોફટ, એપલ, ગુગલ, ફેસબુક, એમેઝોન, યાહુ, ઈન્ટેલ સહિતની બ્રાન્ડનો સમાવેશ થાય છે. આ બ્રાન્ડથી સિલીકોન વેલી ઝગમગી રહી છે.
(૨) ટેકનોલોજીના હબમાં બીજા નંબરે ઈઝરાયલનું તેલએવીવ આવે છે. જેને ઈઝરાયલનું સીલીકન વાડી પણ કહે છે. આ શહેરમાં સોફટવેર ડેવલોપર્સ અને વેનચ્યુઅર કેપીટલની કંપનીઓ છે. ગુગલે પણ અહીં ઓફીસ ઉભી કરી છે. ફેસબુક પણ અહીં છે અને ફેસ ડોટ કોમ પણ અહીં છે.
(૩) અમેરિકાનું લોસ એંજલસ ત્રીજા ક્રમે આવે છે. લોસએજંલસમાં નામાંકિત ટેકનોલોજી કંપનીઓ છે. જેમકે કોર્નર સ્ટોન, ઈ-હાર્મોની, ગ્રીનડોટ, હોઉટલુક, લીગલ ઝુન, માયસ્પેસ, મોટી કંપનીઓ તેમની શરૃઆતના પ્લેટફોર્મ તરીકે લોસ એજંલસનો ઉપયોગ કરે છે. એમ્પલીફાય, લંચપેડ, કે-ફાઈવ વગેરેનો સમાવેશ થાય છે.
(૪) અમેરિકાનું સિએટલ ચોથા નંબરે આવે છે. ટોચની ટેકનોલોજી કંપનીઓ જેવી કે એમેઝોન, એક્સપીડીયા, માઈક્રોસોફટ વગેરેનો સમાવેશ થાય છે. ફેસબુક, હુલુ, જો-બોન, ટીચ રીલેવન્સ વગેરે પણ છે.
(૫) અમેરિકાનું ન્યુયોર્ક આ યાદીમાં પાંચમા સ્થાને છે. આમ તો અમેરિકાના સિલીકોનવેલી પછી ન્યુયોર્ક બીજા નંબરનું ટેકનોલોજી સેન્ટર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં હજારો ટેકનીકલ જોબ ઉભી થઈ છે.
(૬) આ યાદીમાં બોસ્ટન પણ છે. ઈનક્યુબેટર કોમ્યુનિટી અને એકેડેમીક ઈન્સટીટયુશન્સના કારણે બોસ્ટનનું નામ ટેકનોલોજી હબ તરીકે ઉભરી આવ્યું છે. યસવેર, મેન્ડીકસ સેશન-એમ, વીવોક્સ જેવી કંપનીઓ અહીં છે.
(૭) લંડન અહીં સાતમા ક્રમે છે. ટેકનોલોજી કંપની લાસ્ટ-એફએમ, ડોપલર, મો ડોટ કોમ જેવી કંપનીઓએ તેને ટેકનોલોજીનું હબ બનાવ્યું છે.
(૮) કેનેડાનું ટોરંટો ટેકનોલોજી હબમાં ૮મા ક્રમે છે. જ્યાં પેનેસીલીન પ્રથમવાર વપરાયું હતું. તે સ્થળમાં ટેકનોલોજી, સાયન્સ અને મેડીસીન માટે નોન-પ્રોફીટ સેન્ટર ઉભું કરાયું છે. કેનેડાની ઈન્ફોર્મેશન, કોમ્યુનિકેશન અને ટેકનોલોજીની ૩૦ ટકા જેટલી કંપનીઓ ટોરંટોમાં છે.
(૯) વેનકુવર આ યાદીમાં નવમા ક્રમે છે. ટેકનોલોજી ક્ષેત્રનું આ હાઈટેક ઈન્વેસ્ટમેન્ટ હબ છે. ઈન્ટરનેશનલ સ્તરની ટેકનોલોજી કંપની માટે વેનકુવર પૂરતું વાતાવરણ પૂરું પાડે છે.
(૧૦) ટેકનોલોજી હબમાં ૧૦મા નંબર શિકાગોનો સમાવેશ થાય છે. ડીજીટલ હબ માટેની તમામ સવલતો શિકાગોમાં છે એમ માઈક્રો સોફટના સીઈઓએ તાજેતરમાં જણાવ્યું હતું. ગૃપઓન અને મોટરોલા જેવી કંપનીઓ અહીં આવી રહી છે. ફીલ ફાઈટર્સ, વોટરમીલોન એક્સપ્રેસ જેવી કંપનીઓ અહીં છે.
ક્રેડીટ કાર્ડ સાથે છેતરપીંડી.
ઓનલાઈન છેતરપીંડી અને ક્રેડીટ કાર્ડ હેકીંગની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એવરેજ ક્રેડીટ કાર્ડ કંપની ગ્રાહકોને જવાબ આપી શકતી નથી. ક્રેડીટ કાર્ડ સાથે ફ્રોડ કરનારા ગમે તે કાર્ડ પર ત્રાટકી શકે છે. પણ કાર્ડ ઈસ્યુ કરતી કંપનીઓ ગ્રાહકોને જવાબ નથી આપતી. તાત્કાલીક પાસ બદલીને ગ્રાહક સલામત બની જાય છે પણ જે પૈસા તેના કાર્ડમાંથી કપાયા હોય છે તેનો જવાબ બેંકો આપી શકતી નથી. જેની પાસે ક્રેડીટ કાર્ડ હોય તેના ખાતામાંથી અમેરિકાની કોઈ કંપનીના નામે પૈસા કપાયા હોય તો તેનો ટ્રેક બેંકો શોધી શકતી નથી. ગ્રાહકને બેંકો આ માટે ડીસપ્યુટ ફોર્મ ભરીને મોકલી આપવાનું કહે છે. ૪૫ દિવસમાં બેંકો જવાબ આપી શકતી નથી. ગ્રાહકે સમાધાન ના થાય ત્યાં સુધી તે રકમનું વ્યાજ ભરવું પડે છે. ક્રેડીટ કાર્ડ ઈસ્યુ કરતી કંપનીઓ કરતાં હેકર્સ વધુ ચાલાક હોય છે. બેંકો માથા કૂટયા કરે છે. ગ્રાહકો ફોન કરી કરીને થાકે છે પણ તેને કોઈ સંતોષ નથી મળતો. એટલે જ ઓનલાઈન ક્રેડીટ કાર્ડ વાપરનારાએ દરેક ટ્રાન્ઝેકશન વખતે પાસવર્ડ બદલવો અને સતત પોતાના એકાઉન્ટ પર નજર રાખવી જોઈએ.
Friday, 29 March 2013
Subscribe to:
Post Comments (Atom)
Labels
- Scientists (2)
- અગોચર વિશ્વ (13)
- ડિસ્કવરી (3)
- નેટોલોજી (34)
- ફિટનેસ (7)
- ફ્યુચર સાયન્સ (9)
- સ્વસ્થવૃત્ત (4)
- હેલ્થ ટીટબીટ્સ (2)



0 comments:
Post a Comment