ચેતનાએ ધારણ કરેલું પહેલાના જેવું જ દેખાતું અન્ય શરીર કેમેરાની તસવીરમાં પણ અંકિત થઇ ગયું હતું.
રોચેસ્ટરયુનિવર્સિટી, ન્યુયોર્કના પ્રોફેસર વિજ્ઞાાની ડૉ. થેલ્મા મોસ અને ડૉ. માર્ગારેટ આર્મસ્ટ્રોન્ગે એમના પ્રયોગોને આધારે એવું સાબિત કર્યું છે કે વ્યક્તિનું સૂક્ષ્મ શરીર એના સ્થૂળ શરીરથી અળગું થઇ શકે છે અને પળભરમાં હજારો માઇલ દૂર જઇ શકે છે. ડૉ. થેલ્મા મોસે એમના સંશોધન ગ્રંથમાં આવી અનેક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. આમાંની એક ઘટના ઇ.સ. ૧૯૦૮માં બની હતી. બ્રિટનનું 'હાઉસ ઓફ લોર્ડસ'નું અધિવેશન ચાલી રહ્યું હતું. આ અધિવેશનમાં વિરોધી દળે સરકારની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તે દિવસે પ્રસ્તાવ પર મત ગણતરી કરવાની હતી. વિરોધી પક્ષ મજબૂત હતો એટલા માટે સરકારને બચાવવા માટે સત્તા પર રહેલા પક્ષના બધા સભ્યોનું એ અધિવેશનમાં હાજર રહેવું અનિવાર્ય હતું. પણ સત્તા પર રહેલા પક્ષના સભ્ય સર કોર્નરાશ ગંભીર રીતે બીમાર હતા. એમની સ્થિતિ એવી નહોતી કે તે પથારીમાંથી ઊભા થઇને હરીફરી શકે. બધાની એવી તીવ્ર ઈચ્છા હતી કે સર કોર્નરાશ અધિવેશનમાં હાજર રહી મતદાન કરે. એટલે તેમણે ડૉકટરોને બહુ જ વિનંતી કરી કે તેમને મતદાન માટે સદનમાં લઇ જવામાં આવે પરંતુ રોગની ગંભીરતાને કારણે ડૉકટરો લાચાર હતા અને તે તેમના જીવના જોખમે એવું કોઇ પગલું ભરવા તૈયાર ન હતા.
બીજી તરફ સદનમાં મતદાનના સમયે અનેક સભ્યોએ જોયું કે સર કોર્નરાશ એમની ખુરશી પર બેઠેલા છે અને મતદાન કરી રહ્યા છે. કેટલાકે એમની ખબર અંતર પૂછી અને આવા કટોકટીભર્યા સમયે પક્ષના હિતમાં મત આપવા આવવા બદલ ધન્યવાદ પણ પાઠવ્યા. પાછળથી સર કોર્નરાશે જ્યારે મતદાનના દિવસે ત્યાં આવી ન શકવાની પોતાની અસમર્થતા બદલ માફી માંગી ત્યારે બધાને આશ્ચર્ય થયું. તેમણે કોર્નરાશને કહ્યું કે તમે મતદાન કરવા આવ્યા તો હતા! બધાએ તમને જોયા હતા અને તમારી સાથે વાત પણ કરી હતી. તમારો મત તો પક્ષ માટે નિર્ણાયક બની રહ્યો હતો. જો કે કોર્નરાશના ડૉકટરોએ પણ તેમને જણાવ્યું કે સર કોર્નરાશ પથારીમાંથી ઊભા થયા ડ નહોતા. એવી એમની સ્થિતિ જ નહોતી! ડૉકટરો તેમની સામે જ સારવાર અર્થે બેઠેલા હતા એટલે કોઇ એમને સદનમાં લઇ ગયું હોય એવી શક્યતા જ નહોતી. ડૉ. થેલ્મા મોસ કહે છે કે સર કોર્નરાશનું સ્થૂળ શરીર તો તેમની પથારી પર જ હતું પણ સૂક્ષ્મ શરીર મતદાનના સ્થળે પહોંચી ગયું હતું. સૂક્ષ્મ શરીર કે ચેતનાએ સ્થૂળ શરીર જેવું જ રૃપ ધારણ કરી મતદાનનું મહત્વપૂર્ણ કાર્ય પૂરું કરી દીધું હતું!
ડૉ. થેલ્મા મોસે આવી જ અન્ય ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે ઃ બ્રિટિશ કોલંબિયા વિધાનસભાનું અધિવેશન ચાલી રહ્યું હતું તે સમયે તેમના એક સભાસદ ચાર્લ્સ વુડ ખૂબ બીમાર હતા. તેમની તીવ્ર ઈચ્છા હતી કે તે અધિવેશનમાં હાજર પહે. પણ ડૉકટરોએ સ્પષ્ટ રીતે ના પાડી દીધી કે તમારા માટે પથારીમાંથી ઊભા થવું પણ જોખમકારક છે. બીમારી જીવલેણ બની જાય એટલી હદે વધી ગઇ છે એટલે કોઇપણ સંજોગોમાં તમને પથારીમાંથી ઊભા પણ થવા દેવાશે નહીં. સગા-સંબંધી, ડૉકટર તથા નર્સની હાજરીમાં તે પથારીમાં સૂતેલા જ રહ્યા અને સતત સારવાર અપાતી રહી. નિયત સમયે થોડા થોડા સમયના અંતરે દવાઓ અને ઈન્જેકશન પણ અપાતા.
બીજી તરફ અધિવેશન શરૃ થયું. સદનના સભ્યોએ જોયું તો ચાર્લ્સ વુડ એમની ખુરશી પર બેઠેલા છે! તે ક્યારે સદનમાં આવ્યા અને ક્યારે ખુરશી પર બેઠા તેનું સૌને આશ્ચર્ય થતું હતું. આખું અધિવેશન ચાલ્યું ત્યાં સુધી તેમને બધા સભાસદોએ બેઠેલા જોયા. દિવસો પછી તેમની તબીયત સુધરતા જ્યારે વિધાનસભાના સભ્યોને મળવાનું થયું ત્યારે તેમણે કાર્યક્રમમાં હાજર ન રહી શકવા બદલ દિલસોજી વ્યક્ત કરી ત્યારે રહસ્યોદ્ઘાટન થયું. તેમણે ચાર્લ્સ વુડને કહ્યું- 'સર! તમે કેમ આમ કહી રહ્યા છો? વિધાનસભાના અધિવેશનમાં તમે હાજર તો હતા! બધાએ તમને બેઠેલા જોયા હતા. જો કે તમે ખાસ કોઇની સાથે વાત કરી નહોતી. તમારી તબીયત ખરાબ હોવાના કારણે તમે ઓછું બોલતા હશો એવું અમને લાગ્યું હતું!' ચાર્લ્સ વુડ આ વાત માનવા તૈયાર નહોતા તેમણે કહ્યું- 'તમારી કોઇ ભૂલ થતી લાગે છે. હું તો એ દિવસે પથારીમાંથી ઊભો થયો જ નહોતો. એ દિવસે તો શું, પણ કેટલાય દિવસો સુધી મારી તેવી સ્થિતિ હતી!' વિધાનસભાના સભ્યોએ સામેથી કહ્યું - 'પરંતુ તમે વિધાનસભામાં હાજર હતા તે અમે બધાએ જોયું તે ખોટું? અરે! એ અધિવેશનનો અમારી પાસે ફોટો છે! એ ફોટામાં તમે તમારી ખુરશી પર બેઠેલા છો તે સ્પષ્ટ દેખાય છે! તેમણે એ ફોટો ચાર્લ્સ વુડને બતાવ્યો. ચાર્લ્સ વુડે તે ધ્યાનથી જોયો તો ખરેખર તેમની ખુરશી પર તે પોતે બેઠેલા છે તે સ્પષ્ટ દેખાતું હતું!'
આ કિસ્સામાં પણ ચાર્લ્સ વુડની અધિવેશનમાં જવાની તીવ્ર ઈચ્છાને ારણે તેમની ચેતના સ્થૂળ શરીર છોડી સૂક્ષ્મ શરીર રૃપે તે સ્થળે પહોંચી ગઇ હતી અને સ્થૂળ શરીર જેવું જ રૃપ ધારણ કરી ત્યાં હાજરી આપી હતી. ચેતનાએ ધારણ કરેલું પહેલાના જેવું જ દેખાતું અન્ય શરીર કેમેરાની તસવીરમાં પણ અંકિત થઇ ગયું હતું.
અમેરિકાની વિશ્વવિખ્યાત અભિનેત્રી એલિઝાબેથ ટેલરને પણ પોતાના સૂક્ષ્મ શરીરનો રોમાંચક અનુભવ થયો હતો. એલિઝાબેથના શરીર પર ગંભીર ઓપરેશન ચાલી રહ્યું હતું. તેને ઓપરેશન ટેબલ પર સૂવડાવી એનેસ્થેસિયા આપી મૂર્છિત કરવામાં આવી. ઓપરેશન લાંબો સમય ચાલ્યું હતું. ઓપરેશન બાદ ડૉકટરોના ધ્યાનમાં આવ્યું કે એલિઝાબેથના હૃદયના ધબકારા બહુ જ ઓછા થઇ ગયા હતા અને એની નાડી સાવ મંદ પડી ગઇ હતી. ડૉકટરોના અથાગ પ્રયાસ બાદ તેની સ્થિતિ પૂર્વવત્ થઇ શકી હતી. તે ભાનમાં આવી ત્યારે તેણે એક ચોંકાવનારું બયાન આપ્યું હતું. તેણે કહ્યું હતું- 'મેં તો મારુ ઓપરેશન મારી આંખે જ નિહાળ્યું છે.' ડૉકટરોએ કહ્યું- 'તું તો એ સમયે બેભાન હતી તો તને તે ક્યાંથી જોવા મળ્યું હોય.' એલિઝાબેથે કહ્યું- 'મારું શરીર ટેબલ પર સૂતેલું હતું અને તમે ઓપરેશન કરી રહ્યા હતા તે હું બીજા શરીરથી જોતી હતી. મારું તે શરીર હવામાં અધ્ધરપધ્ધર લટકતું હોય તેમ લાગતું હતું. મને શરીરનો કોઇ પણ ભાર અનુભવાતો નહોતો. જાણે મારું શરીર હળવા ફૂલ જેવી થઇ ગયું હોય એમ મને લાગતું હતું.' એલિઝાબેથની વાતની ખાતરી કરવા ડૉકટરોએ તે વખતે શું બન્યું હતું તે પૂછ્યું. એલિઝાબેથે તે બધી જ બાબત કહી બતાવી હતી. અમુક સાધન યોગ્ય જગ્યાએ ન હોવાને કારણે મુખ્ય સર્જન ગુસ્સે થઇ ગયા હતા અને કયા શ્દો બોલ્યા હતા તે પણ તેણે કહી બતાવ્યું હતું!
અમેરિકાના વુડલેન્ડના ડૉકટર જીયો બર્નહાર્ટે પોતાના સૂક્ષ્મ દેહ વડે અનુભૂતિનો પ્રસંગ પ્રસિદ્ધ પરામનોવિજ્ઞાાનના સામયિકમાં ટાંકતા લખ્યું હતું - ઈ.સ. ૧૯૭૧ની ઘટના છે. તે સમયે મારો પુત્ર વિયેતનામના યુદ્ધ મોરચા પર હતો. એક દિવસ હું બેઠો હતો અને મને એવો અનુભવ થયો કે મારો પુત્ર સંકટમાં છે અને મને બોલાવી રહ્યો છે. એ સાથે એવો આભાસ થયો કે મારું શરીર હવાથી પણ હલકું થઇ ગયું છે. અને હું વુડલેન્ડથી હજારો માઇલ દૂર કોઇ અજાણી જગ્યાએ પહોંચી ગયો છું જ્યાં મારો પુત્ર ફરજ બજાવી રહ્યો છે. ત્યાં જઇને મેં જોયું તો ચારે બાજુએ આગ લાગેલી છે. મારો પુત્ર જોન એક તંબુમાં ફસાયેલો છે. તેના પર એક વજનદાર લોખંડની ટ્રંક પડેલી છે. તેના નીચે દબાયેલો હોવાથી તે ઊભો થઇ શકતો નથી. એના પર પડેલી એ ટ્રંક ઉઠાવી લઇ જોનનો હાથ પકડી હું તેને તંબુની બહાર લઇ આવું છું. એ પછી હું પાછો મારા મૂળ શરીરમાં પાછો આવી જઉં છું. મેં મારી પત્નીને પણ મારા અનુભવની વાત કરી ત્યારે તેણે તે દિવાસ્વપ્ન હશે એમ કહી વાત હસી કાઢી હતી. પણ મારો પુત્ર યુદ્ધ મોરચેથી પાછો આવ્યો અને તેણે તે પ્રસંગની વાત જાતે જ કરી કે કેવી ચમત્કારિક રીતે કોઇકે આવી તેના શરીર પરની ટ્રંક હટાવી તેનો હાથ પકડી તેને તંબુની બહાર મૂકી દીધો હતો અને દેખાવમાં તે વ્યક્તિ તેના પિતા જેવી જ હતી ત્યારે બધાને બર્નહાર્ટની વાત પર વિશ્વાસ બેઠો હતો. સંકટના સમયે ક્યારેક ચેતના સ્થૂળ શરીર છોડી સૂક્ષ્મ શરીરથી તે સ્થળે તત્કાળ પહોંચી બીજું શરીર ધારણ કરી સંકટ દૂર કરી દે છે!

0 comments:
Post a Comment