- માનવીનું 'અવચેતન મન' ગજબનાક શક્તિ ધરાવે છે. આપણે જો એનો સાચી દિશામાં ઉપયોગ કરીએ તો તેનો કેટલો બધો લાભ લઈ શકીએ!
જેકી ગ્લીસન નામનો વિખ્યાત કોમેડિયન પરામનોવિજ્ઞાાન ક્ષેત્રે ઊંડો રસ ધરાવતો હતો અને હિપ્નોસિસની પ્રક્રિયાથી મનની શક્તિ વિશે જાણવા સઘન પ્રયત્નો કરતો. જેનું જીવન લોકોને હસાવવામાં જ ગયું, જે કદી ગંભીર બન્યો જ નહોતો તે આવા ગૂઢ અને ગહન વિષયમાં રસ લેતો થયો અને એમાં સિદ્ધિ પણ મેળવી શક્યો તેનું કારણ હતું તેની ડો. ર્હાઈન સાથેની ગાઢ મિત્રતા!
ઇન્દ્રિયાતીત શક્તિઓને વૈજ્ઞાાનિક અભિગમથી ચકાસવાનું કાર્ય વિલિયમ મેકડુગલ નામના મનોવિજ્ઞાાનીએ ડયુક યુનિવર્સિટી ખાતે ઈ.સ. ૧૯૨૭ના વર્ષ દરમિયાન કર્યું. તે પૂર્વે આવી ક્ષમતાને હાથચાલાકી કે છેતરપિંડી સમજવામાં આવતી. તેમણે અનેક વર્ષો સુધી આ વિષયમાં સંશોધન કર્યું. ઈ.સ. ૧૯૩૧માં તેમને ડો. જોસેફ બેન્ક્સ ર્હાઈન અને તેમની પત્ની લૂઈસાનો વધુ ઊંડું સંશોધન કરવા સાથ મળ્યો. ડો. મેકડુગલે તેમને આ ક્ષેત્રે આગળ ધપવા તમામ અનુકૂળતા કરી આપી. અમેરિકાના નોર્થ કેરોલિનામાં આવેલ ડયુક યુનિવર્સિટી ખાતે ખાસ પ્રકારના પ્રયોગો કરવા માટે તેમને વિશિષ્ટ પ્રયોગશાળા પણ બનાવી આપી. ૧૯૩૪માં બોસ્ટન સોસાયટી ફોર સાઈકિક્લ રીસર્ચ ખાતે જોસેફ ર્હાઈન તરફથી એક નાનો અક્ષર-આલેખ પ્રસિદ્ધ કરાયો. ઈએસપી (ESP) એનું આખું રૃપ થાય એકસ્ટ્રા સેન્સરી પર્સેપ્સન (Extra Sensory Perception). એટલે કે ઈન્દ્રિયાતીત જ્ઞાાન કે અતીન્દ્રિય અનુભવ. ટેલિપથી તથા અન્ય ચૈતસિક શક્તિઓના સંશોધન માટે એ પ્રયોગશાળા મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની રહી.
ડો. ર્હાઈન અને તેમના પત્ની જે પ્રયોગો કરતા તેમાં જેકી ગ્લીસનને પણ રસ પડયો. ઊંધા રાખેલા કાર્ડ નીચે કઈ સંજ્ઞાા હશે તે ધારવા માટે પ્રયોગ કરનારાને કહેવામાં આવતું. સામાન્ય રીતે મોટાભાગના માણસો પચીસમાં પાંચ-છ કાર્ડ સાચી રીતે ધારી શકે. પરંતુ ર્હાઈનના પ્રયોગોએ દર્શાવ્યું કે ઈન્દ્રિયાતીત અનુભૂતિ કે પ્રત્યક્ષીકરણની વિશિષ્ટ શક્તિ ધરાવનાર લોકો પચીસમાંથી સોળ કાર્ડ સાચા ધારી શકતા હતા. કેટલાક લોકોમાં એવી શક્તિ હતી કે જે કાર્ડ ધારવાનું કહેવામાં આવતું હોય તે પછીનું કાર્ડ કયું હશે તે ઘણી અસરકારક રીતે કહી શકતા હતા. ર્હાઈનની જેમ ડો. રીશના પ્રયોગોમાં પણ ગ્લીસનને રસ પડયો. મનોવિજ્ઞાાની ડો. રીશના પ્રયોગોમાં ભાગ લેતી એક યુવતી પચીસમાંથી અઢાર કાર્ડ સાચા ધારી શકતી હતી. આંકડાશાસ્ત્રની દષ્ટિએ લાખોમાં એક કહી શકાય તેવી શક્યતા આ યુવતીએ એક પ્રયોગમાં સિદ્ધ કરી હતી. ૭૪ વાર કાર્ડનો સેટ ધારીને કાર્ડ કહેવાના એક પ્રયોગમાં તેણે ૨૫માંથી ૨૫ કાર્ડ સાચા ક્રમમાં કહી બતાવ્યા હતા.
ર્હાઈન અને રીશના પ્રયોગોથી પ્રેરાઈને ગ્લીસને પણ મનની શક્તિઓ જાણવા જાતે જ પ્રયોગો કર્યા હતા. તેણે કરેલો હિપ્નોસિસનો પ્રયોગ તો આશ્ચર્યજનક હતો. ગ્લીસને એક વ્યક્તિને સંમોહિત કરી ખુરશી પર બેસાડીને બાજુના ઓરડામાં બીજી એક વ્યક્તિના હાથમાં લખાણવાળો કાગળ આપ્યો. તે પછી ગ્લીસને સંમોહિત થયેલ વ્યક્તિને આદેશ આપ્યો, 'તારે એવું અનુભવવાનું છે કે તું બાજુના ઓરડામાં ગયો છે. ત્યાં જઈને ત્યાં બેઠેલ વ્યક્તિના હાથમાં જે લખેલો કાગળ છે તે તારે વાંચવાનો છે. તે પછી તેમાં શું લખેલું છે તે અમને જણાવવાનું છે.' સંમોહિત વ્યક્તિએ પોતાની ખુરશી છોડયા વિના જ કાલ્પનિક રીતે બાજુના ઓરડામાં જઈ તે કાગળ વાંચી લીધો અને તેમાં જે લખ્યું હતું તે અક્ષરશઃ બોલી બતાવ્યું.
તે પછી ગ્લીસને સંમોહનને લગતા અન્ય પ્રયોગો પણ કર્યા હતા. દૂરના અંતરે ભોજન લેતી વ્યક્તિઓની પ્લેટમાં ખાવાની કઈ કઈ વસ્તુઓ પડેલી છે તેની માહિતી પણ સંમોહિત થયેલી વ્યક્તિ આપી દેતી. જેકી ગ્લીસન ખાસ સુચના આપીને દરેકની પ્લેટમાં અલગ અલગ પ્રકારની વાનગી પીરસાવવાનું જ કહેતો. રોજિંદા ભોજન કરતાં તે જુદા જુદા પ્રકારની જ વાનગી પીરસાવતો. તેમ છતાં સંમોહિત વ્યક્તિ દૂરથી જ તેની સાચી માહિતી આપી દેતી. જેકી ગ્લીસનના પ્રયોગો જ્ઞાાત અને અજ્ઞાાત એવી મનની અનેક શક્તિઓનો પરચો કરાવે છે. આના આધારે મનોવિજ્ઞાાનીઓ કહે છે કે માનવ મનના રહસ્યો અતાગ છે. ગ્લીસને એક વાર લખ્યું હતું, 'હું માનું છું કે સભાન મનની નીચે શક્તિનો વિશાળ જથ્થો સંતાયેલો પડયો છે. સંશોધનના અભાવે અત્યારના તબક્કે આ શક્તિનું સ્વરૃપ સ્પષ્ટ થયું નથી. તેથી તેનું નામ આપવું મુશ્કેલ છે.' બીજા એક પ્રયોગની વાત પણ એના શબ્દોમાં જ જોઈએ, 'એક માધ્યમને મેં મારા ઘેર આમંત્રિત કરેલ. તેણે તન્દ્રામાં જઈ અંધકાર થયો ત્યારે કહ્યું હતું કે તે છાતી પર સખત વજન અનુભવે છે. કોઈ અતિ વજનદાર વસ્તુ ઉપાડતો હોય તેમ લાગે છે. મેં બીજે દિવસે સવારે મારા રૃમમાં જોયું તો ખબર પડી કે મારો કેટલાય ટનનું વજન ધરાવતો રેકોર્ડિંગ સેટ તેના મૂળભૂત સ્થાનેથી ઉંચકાઈને દૂર મુકાઈ ગયો હતો!'
તે પછી ગ્લીસને સંમોહનને લગતા અન્ય પ્રયોગો પણ કર્યા હતા. દૂરના અંતરે ભોજન લેતી વ્યક્તિઓની પ્લેટમાં ખાવાની કઈ કઈ વસ્તુઓ પડેલી છે તેની માહિતી પણ સંમોહિત થયેલી વ્યક્તિ આપી દેતી. જેકી ગ્લીસન ખાસ સુચના આપીને દરેકની પ્લેટમાં અલગ અલગ પ્રકારની વાનગી પીરસાવવાનું જ કહેતો. રોજિંદા ભોજન કરતાં તે જુદા જુદા પ્રકારની જ વાનગી પીરસાવતો. તેમ છતાં સંમોહિત વ્યક્તિ દૂરથી જ તેની સાચી માહિતી આપી દેતી. જેકી ગ્લીસનના પ્રયોગો જ્ઞાાત અને અજ્ઞાાત એવી મનની અનેક શક્તિઓનો પરચો કરાવે છે. આના આધારે મનોવિજ્ઞાાનીઓ કહે છે કે માનવ મનના રહસ્યો અતાગ છે. ગ્લીસને એક વાર લખ્યું હતું, 'હું માનું છું કે સભાન મનની નીચે શક્તિનો વિશાળ જથ્થો સંતાયેલો પડયો છે. સંશોધનના અભાવે અત્યારના તબક્કે આ શક્તિનું સ્વરૃપ સ્પષ્ટ થયું નથી. તેથી તેનું નામ આપવું મુશ્કેલ છે.' બીજા એક પ્રયોગની વાત પણ એના શબ્દોમાં જ જોઈએ, 'એક માધ્યમને મેં મારા ઘેર આમંત્રિત કરેલ. તેણે તન્દ્રામાં જઈ અંધકાર થયો ત્યારે કહ્યું હતું કે તે છાતી પર સખત વજન અનુભવે છે. કોઈ અતિ વજનદાર વસ્તુ ઉપાડતો હોય તેમ લાગે છે. મેં બીજે દિવસે સવારે મારા રૃમમાં જોયું તો ખબર પડી કે મારો કેટલાય ટનનું વજન ધરાવતો રેકોર્ડિંગ સેટ તેના મૂળભૂત સ્થાનેથી ઉંચકાઈને દૂર મુકાઈ ગયો હતો!'
માનવ મનમાં અગાધ શક્તિ પડેલી છે. અવચેતન મનની ગ્રહણ શક્તિ માન્યામાં ન આવે તેવી છે. પ્રયોગશાળામાં થયેલા કેટલાક પ્રયોગોની વાત કરીએ. પ્રોજેક્ટરની મદદથી સેકન્ડમાં ચોવીસ ફોટો ફિલ્મ પડદા પર પાડવામાં આવે તો તે ગતિમાન સ્વરૃપે દેખાય છે. દરેક ફિલ્મ પડદા ઉપર સ્થિર અને એક પછી એક પડતી હોવા છતાં ચોક્કસ ઝડપે પડતી હોવાથી ગતિશીલ દેખાય છે. આવી ચોવીસ ફોટો ફિલ્મ પછી તેની સાથે સંકળાયેલી ના હોય તેવી કોઈ જાહેરાત પચ્ચીસમી ફિલ્મ પર હોય છે. સેકન્ડના બહુ થોડા ભાગ માટે તે પડદા પર આવે છે. તે એટલી ઝડપથી પસાર થઈ જાય છે કે ચિત્ર જોનાર તેનાથી સભાન હોતો નથી. તેના સભાન મનને કંઈ યાદ હોતું નથી છતાં તેના અવચેતન મન પર પચ્ચીસમી ફોટોફિલ્મ પર દર્શાવાયેલી માહિતી કે સૂચના યાદ રહી જાય છે. આશ્ચર્યની વાત એ છે કે અજાણ પણે અવચેતન મન પર પડેલ તે સૂચનને અનુસરીને જ તે વર્તન કરે છે. માનો કે તેને અમુક પ્રકારનો સાબુ વાપરવાનું સૂચન કર્યું હોય તો તે અનેક સાબુમાંથી સૂચન પ્રમાણેનો જ સાબુ પસંદ કરે છે. તેને આ સાબુ પસંદ કરવા માટે ક્યારે સૂચન થયું હતું તેની કશી ખબર હોતી નથી.
મોસ્કોની 'હ્યુરીસ્ટીક લેબોરેટરી'ના વડા ડો. પુશ્કીને આ દિશામાં ખૂબ કામ કર્યું છે. તેમણે આ પ્રયોગો સહેજ જુદી રીતે કર્યા. ડો. પુશ્કીને પ્રયોગશાળામાં બેઠેલી વ્યક્તિને થોડી આકૃતિઓ બતાવી તે યાદ રાખવા કહ્યું. પછી પડદા પર ફિલ્મના ચિત્રો પડવા લાગ્યા. લીલા ઘાસમાં રેન્ડીઅર ચરતાં હતાં. પશ્ચાદ્ ભૂમિકામાં સુંદર ટેકરીઓ દેખાઈ રહી હતી. આ સુંદર ચિત્રો જોવામાં પ્રયોગપાત્ર તલ્લીન થઈ ગયો. ચિત્ર-નિદર્શન બંધ થયું પછી તરત જ તેને ફરીથી પૂછ્યું, તેં ફિલ્મ ચિત્રો જોતો હતો ત્યારે બીજી કોઈ આકૃતિ જોઈ હતી? તો તેણે ના પાડી. તે પછી તેને થોડી આકૃતિઓ બતાવવામાં આવી અને તેમાંથી કોઈ એક આકૃતિ પસંદ કરવાનું કહેવામાં આવ્યું. તો તેણે 'ક્રોસ'ની આકૃતિ પસંદ કરી. ડો. પુશ્કીને રેન્ડિયરની ફિલ્મ ચાલતી હતી ત્યારે સેકન્ડના સોમા ભાગ માટે થોડા સમયના અંતરે પડદા પર 'ક્રોસ'ની આકૃતિ પાડી હતી. આટલા ઓછા સમય માટે પણ પડદા પર પડેલી આકૃતિ 'અવચેતન મને' ગ્રહણ કરી લીધી હતી અને અનેક આકૃતિઓમાંથી એક આકૃતિ પસંદ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે 'ક્રોસ'ની આકૃતિ જ પસંદ કરી. આ બતાવે છે કે અવચેતન મન પર પડતા સૂચન કે માહિતીની વ્યક્તિના વર્તન પર કેવી ભારે અસર પડે છે!
ડો. પુશ્કીને બીજા એક પ્રયોગમાં થોડા કોયડા આપ્યા તે પછી સુંદર ફિલ્મ બતાવી. કોયડાના જવાબ વિચારવાનો પણ સમય આપ્યા વિના જ તે ફિલ્મ બતાવી હતી. ફિલ્મ પૂરી થયા બાદ ફરી પહેલા પૂછ્યા હતા તે કોયડા પૂછી તેનો જવાબ આપવા કહ્યું તો તેણે બધાના સાચા જવાબ કહ્યા. તે વ્યક્તિને ખુદ આશ્ચર્ય થયું કે આવા અઘરા કોયડાના સાચા જવાબ તેણે કઈ રીતે કહ્યા? કેટલાકના જવાબ તો તેને આવડતા જ નહોતા! આનું કારણ એ હતું કે ડો. પુશ્કીને ફિલ્મ ચાલતી હતી ત્યારે થોડા થોડા અંતરે અત્યંત ઝડપથી કોયડાના જવાબ સૂચવતા ચિત્રો સમાંતર રીતે રીતે પડદા પર પાડયા હતા. સુંદર ફિલ્મ જોવામાં મગ્ન વ્યક્તિનું એ જવાબવાળા ચિત્રો તરફ જરાય ધ્યાન જતું નહીં, પણ એનું 'અવચેતન મન' તેને જોઈ લેતું અને તે જવાબો ધ્યાનમાં રાખી લેતું હતું. મનોવિજ્ઞાાનીઓ કહે છે કે માનવીનું 'અવચેતન મન' ગજબનાક શક્તિ ધરાવે છે. આપણે જો એનો સાચી દિશામાં ઉપયોગ કરીએ તો તેનો કેટલો બધો લાભ લઈ શકીએ!



0 comments:
Post a Comment