વિન્ડોઝ-8 સ્ટાર્ટ બટન મેળવો
ગયા અઠવાડીયે નવી ઓપરેટીંગ સિસ્ટમ વિન્ડોઝ-8 બજારમાં મુકાઈ છે. ડેસ્કટોપ, નોટબુક તો ઠીક પણ ટેબ્લેટમાં પણ તે સિસ્ટમ ઉપયોગમાં આવે છે. ટચ સ્ક્રીનમાં પણ તે સંતોષકારક કામ આવતું હોઈ તેની પ્રશંસા થઈ રહી છે. માઈક્રોસોફ્ટ વેબ સર્વિસ સાથે જોડાયેલું હોઈ તેનો વપરાશ પણ વધશે. વિન્ડોઝ-8 ની અનેક સવલતો વચ્ચે સ્ટાર્ટ બટન નહીં હોવાની ફરિયાદ મોટાપાયે છે. જો તમારા કોમ્પ્યુટરમાં વિન્ડોઝ-8 નો ઉપયોગ કરતા હો અન ેસ્ટાર્ટ બટન ના દેખાતું હોય તો બહુ ચિંતા ના કરશો. આ સિસ્ટમમાં પણ થર્ડપાર્ટી સવલતો આપવામાં આવી છે. જેમાં Classic Shell, Vistart અન Startmenu 7નો સમાવેશ થાય છે. Classic Shell માટે classicshell.sourceforge.net પર ક્લીક કરવું, Vistart માટે lee-soft.com/vistart પર ક્લીક કરવું અને Startmenu 7 માટે www.Startmenu7 નો ઉપયોગ કરવો. આ બધી સાઈટ મહત્ત્વના બટન્સને તમારા ડેસ્ક ટોપ પર મુકી આપશે.
વિન્ડોઝ-8 તાત્કાલીક લેવાની જરૃર ખરી?!
વિન્ડોઝ-8 તાજેતરમાં આવ્યું છે. આ નવી ઓપરેટીંગ સિસ્ટમ અંગેની માહિતી મેળવ્યા પછી તમારા હાલના પીસીમાં તાત્કાલીક બદલો કરવાની જરૃર નથી પરંતુ તમે જો નવું લેપટોપ કે ડેસ્કટોપ ખરીદતા હોવ તો વિન્ડોઝ-8 માટેનો આગ્રહ રાખો. જો તમે ટચ સ્ક્રીનવાળું કોઈ પીસી વાપરતા હો તો તેને અપગ્રેડ કરાવીને વિન્ડોઝ-8 ઈન્સ્ટોલ કરાવવું જોઈએ. આ ઉપરાંત તમે જો નોટબુક પીસી ખરીદવા માગતા હો તો થોડા મહિના માટે રોકાઈ જાવ કેમકે નવો જે સ્ટોક આવશે તે વિન્ડોઝ- 8 સાથેના આવશે.
Modern U1
જે આમુલ પરિવર્તન સાથે વિન્ડોઝ-8 મુકાયું છે તેમાં કેટલાક નોંધપાત્ર ફેરફાર છે. છેલ્લા 28 વર્ષથી વિન્ડોઝ જે સ્થિતિમાં હતું તેમાં કોઈ ફેરફાર નહોતો પરંતુ હવે માઈક્રોસોફ્ટે Modern U1 નો યુઝર ઈન્ટરફેસ ઉપયોગ કર્યો છે. વિન્ડોઝ ફોન પર તે પ્રથમ જોવા મળ્યું હતું. જેને metro U1 કહેવાતું હતું. આ ઈન્ટરફેસ ટચ સ્ક્રીન સિસ્ટમ સાથે જોડાયેલું છે. દરેક એપ્લીકેશન સ્ટાર્ટ સ્ક્રીન પર જોવા મળે છે. સોશ્યલ નેટવર્કમાં કામ લાગવાની સાથે લેટેસ્ટ હેડલાઈન્સ પણ જોઈ શકાય છે.



0 comments:
Post a Comment