Pages

Subscribe:

Blogger templates

Sunday, 4 November 2012

ઓનલાઈન ખરીદી કરતાં પહેલાં આટલું ધ્યાન રાખો

દિવાળીના તહેવારો આવી ગયા છે. દિવાળી પછી ક્રિસમસના તહેવારો આવશે. આ સમય દરમ્યાન ઓનલાઈન ખરીદી પણ મોટા પાયે થશે. ઈ-કોમર્સનો વ્યાપ વધતાં જ ઓનલાઈન ખરીદી વધી છે. ઓનલાઈન ખરીદીની સવલતો આપતી વેબસાઈટમાં સખત્ત સ્પર્ધા ચાલે છે. આ સંજોગોમાં ઓનલાઈન ખરીદી કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

(૧) સાવ અજાણી સાઈટ પરથી ઑન ધ સ્પોટ ખરીદી ના કરવી. તેની આઈટમો માટે બે-ત્રણ દિવસ સર્ફીંગ કર્યા પછી જ ખરીદી કરવી કેમકે ઓનલાઈન ખરીદીથી તમારું ફાયનાન્શીયલ ટ્રાન્ઝેક્શન પણ ખુલ્લું પડતું હોય છે.

(૨) વેબસાઈટ વેચાણ માટે શું ઓફર કરે છે તે જોવું...

(૩) ખરીદી માટેનો ઓર્ડર ઓ.કે. કરતા પહેલાં સાઈઝનો ચાર્ટ ખાસ ચેક કરવો કેમકે અલગ અલગ બ્રાન્ડની અલગ સાઈઝ હોય છે.

(૪) ખરીદ કરાતાં તૈયાર કપડા માટે કયું મટીરીયલ વપરાયું છે અને તેને કેવી રીતે ધોવું વેગરેની નોંધ ખાસ વાંચવી.

(૫) કોઈ મિત્રએ તમને ઈ-કોમર્સની વેબસાઈટ સજેસ્ટ કરી હોય તો ખરીદી માટે તેને કેવો અનુભવ થયો તે ખાસ પૂછવું જોઈએ.

(૬) રીટર્ન અને રીફંડ આપવાની પોલીસી અંગે ખાસ ધ્યાન રાખો.

(૭) હંમેશા યાદ રાખો કે તમારે જેની જરૃર છે તે જ ખરીદો કેમકે ઓનલાઈન શોપીંગ આસાન છે અને તે ગમે ત્યારે થઈ શકે છે.

(૮) જો ઓનલાઈન ખરીદીની ટેવ પડી જાય છે તો પછી ક્રેડીટ કાર્ડનું લાંબુ બીલ ભરવું પડે છે. માટે ઓનલાઈન પરની ખરીદીનું વ્યસન ઉભું ના થાય તે ખાસ જોવું.

0 comments:

Post a Comment