Pages

Subscribe:

Blogger templates

Sunday, 4 November 2012

બહુ મેસેજ કરનારા ચેતતા રહે

મોબાઈલ પર વારંવાર ટેક્સ્ટ મેસેજ કરનારાઓ ચેતતા રહે કેમકે ટેક્સ્ટ મેસેજ કરવા જે આંગળી અને અંગૂઠાનો ઉપયોગ કરાય છે તેના કારણે આંગળા દુખવાની ફરીયાદ સતત ઉભી થાય છે. લોકો તેમના ગેજેટ્સની નાની 'કી' પર અંગૂઠા દબાવીને ટેક્સ્ટ મેસેજ કર્યા કરે છે. પરંતુ તેનાથી લાંબા ગાળે તેને કાંડાનો દુખાવો થાય છે. શરૃઆતમાં અંગૂઠો થોડો દુઃખે છે પણ તે તરફ કોઈ બહુ ધ્યાન નથી આપતું એટલે થોડા સમય પછી કાંડાનો દુખાવો થાય છે. દર વર્ષે વિશ્વમાં ત્રણ મીલીયન લોકો આવા કાંડાના દુઃખાવાથી પીડાય છે અહીં આવા દુઃખાવાથી બચવાના કેટલાક ઉપાયો આપ્યા છે.



(૧) અંગુઠો દુઃખે કે તરત જ ટેક્સટીંગ બંધ કરી દો. દુખતા અંગૂઠા પર મીઠાના પાણીનો શેક કરો.

(૨) અંગૂઠાને એટલે સુધી ખેંચીને વાળો કે જેથી તમને થોડી રાહત લાગે.

(૩) ક્લોક વાઈઝ અને એન્ટી ક્લોકવાઈઝ મુવમેન્ટમાં અંગૂઠાને ગોળ-ગોળ ફેરવો જેથી દુખાવામાં રાહત થશે.

(૪) સહન થાય તેવા ગરમ પાણીમાં અંગૂઠો હલાવો જેથી બ્લડ સરક્યુલેશન થોડું ઝડપી બને.

(૫) અંગૂઠો બહુ દુઃખે તો તેના પર કકડો વીંટાળીને રાત્રે સુઈ જાવ.

(૬) અંગૂઠાના સતત દુઃખાવાથી બચવા ટેક્સ્ટીંગ કરવાનું ટેમ્પરરી રાહત મળશે.

0 comments:

Post a Comment