- જ્યારે તમે એમ ખાત્રીથી માનશો કે આ જગતમાં તમારું આવવું એક સંયોગ છે. દરેકને માટે કાંઈક કરી છૂટો. આ જગતમાં દ્વેષ-ધિક્કાર-અપમાન-ઝગડા-મારામારી-વેર-અસૂથાને સ્થાન નથી. તમારાથી શરૃઆત કરો.
તમારા જીવનમાં એવા ઘણા માનવીઓનો સંપર્ક થયો હશે જેમાંના કોઈએ વાતવાતમાં એમ કહ્યું હશે કે આ જીવનનો શો અર્થ છે? આપણે જન્મ્યા- મોટા થયા - ભણ્યા - પરણ્યા - કમાયા - મકાન - ગાડી બધું આવી ગયું - બાળકો થયાં તે મોટાં થયાં - તમે ઘરડા થયા અને એક દિવસ આ દુનિયા છોડીને જતા રહ્યા - મને ઘણા આવા સવાલો પૂછે છે કે ડોક્ટર સાહેબ, આ જીવનનો અર્થ શું છે? તો ચાલો, તમારી સાથે વાતો કરીને આ જીવનનો અર્થ શોધી કાઢીએ.
તમને નથી લાગતું કે જીવન એક અનુભવ છે. સારા અને ખોટા અનુભવોમાંથી પસાર થઈને આપણે થોડા ઘડાઈએ છીએ. સારંુ કોને કહેવાય - ખરાબ કોને કહેવાય એની ખબર આપણને જે અનુભવ થાય તેની ઉપરથી પડે છે. આ અનુભવ તમારી જ્ઞાાનેન્દ્રિયોથી થાય છે. તમારી બધી જ જ્ઞાાનેન્દ્રિયોની મન ઉપર જે અસર થઈ તેને અનુભવ કહેવાય. આ અનુભવ સારો પણ હોય, ખરાબ પણ હોય. સારા અનુભવને સુખ કહેવાય. ખરાબ અથવા ના ગમતા અનુભવને દુખ કહેવાય. હવે આ સુખ અને દુખની અસર મન પર થાય. કોઈપણ પ્રસંગ કે અનુભવને મન કેવી રીતે સ્વીકારે છે તે મનની સ્થિતિ ઉપર આધાર રાખે છે. શારીરિક પીડા એટલે તાવ એક્સીડંટ-રોજીંદા જીવનના પ્રસંગોની મન પર અસર થાય તેને લીધે ઉત્પન્ન થનારી ચિંતા-શરીરનો દુખાવો, આધુનિક વિજ્ઞાાન 'સાયકોન્યુરો ઈમ્યુનોલોજી'માં 'સાયકો' એટલે મનમાં આવતો સારો કે ખરાબ વિચાર - 'ન્યુરો' એટલે આ વિચારની મન (મગજ) પર થતી અસર. 'ઈમ્યુનોલોજી' એટલે રોગ પ્રતિકારક શક્તિનું વિજ્ઞાાન. સારો વિચાર આવવો એટલે તમારી 'પોઝીટીવ એટીટયુડ' અને ખરાબ વિચાર આવવો એટલે તમારી 'નેગેટીવ એટીટયુડ' માનવી જીવનમાં બનતા બધા અનુભવો અને મળેલી તકનો ઉપયોગ કેવી રીતે કરવો એટલું સમજે તો તેને 'આ જીવનનો અર્થ શું?' એની ખબર પડે.
માનવીનો આ દુનિયામાં જન્મ થયો છે તે 'પ્રેમ' કરવા માટે. આ પ્રેમ પણ કોઈપણ પ્રકારની અપેક્ષા વગરનો હોવો જોઈએ. રવિવારની રજા પછી તમે સોમવારે કામધંધે કે નોકરીમાં જાઓ છો અથવા તો સ્ત્રીઓ ઘરનું-રસોડાનું-બાળકોનું કામ કરે છે ત્યારે તમે એક ને એક પ્રકારના કામથી કંટાળી જાઓ તે સ્વાભાવિક છે. તમે તેને રોજની નવીનતા વગરની 'ઘરેડ' (એકની એક વસ્તુ) માનો અને પ્રેમ-લાગણી આપ્યા વગર કરો તો એકવાર એવું પણ બને કે તમે તેનાથી કંટાળી જાવ અને સવાલ થાય કે આ જીવનનો અર્થ શું છે.
જીવનનો અર્થ તમારી જાતે જ શોધવાનો છે. આ વાત ફક્ત વર્તમાનમાં રહેવાથી જ મળશે. વર્તમાનને ઓળખો. વર્તમાનને અનુભવો. આજથી વ્યક્તિને -વસ્તુને-પ્રસંગને-કામને ફક્ત પ્રેમ કરતાં શીખો. દા.ત. તમારે ત્યાં કોઈ મળવા આવ્યું. અથવા તો તમે રસ્તામાં કોઈને મળ્યા. તો 'તમે ભણતા હતા ત્યારે ગુજરાતીના વિષયમાં કોઈ એક વાર્તા કે કવિતાની 'એક લીટી' સવાલ તરીકે લખી તમને પરીક્ષક સવાલ પૂછતા હતા કે પૂર્વાપરનો સંબંધ આપીને સમજાવો.' - આ રીતે તે વ્યક્તિ વિશે તમે સાંભળ્યું હોય - તે વ્યક્તિનો કોઈ અનુભવ થયો હોય - આવો બધો વિચાર કર્યા વગર તેની સાથે વાત કરો - વડીલ હોય તો માનથી બોલાવો - નાના હોય તો પ્રેમથી વહાલ કરીને બોલાવો. કોઈને માટે પણ પૂર્વગ્રહ રાખો નહી. મનને તદ્દન ફ્રી રાખો. સરસ વાતો કરો. ટીકા ના કરો. કોઈ એવી વાત હોય જે તમને ઠીક ના લાગે તો તેને પ્રતિભાવ ના આપો. ભવિષ્યનો વિચાર ના કરો, ભુતકાળમાં જે કંઈ તમારી દ્રષ્ટિએ ભુલ થઈ હોય જેને લીધે તમને શારીરિક, આર્થિક કે માનસિક નુકશાન (લાગણી ઘવાઈ હોય) થયું હોય તેને યાદ ના કરો. જીવનને અને જીવનારા બધાજ પ્રસંગોને વહેતી નદીની માફક નિર્બંધ વહેવા દો. તમારા જીવમાં જે કંઈ બને છે તેનું કારણ તમે નથી એ ચોક્કસ માનશો. તમારા કુટુંબીજનો કે બીજા કોઈપણ, તમારી જે કોઈ અવસ્થા જેને તમે દુખ માનો છો કે સુખ માનો છો તે માટે જવાબદાર નથી.
પૌરાણિક ગ્રીક કથામાં ''ગાર્ડન ઓફ ઈડન''ની કલ્પના કરેલી છે. આ ગાર્ડનમાં ફક્ત પ્રેમનું જ અસ્તિત્વ છે. સર્વત્ર આનંદ છે. ઉલ્લાસ છે. ચારેબાજુ સુંદર ફૂલોના બગીચા છે. પાણીના ફૂવારા છે. જતા આવતા સૌકોઈ શાંતિથી એકબીજાની સામે હાસ્ય કરીને હરે છે, ફરે છે. આ જ રીતે પરમકૃપાળુ પરમેશ્વરે બનાવેલ આ પૃથ્વી મનુષ્યજાતને માટે બનાવેલ છે તે યાદ રાખો. પરસ્પર પ્રેમ, ફક્ત પ્રેમનું મહત્ત્વ છે. પરમેશ્વરે આ પૃથ્વી ઉપર તમને મોકલ્યા છે, પરસ્પર પ્રેમ કરવા માટે, લાગણી માટે, જરૃર લાગે ત્યારે પરસ્પરને મદદ કરવા માટે. જ્યારે તમે એમ ખાત્રીથી માનશો કે આ જગતમાં તમારું આવવું એક સંયોગ છે. દરેકને માટે કાંઈક કરી છૂટો. આ જગતમાં દ્વેષ-ધિક્કાર-અપમાન-ઝગડા-મારામારી-વેર-અસૂથાને સ્થાન નથી. તમારાથી શરૃઆત કરો. મનને માંકડા જેવું કહ્યું છે. સતત બદલાતા વિચારોને કાબુમાં રાખતા શીખી જાઓ. કોઈને નારાજ ના કરો. કોઈને પણ તમારા પૂર્વગ્રહને લીધે નિશાન બનાવી ગુસ્સે ના થાઓ. સુખની વ્યાખ્યા બંગલા ગાડી-ફ્રીઝ હાઉસ ને બેન્કમાં બેલેન્સ નથી. દરેક વ્યક્તિ જે તમારા પરિચયમાં આવે છે તેને મનની શાંતિ જોઈએ છે.
તમારી પાસે જીવવા માટેની જરૃરત જેટલું હોય તો, આ જીવન જીવવાનો અર્થ શોધવા પરમકૃપાળુ પરમેશ્વરે આપેલા અદ્ભૂત મનુષ્ય અવતારને શાંતિ મળે અને જીવન જીવવાનો અર્થ જડે માટે તમારી ગમે તે ઉંમર હોય, તમારી ગમે તે યોગ્યતા હોય, તમે એવો વિચાર કર્યો છે કે તમને આ ઉંમર સુધી હેમખેમ પહોંચાડવા તમને તમારી સુખની વ્યાખ્યા પ્રમાણે જીવતા રાખવા માટે કેટલા લોકોએ જાણે અજાણે તમને મદદ કરી છે, લાગણી બતાવી છે, પ્રેમ પ્રગટ કર્યો છે. એ માબાપનો વિચાર કરો, એવા મિત્રો અને વડીલોનો અને શિક્ષકોનો વિચાર કરો. જે જે લોકોએ તમારું જીવન ઘડવામાં મદદ કરી છે. તમને સમૃધ્ધિને ટોચે પહોંચાડયા છે. તમને જ્ઞાાન આપ્યું છે. તમને છૂટેહાથે લાગણી આપી છે. એવા લોકોને યાદ કરો. જેમણે કશી પણ અપેક્ષા વગર તમને પ્રેમ કર્યો છે. તમારા જીવન ઘડતરમાં ફાળો આપ્યો. નાના હતા ત્યારે અબુધ હતા. તમે બુધ્ધિશાળી બન્યા, સંપત્તિવાન બન્યા. આ સાંકળને ચાલુ રાખો. સૌ કોઈ નાના મોટા સૌ કોઈને માટે પ્રેમ લાગણી રાખો. સતત કામ કરતા રહો. દુનિયામાં દરેક પ્રકારના જ્ઞાાનનો સાગર છે. એ જ્ઞાાન તમને આપવા ઈચ્છતી અનેક વ્યક્તિઓ સમાજમાં છે તેમનું અનુકરણ કરો. શુધ્ધ દિલનો, અપેક્ષા વગરનો પ્રેમ બે વ્યક્તિને ફાયદા કરે છે. આપનારને અને લેનાર બન્નેને. ચેઈન રીએક્શન પ્રમાણે તમને જે પ્રેમ મળ્યો છે તે વહેંચશો તો તે વહેંચાતો જશે અને સારી દુનિયા રહેવા લાયક બનશે.
સુસાન ડફીના 'ધી ફ્લાવર' નામના પુસ્તકમાં આપેલ સુંદર વાત વાંચો અને અનુકરણ કરો. પવનના જોરથી હવામાંથી ઉડતું આવતું એક બીજ ખડક ઉપર પડયું. ત્યાં એક અતિ સુંદર છોડ બન્યો, જેણે હવાની સાથે ગેલ-મજા-મસ્તી કરતું સરસ મનોહારી રંગબેરંગી ફૂલ આપ્યું. હવાની સાથે નમતું, સૂર્યના તડકાનો આનંદ લેતું - વહેતા ઝરણામાંથી પાણી પીતું આ ફૂલ દરેક જોનારને આશ્ચર્યચકિત કરતું રહ્યું. આ ફૂલની જિંદગી ૨૪ કલાક માટે હોય કે વધારે તેની એને ચિંતા નથી. પોતાના અસ્તિત્ત્વની ચિંતા કર્યા વગર પોતાને પરમેશ્વરે આ જગતમાં આનંદ કરવા અને આનંદ અને પ્રેમ આપવા મોકલ્યું છે. ફક્ત એક જ ખ્યાલ રાખીને ફક્ત નિર્ભેળ આનંદ ઉઠાવતું રહ્યું. જે પરમેશ્વરે તેને જન્મ આપ્યો તેના કહ્યા પ્રમાણે ખૂલ્યું અને ખીલતું રહ્યું. કદાચ તેના જીવન દરમ્યાન પરમેશ્વર સિવાય કોઈ માનવીએ એને જોયું નથી એની દરકાર કદાપિ કરી નથી. પોતાની શોભાના વખાણ કર્યા નથી, ફક્ત આનંદ લૂંટાવવા અને વહેંચવા જ જન્મ થયો છે તે ફૂલને અનુસરો.''
આ જીવનનો અર્થ શું છે એ જાણવા પ્રખ્યાત ડોક્ટર રશેલ રેમનના નિયમોનું પાલન કરો અને જીવન જીવી જાણો.
૧. દુનિયામાં રહેલા અગાધ જ્ઞાાન સાગરમાંથી 'યેન કેન પ્રકારેણ્ય' જેટલું લૂંટાય તેટલું લૂંટો (જ્ઞાાન વધારો). પહેલાના જમાના કરતાં અત્યારે તમારી પાસે જ્ઞાાન મેળવવાના ઘણા રસ્તા છે. જ્ઞાાની પુરુષોને મળો - તેમનાં પ્રવચનો સાંભળો - પુસ્તકો વાંચો. સી.ડી., ટેપનો ઉપયોગ કરો. ઈન્ટરનેટનો ઉપયોગ કરો અને તમારા મગજને જ્ઞાાનસમૃદ્ધ કરો.
૨. જ્ઞાાન મેળવવાના માધ્યમ તમારા શરીરની કાળજી લો. એક નિયમ બનાવો, એક પણ દિવસ શારીરિક શ્રમ કે કસરત વગર ના જાય તેનો ખ્યાલ રાખો. ગમે તે ઉંમરે શરૃ કરેલી કસરત તમને શારીરિક અને માનસિક રીતે સમૃધ્ધ બનાવશે.
૩. તમારા જીવનમાં થઈ ગયેલી - થઈ રહેલી અને હવે પછી થવાની છે તે બધી ગતિવિધિઓ માટે મક્કમ મન બનાવી થઈ ગયેલી વાતો માટે મનને અશાંત ના બનાવો. આ જ રીતે હવે થવાની છે તે ગતિવિધિઓથી ડરશો નહીં. જે થવાનું છે તે સારું જ થવાનું છે એવો દ્રઢ નિશ્ચય મનમાં રાખી તેને સ્વીકારી લેવાની તૈયારી રાખો. અત્યારે તમારા રોજીંદા જીવનમાં બની રહેલી બાબતો કે વાતો પરમેશ્વરની પ્રસાદી છે. તેનાથી થોડા પણ ગભરાશો નહી.
૪. જિંદગીનો અર્થ છે તમારા મનની સમૃધ્ધિ. તમારું શરીર અને તેને મળતી સુવિધા તે તમારા સુખનું માપ નથી. એના સાથે પાંચે ઈન્દ્રિયો આંખ-નાક-કાન-જીભ અને ત્વચાને જે આનંદ થાય તેનો ફક્ત શરીરને લાભ ના આપો. મનને પણ એ આનંદમાં ભાગ આપો. દા.ત. તમને તાવ આવ્યો, તમારા શરીર પર એની અસર થઈ. શરીર અસ્વસ્થ થયું. તે વખતે મનને પણ અસ્વસ્થ ના બનાવો. મનને મજબુત બનાવી દરેક બનાવને હકારાત્મક અભિગમથી જોતા શીખો. શરીર આનંદથી ખુશ થાય (નાચે) ત્યારે તો મન પણ આનંદમાં નાચશે પણ શરીરનું દુખ જે તમે અનુભવો છો તેને એકથી સો સુધીના માપમાં માપી લો. રસ્તામાં જતાં બેધ્યાનમાં ઠોકર વાગી શરીરને કાંઈ નુકશાન નથી થયું તો 'હાય-હાય', પડી ગઈ હોત અને માથું ફૂટી ગયું હોત કે પગ ભાંગી ગયો હોત, તેવો અશુભ વિચાર ના કરો. આવા દુઃખમાંથી બચી ગયા માટે મનોમન પ્રભુનો પાડ માનો. કદાચ વાગ્યું હોય તો તેનું દુખ પાંચ ટકા હોય તેને પચાસ ટકા ના બનાવો. મનને મજબુત રાખો.
૫. દલાઈ લામાએ 'પેરા બોલા' મેગેઝીનમાં પણ જણાવ્યું છે કે - ''આ જીવનનો અર્થ છે બીજાની સેવા કરો. બીજાને લાગણી અને પ્રેમ આપો. આ દ્રષ્ટિ રાખશો તો પરમેશ્વરે તમને આપેલી દરેક ''તમને ના ગમતી મુશ્કેલ પરિસ્થિતિને તમે 'પરમેશ્વરે તમને આપેલી તક'માં બદલી શકશો.
૬. ''લવ-મેડીસીન એન્ડ મીરેકલ્સ'' નામના પુસ્તકના પ્રખ્યાત લેખક ડૉ. બર્ની સેગલે લખેલી હૈયા સોંસરવી નીકળી જાય તેવી વાત વાંચો. તેમના એક મિત્રના પત્ની અસાધ્ય બિમારીથી ગુજરી ગયા ત્યારે તે મિત્રને કહ્યું કે ''જીંદગીનો (જીવનનો) અર્થ તમારા મનને, તમારી ચેતનાને સમૃધ્ધ કરવાનો છે. શરીર છે. દુખ પડવાનું છે અને આ દુખને સહન કરવાનો અને દૂર કરવાનો તમારી પાસે એક જ રસ્તો છે. મનને શાંત રાખવાનો.'' દુનિયામાં રોજ કેટલાય લોકો કુદરતી રીતે કે એક્સીડંટથી કે રોગથી મરે છે. આ દુનિયામાં એમનું કાર્ય પૂરું થયું અને એ જતા રહ્યા. રોગમાંથી મુક્તિ મેળવવી અને આરામ થવો કે રોગથી મૃત્યુ થવું એ કુદરતી છે. ઈશ્વરને આધિન છે. મને જ કેમ આવું દુઃખ થયું કે મારી જ આવી દશા કેમ થઈ તેવી ફરીયાદ ના કરો.
૭. આજથી જ પ્રસન્નતાથી જીવતા રહેવાનો રસ્તો શોધી કાઢો. તમે આવું કદાપિ ના માનશો કે 'મારે જીવવું હશે ત્યાં સુધી જીવીશ અને મરવું હશે ત્યારે મારી જાતે મરી જઈશ' આ તમારા હાથમાં નથી, તમારા ઈષ્ટદેવના હાથમાં છે. માટે જીવવાનો કોઈ હેતુ શોધી કાઢો. ગમતું કામ કરો. કોઈની સેવા કરો.
૮. મનની પ્રસન્નતા જેવી કોઈ ચીજ દુનિયામાં નથી. પણ ખરા દિલથી હસો, ખૂબ હસો - મનને પ્રસન્નતાથી ભરી દો.
સારી કે ખરાબ બન્ને પ્રકારની પરિસ્થિતિને સ્વીકારી લો. મનમાંથી બધા જ પ્રકારની નકારાત્મક લાગણી કે ભાવને દૂર કરો. દરેક વસ્તુ-દરેક વ્યક્તિ સરસ છે, સુંદર છે એમ માનો. સદૈવ મનને સુખ અને આનંદમાં ડોલતું રાખો. - 'જીવનનો અર્થ આ છે'

0 comments:
Post a Comment