Pages

Subscribe:

Blogger templates

Thursday, 8 November 2012

કોઈપણ ઋતુમાં સતાવતો વ્યાધિ કાકડા

પ્રાચિન ભારતમાં રોગોનું પ્રમાણ ઘણું ઓછું હતું પરદેશીઓના આક્રમણ પછી રોગોનું પ્રમાણ વધ્યું. કારણો ઘણાં છે. ૧૮મી સદી આસપાસ બાળજન્મ પ્રમાણ વધ્યું અને રોગો વધ્યા હોવાથી મરણ પ્રમાણ પણ વધ્યું. હાલમાં મહિલાઓમાં કેળવણી પ્રમાણ વધ્યું છે. બાળઉછેર અંગેની સમજ અને જ્ઞાાન વધ્યા. છતાં બાળકોમાં નાના મોટા રોગો ચાલુ રહ્યા કારણ કે આપણને અનુકુળ હોય કે નહીં પણ પશ્ચિમી ફેશનનું અનુકરણ ચાલુ રાખ્યા જેથી કાકડા જેવા રોગોનું પ્રમાણ વધ્યું.

બાળકોને સામાન્ય રીતે કફજન્ય વ્યાધિઓ વિશેષ સતાવે છે કાકડા ગળાના ઉપરના ભાગે અને જીભના મૂળમાં બન્ને બાજુએ આવેલ છે. આ કાકડાને ચેપ લાગવાથી કે કફ ઉધરસ શરદી વધે એવા આહાર વિહારથી કાકડામાં સોજો આવે છે. એટલે કાકડા ઉપસી આવે છે. તીવ્ર અવસ્થામાં તાવ આવે, ગળામાં દુઃખે ઉધરસ અને શરદી સતાવે છે. તાવ વધારે હોય ગળામાં દુઃખાવો થતો હોય કે કંઈ ગળવાથી ગળામાં દુઃખતું હોય તો ચિકિત્સકની સલાહ લેવી. કાકડાની તીવ્ર અવસ્થામાં બાલાર્કટસ, શ્રૃંગ્યાદિ ચૂર્ણ ભેળવી બે થી ત્રણ વખત મધ અને તુલસીના રસ સાથે આપવું અને સાથે દશમૂલારિષ્ટ પાણી સાથે આપવાથી સારૃં થાય છે.

પરેજી નહીં પાળવાથી કે પુરતી ચિકિત્સા નહીં કરવાથી આ શાંત કાકડા ફરી વધે છે. આવું ચાલુ જ રહે છે. કાકડા તદ્ન નોર્મલ થતા નથી થોડા વધેલા રહે છે. આવા થોડા વધેલ થોડા સોજાવાળા કાકડાને જૂના કાકડા કહે છે. જૂના કાકડા તદ્ન સારા થઈ શકે છે. પણ હેત વહાલ કે બીજા કોઈ કારણસર જૂના કાકડાના દર્દી બાળકને આઈસ્ક્રીમ, કોલ્ડીંસ, ચીકાશવાળા ભારે પદાર્થો ચોકલેટ વગેરે આપવાથી શાંત જણાતા કાકડા ફરી ઉથલો મારી બાળકને પરેશાન કરી મુકે છે. જૂના કાકડાના દર્દી બાળકનો શારીરિક વિકાસ બરોબર થતો નથી. કેટલાક કેઈસમાં એવું પણ બને છે કે જૂના કાકડાના બાળક દર્દી યુવાનીમાં પણ આ રોગથી પીડાય છે. આ વ્યાધિનું પ્રમાણ બાળકોમાં વિશેષ જોવા મળે છે. અને યુવાન અને યુવતીઓને પણ થઈ શકે છે.

કાકડા (Tonsils) દરેકના શરીરમાં હોય છે. કાકડા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ગળા, નાક, કાનને રોગગ્રસ્ત કરતાં જીવાણુથી બચાવે છે. કાકડામાં સોજો આવવાથી તાવ, શરદી વિષે થાય છે. દર્દીને ઔષધો આપી, રોગમુક્ત કરવા જોઈએ. ઔષધની અસર થાય નહીં. પરેજી પાળવામાં આવે નહીં તો કાકડામાં સોજો વધે છે અને પસ પણ થાય છે. આવા ઔષધ સાધ્ય હોય નહીં એવા કાકડાનું ઓપરેશન કરવાનું આયુર્વેદમાં પણ બતાવ્યું છે. વાતવાત કાકડા કાઢી નાખવાનું વિચારવું બિલકુલ વ્યાજબી નથી, સોજો આવેલ કાકડાની યોગ્ય ચિકિત્સા નહીં કરવાથી રૃમેટિક, ફીવર, શરદી, ઉધરસ, શ્વાસ, ગળાનો સોજો, કાનમાં સોજો વગેરે રોગો કરે છે.
અવારનવાર પરેશાન કરતા કાકડાની પીડામાંથી કાયમી સારૃં કરવા, પરેજીમાં સખત થઈ આયુર્વેદ નિર્દોષ ઔષધો આપવાથી કાયમી સારૃં થાય છે. આઈસ્ક્રીમ ચોકલેટ વગેરે કફ વધારે એવો ખોરાક બંધ કરવો. જઠરાગ્નિ વધારવો. પાચક કફ, વધે નહીં એવો અને રોગપ્રતિકારક શક્તિ વધે એવો ખોરાક આપવો. આ વ્યાધિમાં કોગળા કરવાથી કે કાકડા પર લોશન લગાવવાથી કે બહારના ભાગમાં કાનના મૂળમાં લેપ લગાવવાથી તુરત જ અસર થાય છે. બહારના ભાગમાં કાનના મૂળમાં દશાંગ લેપ ગરમ પાણીમાં મેળવી, સવાર-સાંજ લગાવવાથી અને ઔષધો નિયમિત આપવાથી જલ્દી સારૃ થાય છે.

કાકડાના સોજામાં સિતોપલાદિ ચૂર્ણ, યષ્ટિમધુચુર્ણ, શુધ્ધ ટંકણ, બાલા કેટસ, લઘુવસંતમાલતી વગેરે ઔષધોમાંથી એક કે બે મેળવી મઘ અને તુલસીના રસ સાથે ઉંમર પ્રમાણે માત્રા આપવાથી સારૃં થાય છે. વ્રિફળા અને પંચવલ્કપનો કવાથ કરી, સવાર-સાંજ નિયમિત કોગળા કરવાથી જલ્દી લાભ થાય છે. બહારના ભાગમાં દશાંગલેપ, વજ, પંચવલ કુલ સરખે ભાગે લઈ, ગરમ પાણી સાથે મેળવી, ગળાના બહારના ભાગ કાન નીચે લગાવવું. આ વ્યાધિમાં રોગનું શમન થયા પછી દશમૂલારિષ્ટ લાબો સમય જમ્યા પછી નિયમિત આપવાથી કાકડા ફરીને થતાં નથી તેમજ શરીરનો વિકાસ થાય છે. અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. દશમૂલારિષ્ટ યુવાન યુવતી પણ લઈ શકે છે. તીવ્ર એસિડિટીના દર્દીએ સલાહ લઈ દશમૂલારિષ્ટ લેવો.

કાકડાના દર્દીને લીમડાના કુણા પાન કે જે કડવા હોતા નથી. આ પાન ૧૦ થી ૧૫ ચાવીને નિયમિત ખવરાવવાથી ફરીને કાકડા સતાવતા નથી. બાળકની ઉંમર પ્રમાણે બાળચાતુભદ્ર ચૂર્ણ અને હળદર, ૨ થી ૪ રતિ મઘ સાથે નિયમિત આપવાથી કાકડા થતા નથી થયા હોય તો બેસી જાય છે, શરદી, ઉધરસ મટે અને પાચન સુધરે છે.

- શાંતિભાઈ અગ્રાવત

0 comments:

Post a Comment