Pages

Subscribe:

Blogger templates

Saturday, 10 November 2012

સાયબર ક્રાઇમનો આતંક

સાયબર ક્રાઇમ એ ઇન્ટરનેટ ક્ષેત્રને ડરાવતું માઘ્યમ છે. ભારતમાં સાયબરક્રાઇમ છૂપો દુશ્મન બની ગયો છે. સાયબર ક્રાઇમના વિવિધ કેસો બને છે તે પૈકી ઘણાં ઓછા નોંધાય છે. સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલાને તાત્કાલીક પકડી શકાતા નથી. ઘણીવાર એવું બને છે કે સાઇબર ક્રાઇમ કરનારાઓ અન્ય દેશમાં સર્વર રાખીને તપાસ અધિકારીઓને ભૂલભૂલામણી તરફ ખેંચી જાય છે. ભારતમાં સાયબર ક્રીમીનલ્સે વિવિધ સિસ્ટમ દ્વારા ૪૨ મિલિયન ભારતીયોને સપડાવ્યા હતા. જેના કારણે ભારતીયોને ૮ અબજ ડોલરનો સીધો નાણાંકીય ફટકો પડ્યો છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક સાયબર ક્રાઇમ રિપોર્ટ પ્રમાણેના આંકડા અહીં સમાવાયા છે. ૨૪ દેશોમાંના સાયબર ક્રાઇમનો અભ્યાસ કરાયો હતો. સામાન્ય ગ્રાહકો અને મોટી કંપનીઓ પરના સાયબર ક્રાઇમના કારણે વિશ્વમાં ૧૧૦ અબજ ડોલરનો ફટકો પડ્યો છે. આ પૈકીની અડધો અડધ રકમનો પુખ્ત વયના ઇન્ટરનેટ વપરાશકારોએ ગુમાવી છે.

આ અભ્યાસ પરથી એમ જાણવા મળ્યું છે કે, સૌથી વઘુ સાયબર ક્રાઇમ (૯૨ ટકા) રશિયામાં જોવા મળે છે, ૮૪ ટકા સાથે ચીન બીજા નંબરે છે. જ્યારે ૮૦ ટકા સાથે સાઉથ આફ્રિકા ત્રીજા નંબરે છે. ભારતની વાત કરીએ તો અહીં બેતૃતિયાંશ જેટલા પુખ્તવયના ઇન્ટરનેટ વપરાશકારો સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે. છેલ્લા ૧૨ મહિનામાં ભારતના ૫૬ ટકા જેટલા પુખ્ત વયના ઇન્ટરનેટ વપરાશકારો સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે.
સાયબર ક્રાઇમ કરનાર વારંવાર તેમનો ત્રાટકવાનો માર્ગ બદલે છે. હવે તેમણે સોશ્યલ નેટવર્કંિગ અને વધતા જતા મોબાઇલ વપરાશને ટાર્ગેટ બનાવ્યું છે. આ બંને ટ્રેક પર વપરાશકારો સિક્યોરિટી અંગે બહુુ ખાસ ઘ્યાન આપતા નથી.
સોશ્યલ નેટવર્કંિગનો ઉપયોગ કરનાર પૈકી પાંચમા ભાગના લોકો પોતાની પ્રોફાઇલ ચોરાઈ હોવાની શંકા વ્યક્ત કરી છે. આવી શંકા વ્યક્ત કરનારાઓ પૈકી ૧૫ ટકા લોકો સાયબર ક્રિમીનલ્સની ઝપટમાં આવી ગયા હોય છે. મોબાઇલ વપરાશકારો પૈકી ૪૪ ટકા લોકોને લોટરી જીત્યા બાબતના ટેકસ્ટનો મેસેજ આવે છે. આ બધા હેકીંગનો એક ભાગ હોય છે.
હેકીંગની નાની ઘટનાઓ તો ઇન્ટરનેટ વપરાશકારોને ખબર પણ પડી નથી. ઇન્ટરનેટ ટેકનોલોજી ૯૦ ટકા વપરાશકારોને ખબર પડતી નથી જેનો લાભ સાયબર ક્રિમીનલ્સ ઉઠાવે છે.
સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલાઓ વિવિધ રીતે સર્ફીંગ કરનારને ફસાવે છે. લોટરીની ટિકિટથી માંડીને સંપત્તિમાં ભાગીદાર બનાવવાથી માંડીને ગાડી કે આઇ-પેડ ઇનામમાં લાગ્યું છે એવી જાહેરાતો આપીને ખેંચે છે. સર્ફીંગ કરનારની એક જલક તેમને ફસાવી દે છે.
માથાકૂટથી ભરેલું રેલવે રીઝર્વેશન
રેલવે માટે બુકીંગ કરાવનારાઓને ખ્યાલ છે કે ૈબાિબ સાઈટ સાવ ખોડંગાતી છે. કોઈ લોકલ ટ્રેન ચાલતી હોય એટલી સ્પીડે તે ચાલે છે. તત્કાળ બુકીંગની સવલતનો ઉપયોગ કરીને તેનો ઉપયોગ કરવા ઈચ્છનારે માથું કૂટવાનો વારો આવે છે. સાઈટ એટલી સ્લો ખુલે છે કે ત્યાં સુધીમાં તત્કાળનો ક્વોટા ખલાસ થઈ જાય છે. ઓનલાઈન રીઝર્વેશનની સિસ્ટમ રેલવે પ્રવાસ કરનારાઓ માટે આશિર્વાદ સમાન છે પણ તે ખોડંગાતી ચાલે તો તેનો કોઈ અર્થ નથી. એમ લાગી રહ્યું છે કે રેલવેમાં ચાલતા કોઈ રાજકારણનો ભોગ આ સાઈટ બનતી હોય તેમ લાગે છે. જો ઓનલાઈન તત્કાળ બુકીંગ સ્પીડમાં થાય તો ટીકીટોમાં કૌભાંડ કરનારાઓ ખોટમાં જાય એમ છે. પરંતુ આ ટીકીટ આપનારાઓ અને રાજકારણીઓ વચ્ચે સાંઠ-ગાંઠ હોય એમ દેખાઈ આવે છે. ગમે તે હોય પણ ઈન્ટરનેટનો ઉપયોગ રેલવેમાં ગ્રાહકને સવલત આપવા થતો નથી એ દેખાઈ રહ્યું છે.

સાથે સાથે...

- જેમ્સ બોન્ડની નવી ફિલ્મ સ્કાયફોલના પ્રમોશન માટે બનાવેલી વિડિયો ુયુ-ટ્યુબ પર સૌથી વઘુ જોવાયો છે તેનું નામ ર્ભંીડીર્િ છે.

- એક્ટર નિક ઓફરમેનના મૂછો કેમ ઉગાડવાના સૂચનો કરતો વિડિયો પણ ખૂબ જોવાય છે.

- તમે હવામાં કેમેરો ઉછાળો ત્યારે પિક્ચર લઈ શકે તેવી એપ્લિકેશન ઉપયોગી બની છે તે ારર્િુસી છે.

- પ્રધાનમંડળના ફેરફારને ટ્‌વીટર પર સૌથી વઘુ કોમેન્ટો મળી હતી.

0 comments:

Post a Comment