Pages

Subscribe:

Blogger templates

Monday, 3 December 2012

ફાઈલ ફોર્મેટની સમસ્યા

તમને કોઈ તમારા ઈ-મેલ આઈડી પર ફાઈલ મોકલે છે ત્યારે ઘણીવાર તમે તેને ખોલી શકતા નથી. આ ફાઈલ ખોલતું શોફટવેર તમારા કોમ્પ્યુટરમાં ના હોવાથી આમ થાય છે. એટલે તમે સામાવાળાને તમારા કોમ્પ્યુટરમાં ઉપલબ્ધ હોય એવા ફોર્મેટમાં ફાઇલ મોકલવાનું કહો છો. ફાઈલ કેમ ના ખુલે અને નવું ફોર્મેટ મોકલવા પર બંને પક્ષે વિવાદો થતા સૌએ જોયા છે. સામાન્ય રીતે મ્યુઝીકની ફાઈલમાં આવી સ્થિતિ વધુ થાય છે. અન્ય કોઈ ફાર્મેટમાં આવી ફાઈલો ચાલતી નથી. આવા સંજોગોમાં નેટ પર બેસનાર અકળાઈ જાય છે. જ્યારે આવી સ્થિતિ થાય ત્યારે ઑનલાઈન કન્વર્ટનો ઉપયોગ કરવાની નિષ્ણાતો સલાહ આપે છે. આ વેબસાઈટ પરથી મનપસંદ ઓનલાઈન ફોર્મેટ મેળવી શકાય છે. ઈમેજ અને વીડીયો ફોર્મેટ પણ બદલી શકાય છે. હવે જ્યારે તમારા કોમ્પ્યુટર પર કોઈ ફાઈલ ના ખુલે તો www.online-convert.com નો ઉપયોગ જરૃર કરો.

0 comments:

Post a Comment