'ટ્વીટર' જેવા માઇક્રો બ્લોગીંગ માધ્યમ પર નવા આવનારા આખો દિવસ બેસી રહે છે. નાની વાતોમાં અર્થવિહીન ટ્વીટ કરતો મોટો વર્ગ છે. ટ્વીટરના વિશાળ ફલક પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરનારા અને અર્થવિહીન લખનારો મોટો વર્ગ છે. તાજેતરમાં દિલ્હીમાં પાંચ વર્ષની બાળા પરના બળાત્કારના વિરોધમાં મીણબત્તી સાથે હજારો લોકો સરઘસમાં જોડાયા હતા. એક જણાએ બળાત્કારની ઘટના અંગે ખેદ વ્યક્ત કરવાના બદલે એમ ટ્વીટ કર્યું હતું કે મીણબત્તીનો ધંધો કરવા જેવો છે. અભદ્ર ટ્વીટનો ભોગ સેલિબ્રીટી પણ બનતા હોય છે. આવી અભદ્ર ટ્વીટ સમાન ઓપિનીયન અટકાવવા કેટલીક વેબસાઇટો પ્રયાસ પણ કરે છે. આવા ઓપિનીયન અપમાનજનક ના બને એટલે સાઇટના એડીટર તેને એપ્રુવ કરે પછી જ તે સ્ક્રીન પર જોવા મળે છે.
ટ્વીટર પર અભદ્ર ટ્વીટનો અનુભવ તો ઘણાંને થાય છે. આવી અભદ્ર ટ્વીટ સામે કશું થઇ શકતું નથી. તાજેતરમાં પત્રકાર રાજદીપ સરદેસાઈને આવા અભદ્ર ટ્વીટનો સામનો કરવો પડયો હતો. રાજદીપ એ ઈન્ટરનેટ પર સન્માનીય વ્યક્તિઓમાં આવે છે પરંતુ અભદ્ર ટ્વીટથી તે ખૂબ નારાજ થયા હતા. રાજદીપ સરદેસાઈએ વ્યથિત થઇને છેલ્લી ટ્વીટ કરી હતી કે ''ટાઇમ ટુ સ્વીચ-ઑફ''. જોકે તે સમાચાર માધ્યમો અને ટીવી સાથે સંકળાયેલા રહેશે પણ 'ટ્વીટર' પર નહીં!!
Saturday, 4 May 2013
Subscribe to:
Post Comments (Atom)
Labels
- Scientists (2)
- અગોચર વિશ્વ (13)
- ડિસ્કવરી (3)
- નેટોલોજી (34)
- ફિટનેસ (7)
- ફ્યુચર સાયન્સ (9)
- સ્વસ્થવૃત્ત (4)
- હેલ્થ ટીટબીટ્સ (2)



0 comments:
Post a Comment