Pages

Subscribe:

Blogger templates

Saturday, 4 May 2013

ઈન્ટરનેટ બેન્કિંગમાં હેકર્સનો મારો વધ્યો

ઈન્ટરનેટ બેન્કિંગ આમ તો ઘરબેઠા રૃપિયા ટ્રાન્ઝેક્ટ સિસ્ટમ છે પરંતુ હેકર્સ માટે પણ તે સુવિધાવાળું બની રહ્યું છે. બેન્કિંગ સિસ્ટમમાં ટ્રાન્ઝેક્શન બાબતે બેન્કો તરફથી ખુબ સાવચેતી રાખવામાં આવે છે. ગ્રાહકોને પણ સાવચેતી રાખવા જણાવવામાં આવે છે પરંતુ હેકર્સ વધુ સ્માર્ટ બની રહ્યા છે. આપણે ત્યાં ચોરનારની ચાર આંખ એમ કહેવાય છે પરંતુ હેકર્સ માટે ચોરનારના ચાર બ્રેન એમ કહેવાની જરૃર છે.


ઓનલાઈન બેંક ટ્રાન્ઝેક્શનમાં હેકર્સ ગમે ત્યારે ત્રાટકી શકે છે. આ હેકર્સ ધીરજપૂર્વક આગળ વધે છે. ટ્રાન્ઝેક્શન કરનાર ક્યારે ગફલત કરે છે તેની રાહ જોઈએ તે બેઠા હોય છે. આવા હેકર્સ સ્ટેપ વાઈઝ આગળ વધે છે. જેમ કે શરૃઆતમાં સ્પામ મેલનો મારો ચલાવે છે; પછી તેમાં સપડાનારાઓના કોમ્પ્યુટર પર કાબુ જમાવે છે. ત્યારબાદ તો ઑનલાઈન ટ્રાન્ઝેક્શનની રાહ જોતા બેઠા હોય છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરનાર ગમે એટલી તકેદારી રાખે તો પણ હેકર્સ તેને એક યા બીજી રીતે છેતરપીંડીમાં ફસાવે છે.

0 comments:

Post a Comment