Pages

Subscribe:

Blogger templates

Saturday, 4 May 2013

ક્રેડીટ કાર્ડની સમસ્યા

ક્રેડીટ કાર્ડ ઈસ્યુ કરતી બેંકોની સંખ્યા વધતી ગઈ છે. આ લોકો ક્રેડીટ કાર્ડ ફાળવે છે પણ તેની સુરક્ષા ફાળવી શકતા નથી. જો તમે ક્રેડીટ કાર્ડનો ઓનલાઈન સામાન્ય ઉપયોગ કરતા હો જેમ કે માત્ર રેલવે બુકીંગ કરતા હો તો પણ તમારે સાવચેત રહેવું પડે છે. દેશની મોટી ગણાતી બેંકોના ક્રેડીટ કાર્ડ એકાઉન્ટમાંથી ગ્રાહકોની જાણ બહાર ટ્રાન્ઝેક્શન થાય છે. ગ્રાહકોની ફરીયાદ અંગે આ બેંકો કોઈ સિસ્ટમ રાખતી નથી. બેંકો ફરીયાદી ગ્રાહકને એવી સૂચના આપે છે કે ઓનલાઈન ડીસપ્યુટ ફોર્મ છે તે ભરીને મોકલી આપો. ત્યારબાદ ગ્રાહક પાંચ-છ રીમાઈન્ડર કરે છે પણ તપાસ ચાલુ છે એમ જણાવાય છે. અંતે બેંક ગ્રાહકને જણાવે છે કે તમારી ફરીયાદને ૩૭૦ દિવસ થઈ ગયા છે માટે ફરીયાદ ફાઈલ કરાઈ છે.


ઈન્ટરનેટ દ્વારા ગ્રાહકની જાણ બહાર થતા ક્રેડીટ કાર્ડ ટ્રાન્ઝેક્શન માટે કાર્ડ ઈશ્યુ કરતી બેંકો જવાબદાર છે. પરંતુ આ બેંકો પાસે તેનો કોઈ ઉકેલ નથી હોતો. જેમ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં છેતરપીંડી થાય છે એમ ક્રેડીટ કાર્ડમાં થાય છે...

પોર્નાગ્રાફીનો રાફડો ફાટયો છે...

ઈન્ટરનેટ પર પોર્નોગ્રાફીનો રાફડો ફાટયો છે. કોઈપણ વેબસાઈટમાં આવી પોર્નોગ્રાફી મોટા પ્રમાણમાં જોવા મળે છે. કોઈ ડેટીંગ સાઈટ હોય છે તો કોઈ ફ્રેન્ડશીપ સાઈટ હોય છે તો કોઈ સીંગલ્સ માટેની સાઈટ હોય છે. ઈન્ટરનેટ પર સર્ફીંગ કરનારાઓને આકર્ષવા ચીન અને રશિયાની વેબસાઈટોએ પોર્નોગ્રાફીનો મારો ચલાવ્યો છે. ઈન્ટરનેટની આ નેગેટીવ બાજુ છે. આવી સાઈટ જોયા કરવાથી યુવાવર્ગ વિકૃત માનસ ધરાવતો બને છે. દિલ્હીમાં પાંચ વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના અંગે જે વિરોધ વંટોળ ચાલે છે તેમાં બળાત્કારીઓ પોર્નોગ્રાફી જોઈને વિકૃતિ ઠાલવતા હતા. ઈન્ટરનેટ પર સૌથી વધુ જોવાતું યુ-ટયુબનું માધ્યમ પણ પોર્નોગ્રાફીના સેન્ટર સમાન બની ગયું છે.

0 comments:

Post a Comment