Pages

Subscribe:

Blogger templates

Saturday, 4 May 2013

આંકડાની જાળમાં ફસાઈ જવાનું છોડો

દરેક વ્યક્તિ (સ્ત્રી હોય કે પુરુષના જીવનમાં દરેક ક્ષેત્રે આંકડા જ આંકડા છે. સામાન્ય વ્યક્તિ મુંઝાઈ જાય તેટલી હદે તે આંકડાનો ગુલામ થઈ ગયો છે. હું શેર બજારના આંકડાની વાત નથી કરતો કે નથી તમારી ગાડીના નંબર કે ઈન્સ્યોરન્સની પોલીસીના નંબરની. આજે મારે તમને તમારી તંદુરસ્તીને ખતરામાં મુકે તે બધા જ આંકડાની વાત કરવી છે. તમારી ઉંચાઈ સાથે વજનના સંબંધના આંકડાની, તમારા નોર્મલ અને એબનોર્મલ રીડીંગ તમારા લીવરના હોય કે કીડનીના, તમારા બ્લડસુગરના હોય કે કોલેસ્ટ્રોલના આંકડા. કેટલું હિમોગ્લોબીન નોર્મલ ગણાય. ક્યાં આંકડા જોખમકારક ગણાય. આ બધું તમને સમજાવવાનું છે. આંકડાની જાળમાં ફસાઈ જવાનું તમને પાલવે નહીં. તમારા શરીરની અંદરની વારંવાર બદલતી પરિસ્થિતિ, તમારી જાતી (સ્ત્રીપુરુષ), તમારી ઉંમર, તમારી શારીરિક અને માનસિક પરિસ્થિતિ તમારી જીવન પ્રત્યેની દૃષ્ટિ કેવી છે. હકારાત્મક કે નકારાત્મક તમારી દિનચર્ચા, શારીરિક પ્રવૃત્તિ કેટલી કેવી અન કેટલા સમયની છે. આ બધા ઉપર આ બધા આંકડાનો આધાર છે.


અહીં એક બે મુળ અગત્યની વાત યાદ રાખો. આ બધા આંકડા બાબત તેની વધઘટ ઉપર તેના ફેરફાર ઉપર કેટલાં બધાં પરિબળોનો આધાર છે તે ખબર ના હોય તો તમે તમારો ગમતો અર્થ કાઢવાના ખરુંને? મેડીસીન કે મેડીકલ શાસ્ત્રનો એક પણ વિષય તમારા જ્ઞાાનની બહાર છે માટે આ એક વાત કાયમ યાદ રાખો કે હવે પછી જે વાત તમને જણાવું છું ેતે ધ્યાનથી વાંચજો. આંકડા વધારે હોય તો તમારું મૃત્યુ નજીક છે એવું માનવાની જરૃર નથી. અમેરિકા અને ઈંગ્લેન્ડમાં કોઈ પણ બિમાર વ્યક્તિના રિપોર્ટ તેના કે તેની સગાના હાથમાં નથી આપતા. આપણા દેશમાં આવું નથી. એટલે તમે કોઈપણ રીપોર્ટની ગંભીરતા જ વધારે અગત્યની માનો છો. આવું કરવાની જરૃર નથી.

તમારા સીબીસીના રીપોર્ટમાં રક્તકણનું પ્રમાણ ૪.૫ મીલીઅનથી ૬.૫ મીલીઅન પર ક્યુબીક મીલીમીટર હોવું જોઈએ. આગળ જણાવેલ એનીમીઆમાં આ પ્રમાણ ઓછું થાય. તમારા રક્તકણ અને હિમોગ્લોબીનનું પ્રમાણ જેટલું સારું એટલી તમારી ઈમ્યુનીટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ સારી. સીબીસીના રીપોર્ટમાં જે પ્લેટલેટ કાઉન્ટ છે તે ૧૫૦,૦૦૦થી ૪૫૦,૦૦૦ હોવું જોઈએ. તમારા સફેદ કણનું પ્રમાણ ૪૦૦૦થી ૧૦૦૦૦ ક્યુ.મી.લી. હોવું જોઈએ. સફેદ કણનું પ્રમાણ ૧૦થી ૨૫૦૦૦ સુધી સામાન્ય ચેપીરોગોમાં હોય જો આ પ્રમાણ ૫૦,૦૦૦ કે તેથી વધારે હોય. તો તે લોહીના કેન્સરને લીધે (લ્યુકેમીઆ) હોય.


૧. બી.એમ.આઈ.ઃ તમારા વજન અને ઉંચાઈના માપ ઉપરથી બી.એ.આઈ. નક્કી થાય છે. જુના વખતમાં ઉંચાઈ અને વજનના કોઠા (ટેબલ) સ્ત્રીપુરુષ માટે જુદા હતા. પછી નવી રીત આવી. પુરુષમાં જેટલી ઈંચમાં ઉંચાઈ એટલા કિલોગ્રામ વજન નોર્મલ અને સ્ત્રીઓમાં ઈંચમા ઉંચાઈ હોય તેમાંથી ૧૦ બાદ કરીએ તો નોર્મલ ગણવામાં આવતું હતું. હવે આ છેલ્લી બોડી માસ ઈન્ડેક્ષ ઉપરથી વ્યક્તિની ફીટનેસ નક્કી કરવામાં આવે છે. સમાજની દરેક વ્યક્તિએ (સ્ત્રી-પુરુષ) પોતાનું બીએમઆઈ જણવું ખૂબ જરૃરી છે. એક વ્યક્તિનું વજન ૮૦ કિલો છે અને ઉંચાઈ ૧.૮ મીટર્સ (છ ફૂટ) છે તો ૮૦ (૬.૮)૨ = ૮૦ ૩.૨૪ = ૨૪.૬ આ વ્યક્તિનું બીએમઆઈ.

બીએમઆઈની નોર્મલ રેન્જ ૧૮.૫ થી ૨૪.૯ છે. ૧૮.૫થી ઓછું હોય તો તે વ્યક્તિ બહુ દુબળી કહેવાય અને ૨૯.૯ હોય તો વજન વધારે કહેવાય અને આ વખતે આ વ્યક્તિએ પોતાનું બીપી અને ડાયાબીટીસનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. ભલે કોઈપણ લક્ષણ ના હોય છતાં જો તમને ડાયાબીટીસ કે બીપી અથવા બન્ને નીકળે તો કસરતનો કાર્યક્રમ બનાવી તમારું બીએમઆઈ ૨૪થી નીચે લાવવા પ્રયત્ન કરવો જોઈએ. જો તમારું બીએમઆઈ ૩૦ કે તેથી વધારે હોય તો ભગવાન તમને બચાવે. બીએમઆઈનો આંકડો તમારી તંદુરસ્તીનું માપ છે. તેનો તમારી ઉંમર, જાતી ઉપર આધાર છે. તમારું વજન તે તમારા સ્નાયુ અને ચરબીથી બનેલું છે. કોઇંક વાર એવું બને કે કસરત કરનારી વ્યક્તિને સ્નાયુ વધારે અને ફેટ ઓછી હોય છતાં વજન વધારે હોવાને કારણે તેનો બીએમઆઈ ૨૫ કે તેથી વધારે હોઈ શકે. જ્યારે બીએમઆઈ ૨૪થી વધારે હોય ત્યારે ઉપર જણાવેલ બે રોગ બીપી અને ડાયાબીટીસ સિવાય તમને હાર્ટએટેક આવી શકે. બ્રેઈન સ્ટ્રોક આવી શકે તે ઉપરાંત તમારા લોહીમા કુલ કોલેસ્ટ્રોલ, એલડીએલ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લીસીસાઈડઝ વધે અને ગોલ બ્લેડરનો રોગ થાય.

૨. લોહીની તપાસ કેટલી જાતની અને તેનો તંદુરસ્તી સાથે સંબંધ

 ખાસ યાદ રાખો કે તમે ૨૫ વર્ષ કે તેથી વધારે ઉંમરના થયા હો તો દર વર્ષે લોહીનું લેબોરેટરી ટેસ્ટીંગ કરવું જોઈએ. તમને રીપોર્ટ અને તેની સાથે તમારા તંદુરસ્તીનો સંબંધ ખબર હોય તો ડોક્ટરને ત્યાં જવાની જરૃર છે કે નહીં તે તમારી જાતે જાણી શકો. અત્યારની પરિસ્થિતિ એવી છે કે પહેલા તમને નાની મોટી શારીરિક તકલીફ થાય કે તરત ડોક્ટર પાસે દોડો અને તે તમને તપાસે કે ન તપાસે પણ તમને લોહીને-એક્ષરેની તપાસ કરી આવવાનું કહે. આમાં ખર્ચ ઘણો થાય જે સામાન્ય વ્યક્તિને પરવડે નહીં. તમારે શું કરવાનું છે તે પણ જાણી લો. સરકારે માન્ય કરેલી (એક્રેડીટેડ) લેબોરેટરીમાં જઈને આટલી જ તપાસ કરાવો..

૧. સીબીસી (કમ્પ્લીટ બ્લડકાઉન્ટ અથવા હિમોગ્રામ) વીથ ઈએસઆર

આ તપાસમાં હિમોગ્લોબીનનું પ્રમાણ આદર્શ રીતે પુરુષોમાં ૧૪.૦ ગ્રામ (૧૦૦%) થી ૧૫.૦ (૧૦૫%) અને સ્ત્રીઓમાં ૧૩.૦ ગ્રામ (૯૧%) થી ૧૪.૦ ગ્રામ (૧૦૦%) હોવું જોઈએ. આ પ્રમાણ ૧૧.૦૦ ગ્રામ (૭૭%) કે તેથી ઓછું હોય તો તમારે હિમોગ્લોબીન (હિમ-લોહ આયર્ન અને ગ્લોબીન-પ્રોટીન) વધારવું જોઈએ. આયર્ન તમને બધા લીલ શાકભાજી (પાલક, કાકડી, ટમેટા, ગાજર, બીટ)માંથી મળે અને ગ્લોબીન (પ્રોટીન) તમને દૂધ, દહીં, અનાજ, કઠોળમાંથી મુખ્યત્વે મળે. જે ૫૦થી ૬૦ ગ્રામ લેવું જોઈએ. લોહી ઓછું થવાના કારણોમાં સ્ત્રીઓમાં માસિકધર્મ વખતે વધારે લોહી જાય. મોટી ઉંમરના સ્ત્રી પુરુષોમાં હરસમસા કે ભગંદરની બિમારી હોય, મોટી ઉંમરની સ્ત્રીઓમાં ગર્ભાશયનું કેન્સર હોય ત્યારે પણ લોહી વહી જાય. આ બધા કારણો સામાન્ય છે પણ ૮૦ ટકા કિસ્સામાં લોહીનું પ્રમાણ ઓછું હોવા (એનીમીસી)માં ખોરાકમાં લોહતત્વ (આયર્ન) અને પ્રોટીનની ખામી જેને ન્યુટ્રીશન (પોષક તત્ત્વો)ની ખામીને કારણે લોહી ઓછું હોય છે. એનીમીઆના લક્ષણો શરીર ફીકુ પડી જવું. થાક લાગવો, ખૂબ અશક્તી લાગવી, આંખો બળવી અને ધીરે ધીરે કોઈ પ્રકારના ચેપ લાગવા જેવા કે શરદી, ઉધરસને કારણે તાવ, ન્યુમોનીઆ, ફ્લુ અને ફેફસાનો ટીબી કે કેન્સરની શક્યતા ગણાય. ઈએસઆરના રીડીંગ માટે પણ યાદ રાખો કે પહેલા કલાકનું ૨૫ એમએલની અંદર અને બીજા કલાકનું રીડીંગ ૫૦ એમએલની અંદર હોય તો ચિંતા ના કરશો કારણ કે તે તમારું લોહી ઓછું હોવાના કારણો છે. જો રીડીંગ ૧૦૦ એમએમ કે વધારે હોય તો ટીબી કેન્સર કે બીજી કોઈ ગંભીર બીમારી છે એમ જાણશો અને તરત ડોક્ટરને મળવશો.

૩. લોહીમાં સાકરની તપાસ જેનાથી ડાયાબીટીસ છે કે નહી તે નક્કી થાય

આ તપાસમાં ભૂખ્યા પેટે (૮થી ૧૦ કલાક) અને જમી લીધા પછી બે કલાકે લોહીની તપાસ કરવામં આવે છે. ભૂખ્યા પેટેનું રીડીંગ અલગ અલગ લેબોરેટરીમાં જુદું હોય છે. સ્ટેન્ડર્ડ રીડીંગ ૬૦થી ૯૦ મી.ગ્રામ ૧૦૦ / મીલી અને જમ્યા પછી ૧૩૦ મીગ્રામ/૧૦૦ એસએલ હોવું જોઈએ. પ્રથમવાર તપાસમાં કરાવો ત્યારે ભૂખ્યાપેટે ૧૦ કે ૨૦ મી.ગ્રામ (૧૦૦કે ૧૨૦ મીગ્રામ/૧૦૦એમએલ) વધારે હોય તો તરત તમારી જાતે ડાયાબીટીસ થયો એમ માની ડોક્ટર પાસે દોડી ના જશો. આગળ જણાવ્યું તે પ્રમાણે જો તમારું બીએમઆઈ ૨૪થી વધારે હશે તો લક્ષણ નહીં હોય તો પણ તમને ડાયાબીટીસ થશે. રીડીંગ નોર્મલ કરતાં વધારે આવ્યું તો થોડી કસરત અને થોડું ડાયેટીંગ (ખાસ કરીને ખાડ ઓછી અને ચરબી ઓછી કરશો) કરી બે મહિના પછી ફરી ઉપરની તપાસ કરાવશો. તમારી જાતે બ્લડસુગરના મશીન લાવી અને વારંવારે તપાસ ના કરાવશો. વારસાગત ડાયાબીટીસ હોય ત્યારે જ ડોક્ટર પાસે જશો અને ચિવટપૂર્વક તેમણે આપેલી દવાઓ અને સુચનાનું પાલન કરશો. મૂળ વાત છે ટેન્શનની. તમે જમો છો તે ગ્રામમાં છે અને તમારું બ્લડસુગરનું રીડીંગ છે મી.ગ્રામમાં. એક ચમચીમાં ૫ ગ્રામ ખાંડ હોય ૫ ગ્રામ એટલે ૫૦૦૦ મિ.ગ્રામ. તમે છથી આઠ કલાક ભૂખ્યા ના રહ્યા હો અને સવારના ફક્ત ચા (બે ચમચી ખાંડ ૧૦,૦૦૦મી.ગ્રામ) પીધી હોય તો સ્વાભાવિક છે કે તમારું ભૂળ્યા પેટેનું બ્લડસુગર રીડીંગ ૯૦ મીગ્રામને બદલે ૧૧૦ મી.ગ્રામ આવે તો ધરતીકંપ નથી થયો. તમે કદાચ કોઈ મેગેઝીનમાં કે અખબારમાંથી કે ટેબલટોકમાંથી જાણ્યું હશે કે જો ડાયાબીટીસ વધે તો આંખો જાય, પગ કાપવો પડે, હાર્ટ એટેક કે બ્રેઈન એટેક આવે. મૃત્યુ પણ થાય. આ ઉપરાંત આખી જિંદગી લોહી વારેવારે તપાસવા સોયો ખાવી પડે અને મોંઘી ડાયાબીટીસની દવાઓ કે ઈન્સ્યુલીનના ઈન્જેક્શન લેવા પડે. આવા બધા ખોટા વિચારો કદાપી ના કરશો. મારા ડાયાબીટીસ વિષેના અનેક લેબોમાં મેં ભાર દઈને જણાવેલ છે કે ડાયાબીટીસથી ડરશો નહીં. તેને મિત્ર બનાવો. તમને ડાયાબીટીસ થયો છે તેની જહેમત ના કરો. ટેન્શન નહીં રાખો તો તમને ચોક્કસ ડાયાબીટીસ સાથે જીવવાનું ફાવશે. નિષ્ણાંત ડોક્ટરની સલાહ લો. વારેવારે ડોક્ટર બદલો નહીં. ડાયાબીટીસ શરીરની નબળાઈ છે. રોગ નથી. કસરત અને યોગ્ય પ્રકારના ખોરાકથી તેને કાબુમાં રાખી શકશો.

૪. લોહીની ત્રીજી અગત્યની તપાસ 'લીપીડપ્રોફાઈલ'

તમારી દિનચર્ચામાં તમને ગમતી ૪૦ મિનીટની નિયમિત કસરત તમે કરો (જેમાં એરોબીક સ્નાયુ અને સાંધાની કસરત આવે) અને થોડું ખોરાકનું ધ્યાન રાખવા ઉપરાંત મન ઉપર કોઈ પણ પ્રકારનો તનાવ ના રાખો. તો હાર્ટ એટેક આવવાની શક્યતા ના રહે. આમ છતાં તમે તમારા લોહીમાં ચરબીનું પ્રમાણ (કોલેસ્ટ્રોલ, ટ્રાઈગ્લીસટાઈડઝ ફોસ્ફોલીટાઈડઝ) કેટલું છે તે ૩૦ વર્ષથી દર વર્ષે નિયમિત જાણી લો તો હાર્ટ એટેકના જોખમથી બચી શકશો. એક બીજી વાત યાદ રાખો હાર્ટ એટેક માટેના પરીબળો (રીસ્કફેક્ટર્સ) મુખ્યત્વે ૧. વધારે વજન, ૨. બીપી, ૩. ડાયાબીટીસ, ૪. દારૃ, તમાકુનો ઉપયોગ, ૫. કસરત કે શ્રમનો અભાવ, ૬. વારસાગત કારણો, ૭. કોલેસ્ટ્રોલનું વધારે પ્રમાણ અને આ સાત કારણો ના હોય ત્યારે ફક્ત એક જ કારણ, ૮. માનસિક તનાવ હાર્ટ એટેક લાવી શકે છે. એક વધારાની વાત ઉપરના આઠ કારણોમાં વધારે વજન, બીપી, ડાયાબીટીસ તમને હોય તો પણ તેની શક્યતા અનુક્રમે ૮૦ ટકા ૭૦ ટકા અને ૬૦ ટકા છે. શરીરને કોલેસ્ટ્રોલની જરૃર છે. કારણ તેમાંથી હોર્માન બને, કોષની દિવાલ બને પીત્ત (બાઈલ) બને અને સંદેશા લઈ જનારા લાવનારા ન્યુરોટ્રાન્સ્મીટર્સ બને. તમે ખોરાકમાં કોલેસ્ટ્રોલવાળા પદાર્થો તદ્ન બંધ કર્યા હોય ત્યારે પણ જ્યારે શરીરને ઉપરની ચીજો માટે કોલેસ્ટ્રોલ જોઈએ ત્યારે તે લીવરની મદદથી તમારા શરીરમાં રહેલી ચરબીમાંથી કોલેસ્ટ્રોલ બનાવશે. પ્રમાણની વાત કરીએ તો કુલ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ૨૦૦ મી.ગ્રામથી નીચે યોગ્ય ગણાય જ્યારે ૨૪૦ મીગ્રામ કે તેથી ઉપરનું પ્રમાણ જોખમકારક ગણાય. આ રીડીંગમાં પણ બ્લડ સુગરવાળો નિયમ ખાસ યાદ રાખશો કે તમે ખાઓ છો ગ્રામમાં અને રીડીંગ મીગ્રામમાં છે. ગભરાઈ ના જશો. કોલેસ્ટ્રોલના બે ભાગ એચડીએલ (સારું કોલેસ્ટ્રોલ)નું પ્રમાણ ૪૦ મી.ગ્રામ કે તેનાથી નીચે હોય તો ખરાબ ગણાય જ્યારે ૬૦ મી.ગ્રામ કે તેથી વધારે હોય તો સારું ગણાય. જો ખરાબ કોલેસ્ટ્રોલ (એલ.ડી.એલ.)ની વાત કરીએ તો ૧૦૦ મી.ગ્રામ કે તેથી ઓછું હોય તો આદર્શ ગણાય. જ્યારે ૧૬૦ મીગ્રામ કે તેથી વધારે હોય તો ખરાબ ગણાય. ટ્રાઈગ્લીસરાઈડઝ ૧૫૦ મીગ્રામ કે તેથી ઓછું આદર્શ ગણાય જ્યારે ૨૦૦ મીગ્રામ કે તેથી વધારે હોય તો ખરાબ ગણાય. કુલ કોલેસ્ટ્રોલ અને સારા કોલેસ્ટ્રોલનો રેશીઓ પાંચ કે તેથી ઓછો હોવો જોઈએ. કુલ કોલેસ્ટ્રોલ અને સારું કોલેસ્ટ્રોલ જેટલું વધારે હોય તેટલું સારું જ્યારે ખરાબ કોલેસ્ટ્રોલ, ટ્રાઈગ્લીસરાઈડઝ જેટલું ઓછું હોય તેટલું સારું. આ નિયમ રાખી અને તે પ્રમાણે રહે તેવો પ્રયત્ન કરશો તો તમને હાર્ટ એટેક આવવાના ચાન્સ ઓછા આ વાત ખાસ યાદ રાખશો. દર વર્ષે આ લીપીડ પ્રોફાઈલ કરાવવું જરૃરી છે. કારણ બીજા ફેક્ટર ના હોય કે ઓછા હોય તો પણ લીપીડ પ્રોફાઈલ જરૃરી છે. ગોલ્ડન રૃલ યાદ રાખશો કે આગળ જણાવેલા રીસ્ક ફેક્ટરમાં સૌથી અગત્યનું ટેન્શન અને ત્યાર પછી કોલેસ્ટ્રોલની રીડીંગનો વારો છે. કોલેસ્ટ્રોલ ઓછું કરતા છ થી બાર માસનો નિયમીત કસરતનો કાર્યક્રમ બનાવો. ધ્યેયને વળગી રહેશો તો તમારું કોલેસ્ટ્રોલ ઓછું થશે જ અને હાર્ટ એટેકનો ડર નહીં રહે. જો તમારું કોલેસ્ટ્રોલ ૩૦૦ મીગ્રામ કે તેથી વધારે હોય તો જ ગોળી લો. થોડા વખત માટે (બે માસ) લેશો. ૨૦૦ મીગ્રામથી થોડુંક જ વધારે (૨૧૫થી ૨૪૦ જેટલું) હોય ત્યારે કોઈ સંજોગોમાં કોલેસ્ટ્રોલ ઓછું કરવાની ગોળીઓ લેશો નહીં કારણ જેઓ બે માસ કે તેથી વધારે વખત કોલેસ્ટ્રોલને ઓછું કરવાની ગોળીઓ લે છે તેઓનું લીવર નબળું પડે છે. જેની ફક્ત તમારી પાચન ક્રિયા ઉપર નહી પણ આ શરીરની ક્રિયા પર અસર પડે છે. તમારા સ્નાયુ ઢીલા થઈ જસે અને જો ભૂલેચુકે છ માસ કે વધારે સમય આવી ગોળીઓ લીધી હશે તો પરમેશ્વર તમને બચાવે.

સ્થળસંકોચને કારણે આ લેખ અહીં પુરો કરીશું. આગલા લેખમાં લીવર પ્રોફાઈલ, કિડની પ્રોફાઈલ, કેલ્શ્યમ વગેરેની વાત કરીશું.


છેલ્લે આટલી વાત ધ્યાનમાં રાખશો કે આ લોહીની તપાસ હોય કે એક્ષરે એની મદદ ડોક્ટરો તમારા દર્દનું નિદાન કરવા લે છે પણ આની સાથે દર્દીની શારીરિક ક્ષમતા, તેની જીવનચર્યા, તેના વારસાગત કારણો, તેના વ્યસનો અને ખોરાકની ટેવો સાથે યોગ્ય કોટીલેશન (સુસંગતા) કરીને પછી નિદાન કરવું અગત્યનું છે. માટે ફક્ત લેબોરેટરીના રીપોર્ટ જોઈને બિમાર પડશો નહીં. પરેશાન થશો નહીં.

0 comments:

Post a Comment