સોશ્યલ નેટવર્કીંગના વધતા જતા ઉપયોગને જોઇને ભારત સરકાર સ્વદેશી સ્તરનું સોશ્યલ નેટવર્ક ઉભું કરવા માગે છે. ફેસબુક અને ટ્વીટરની સામે ઉભું કરી શકે એવા સોશ્યલ નેટવર્કનો આઇડયા ઉત્તમ છે. ભારતમાં કોઇ મીડીયા હાઉસ સોશ્યલ નેટવર્ક સાઇટ ઉભી કરશે એમ મનાય છે. સોશ્યલ નેટવર્ક ઘણીવાર ભારત વિરોધી પ્રચાર માટે પણ વપરાય છે.
ચીને પણ ફેસબુક અને ટ્વીટરની લોકપ્રિયતા નાથવા પોતાનું સોશ્યલ નેટવર્કીંગ સાઇટ ઉભી કરી હતી. ચીન માનતું હતું કે ફેસબુક અને ટ્વીટરનો ઉપયોગ ચીનનો વિરોધ તરીકે થાય છે. ચીને પોતાની સ્થાનિક સાઇટ ઉભી કરીને પોતાના દેશના યુવાનોને તે તરફ વાળ્યા હતા. ચીને ૨૦૦૮ અને ૨૦૦૯માં ફેસબુક અને ટ્વીટરને બ્લોક કરી દીધી હતી એમ ૨૦૧૧માં ગુગલને બ્લોક કરી હતી.
ફેસબુક અને ટ્વીટર અમેરિકા સ્થિત હોઇ ચીને પગલા લીધા હતા જ્યારે ભારતમાં સરકાર સોશ્યલ નેટવર્કિંગ સાઇટને બ્લોક કરવાની હિંમત બતાવી શકે તેમ નથી.
ભારત સરકાર દેશી ફેસબુક અને દેશી ટ્વીટરનો આઇડિયા કરે છે તે આવકારદાયક છે.



0 comments:
Post a Comment