જે મહિલાઓને 'ખાંડવી' બનાવતા ના આવડતી હોય તે ઈન્ટરનેટ પર યુ ટયુબ પર જોઈને તે બનાવી શકે એવી આસાન રીત આપવામાં આવી હોય છે. 'ખાંડવી'ને પાટુડી પણ કહે છે. યુ ટયુબ પર આવી વિવિધ વાનગી બનાવવાના વીડીયો મુકાયા છે. ૫૨ વર્ષની એક ગૃહિણીએ 'ગુલાબ જલ' તૈયાર કરવાની રીત બતાવી હતી. તેમના પુત્રએ હેન્ડીકેમ કેમેરાથી તે શૂટ કર્યું હતું. ગુલાબ જલ બનાવવાની આસાન રીત અનેક લોકોએ યુ ટયુબ પર જોઈ હતી. કેટલીક મહિલાઓ તેમને આવડતી આઈટમોના વીડીયો વારંવાર યુ ટયુબ પર મૂકે છે. એક મહિલાએ પ્રેશર કુકરમાં 'એગ-લેસ' કેક કેવી રીતે બનાવવી તેની પધ્ધતિ મુકી હતી. ૫.૬૫ લાખ વાર લોકોેએ તેને જોઈ હતી. ડુંગળી-લસણ વિનાની વાનગીઓ બનાવતા વીડીયો પણ યુ-ટયુબ પર ધૂમ જોવાય છે. વારંવાર યુ-ટયુબ પર વાનગી મુકતી એક મહિલાને યુ-ટયુબે આવકની ઓફર કરી હતી. યુ-ટયુબે ઓફર કરી હતી કે તમે માત્ર વાનગીની પધ્ધતિનો વીડીયો ના મુકો પણ તમે પોતે વાનગી બનાવતા હો અને મસાલો નાખતા હોય તેવો વીડીયો મુકો. આ મહિલાએ ઓફર સ્વિકારી લીધી હતી. આજે તેનો પોતાનો સ્ટુડિયો છે. આ મહિલા નોઈડાની છે. યુ ટયુબ પાર્ટનર પ્રોગ્રામ હેઠળ કંઈક નવું કરનારા અને લોકોપયોગી કરનારાઓને પ્લેટફોર્મ પુરું પડાય છે. દિલ્હીની એક મહિલા તેના બાળકોને યુ-ટયુબ પરના વીડીયો પરથી શિક્ષણ આપતી હતી. પરંતુ જોઈતી માહિતીવાળો વીડીયો તેને મળતો નહોતો એટલે તેણે ેએનીમેશનવાળો વીડીયો બનાવ્યો અને યુ-ટયુબ પર અપલોડ કર્યો હતો. યુ-ટયુબ પર આવા શૈક્ષણિક વીડીયોની ડીમાન્ડ ઉભી થઈ હતી. ડીમાન્ડ જોઈને 'મેક મી જીનીયસ' નામની ચેનલ યુ ટયુબ પર મુકાઈ. તે પ્રાયમરી અને માધ્યમિક શાળાઓ માટે વીડીયો મુકે છે. યુ-ટયુબ પાર્ટનર પ્રોગ્રામ હેઠળ તેની કમાણી શરૃ થઈ હતી.
યુ ટયુબના એશિયા પેસિફિકના કોન્ટેન્ટ ઓપરેશનના વડા ડેવિડ મેકડોનાલ્ડ છે. યુ ટયુબના પાર્ટનર પ્રોગ્રામ હેઠળ એક હજાર લોકો વીડીયો જુવે ત્યારે વીડીયો મુકનારને ત્રણથી પાંચ ડોલર ચુકવાય છે. જે લોકો ઓરીજીનલ કન્ટેન્ટ મુકે છે તેમને યુ ટયુબ સામેથી સ્કીમની ઓફર કરે છે. યુ ટયુબ પર ભારતના વીડીયોની ડીમાન્ડ છે. ભારતમાં ૧૪૦ મીલીઅન લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે જે આગામી બે વર્ષમાં ૩૦૦ મીલીયન પર પહોંચશે.
જોકે યુ ટયુબના પાર્ટનર પ્રોગ્રામમાં દરેક જોડાઈ શકતા નથી. તે માટે કેટલાક મુદ્દા પર ભાર મુકાય છે. જેમકે ઑનલાઈન માટે ઓરીજીનલ વીડીયો જોઈએ. તમે જે કંઈ અપલોડ કરો તેમાંથી આવક મેળવવાની પરમીશન આપવી પડે છે.
જોકે એક વાત સ્પષ્ટ છે કે જો તમારી પાસે આઈડિયા હોય અને કેમેરો હોય તો પૈસા તમારી પાસે આવી શકે છે.
હેમીસ્ફીરીકલ ડીજી કેમ.. કેવી રીતે કામ કરે છ.
ડીજીટલ કેમેરા ક્ષેત્રે અનેક સંશોધનો થઈ રહ્યા છે. હેમી સ્ફીરીકલ (Hemispherical Digicam) નાનામાં નાના ઓબ્જેક્ટનો ફોટો લઈ શકે છે. આ ડીજી કેમમાં ૧૮૦ જેટલા નાના ફોકસિંગ લેન્સ હોય છે. દરેક લેન્સ તેની એક કંબાઈન ઈમેજ ઝડપે છે. આ દરેક લેન્સ સ્વતંત્ર રીતે પોતાની ઈમેજ મેળવે છે. જેમ દરેક નાના જીવાણુંમાં મીની-સાઈઝ સમાન આંખો હોય છે એવું જ ડીજી કેમના આ નવતર સંશોધનમાં છે. ૧૮૦ જેટલા નાના ફોકસીંગ લેન્સ દ્વારા લેવાયેલું પીક્ચર પ્રોસેસમાં જાય છે જ્યાં બધા લેન્સ દ્વારા લેવાયેલા ઈમેજના ટુકડા ભેગા કરાય છે. આ બધી ઈમેજ ભેગી કરીને એક કંબાઈન ૧૮૦ ડિગ્રીની ઈમેજ બનાવાય છે. તેમાં ફોટાની ઝીણામાં ઝીણી વિગતો સમાય છે.
હેમી સ્ફીરીકલ ડીજી કેમ તેના ૧૮૦ નાના ફોકસીંગ લેન્સના કારણે ઉપયોગી બની રહી છે.

0 comments:
Post a Comment