Pages

Subscribe:

Blogger templates

Sunday, 26 May 2013

હાર્ટ એટેક માટેના થોડા સવાલ જવાબ

સઃ હાર્ટ એટેક એટલે શું ?
જ ઃ હૃદયને (એટલે કે હૃદયના સ્નાયુના કોઈભાગને) લોહીની નળીઓ દ્વારા ઓક્સીજનવાળુ લોહી મળતું ઓચિંતુ કોઈ અવરોધને કારણે બંધ થાય ત્યારે હાર્ટ એટેક કહેવાય.
સ ઃ હાર્ટ એટેકથી લોકો આટલા બધા ડરે છે કેમ ?
જ ઃ હાર્ટ એટેક માટે જો તાત્કાલિક સારવાર કરવામાં ના આવે તો મૃત્યુ થાય માટે લોકો ડરે છે ?
સ ઃ હાર્ટ એટેક આવવાનું કારણ શું ?
જ ઃ ચિત્ર જાુઓ. LCA એટલે લેફટ કોટોનરી આર્ટરીમાં નં. ૧ નીશાન છે ત્યાં ખોરાકમાં લીધેલ સેચ્યુરેટેડ ફેટમાં રહેલ કોલેસ્ટ્રોલ, ફેટીએસીડ અને લોહીમાં રહેલ પ્લેટલેટસ ને સફેદ કણને લીધે 'પ્લેક' (ગઠ્ઠો) બનેલ છે તેને લીધે નં. ૨ની નીશાનીવાળા હૃદયના કાળા ભાગને ઓક્સીજનવાળું લોહી મળતું બંધ થયું એટલે હાર્ટએટેક આવ્યો કહેવાય.
સ ઃ એથેરો સ્કરોસીસ એટલે શું ?
જ ઃ ડાબી કે જમણી કોરોનરી આર્ટરીમાં ધીરે ધીરે કોલેસ્ટ્રોલ, ફેટીએસીડ જમા થઈને પ્લેક બનાવે તેને એથેરોસ્કલરોસીસ કહેવાય. માનવીની ૨૫ વર્ષની ઉંમરથી આવા પ્લેક બનવાના શરૃ થાય. આવા પ્લેક જ્યારે આર્ટરીની અંદર તૂટી જાય (રપ્ચર) ત્યારે તેની ઉપર બ્લડકલોટ થાય અને તેને લીધે કોરોનરી આર્ટરી મારફતે હૃદયના સ્નાયુને લોહી મળતું બંધ થાય.
સ ઃ હાર્ટ એટેકના બીજા નામ ક્યા ?
જ ઃ ૧. કાર્ડીઆક ઈશ્વીમીઆ ૨. હાર્ટફેલ્યોર ૩. માયોકાર્ડીઅસ ઇન્ફાકેશન એમ.આઈ) ૪. એક્યુટ માયોકાર્ડીઅસ ઇન્ફોર્કશન (એ.એમ.આઈ.) ૫. એન્જાઈના પેક્ટોરીસ ૬. કોરોનરી થ્રોમ્બોસીસ ૭. કોરોનરી ઓકલુઝન ૮. એરીધીમીશ.
સ ઃ હાર્ટ એટેકના આગળ જણાવેલ કારણ સિવાય બીજા કારણ છે ?
જ ઃ ક્લોટ થાય ત્યારે તો હાર્ટના સ્નાયુને લોહી મળતું બંધ થાય પણ બીજી એક પરિસ્થિતિ છે જેને ''કોરોનરી આર્ટરી સ્પાઝમ'' કહેવાય. જેમાં ક્લોટ હોય નહીં તેવી હૃદયની આર્ટરીમાં સ્પાઝમ આવી શકે.
સ ઃ કોરોનરી આર્ટરી સ્પાઝમ ના કારણ કયા ?
જ ઃ ૧. કોઈ દવાની આડઅસર ૨. માનસિક તનાવ વધારે પડતો થાય ત્યારે ૩. સખત ઠંડી લાગે. ૪. ચેઈનસ્મોકર (સિગરેટ પીવાની આદત)
સ ઃ હાર્ટ એટેક કોને આવે ? જોખમી પરિબળો (રીસ્કફેકટર્સ) કયા ?
જ ઃ હાર્ટ એટેક આવવાના જોખમી પરિબળો ઘણા છે જેમાં કેટલાકને નિવારી શકાય (કંટ્રોલ કરી શકાય) જ્યારે કેટલાંક નીવારી શકાય નહીં (અનકંટ્રોલેબલ)
૧. સ્ત્રીઓની સરખામણીમાં પુરૃષોને થાય ૨. ઉંમરલાયક વ્યક્તિ (૫૦ વર્ષ પછી) ૩. વારસાગત (ફેમીલી હિટ્રટી) ૪. સ્ત્રીઓમાં મેનોપોઝ આવ્યા (૪૦ વર્ષ) પછી આ બધા અનર્કંટ્રોલેબલ કારણો કહેવાય.
જેમાં કંટ્રોલ કરી શકાય તેવા હાર્ટ એટેકના કારણોમાં ૧. તમાકુ સિગરેટનાં ઉપયોગ ૨. કોઈ પણ જાતનો શ્રમ કે કસરતનો અભાવ કંટ્રોલ ના હોય તેવા ૩. ડાયાબીટીસ અને બી.પી. ૫. દારૃ વધારે પીવાની ટેવ હોય, વજન વધારે હોય (બી.એમ.આઈ. ૩૦ કે ૩૦ થી વધારે હોય) ૭. એચ.આઈ.વી. (એઈડ્ઝ) થયો હોય ૮. પહેલા હાર્ટ એટેક આવેલ હોય ૯. ખોરાકમાં કે દવામાં કેલ્શ્યમ વધારે લીધેલ હોય. ૧૦. ખોરાકમાં ''લેસીક્ષીન'' નામનો પદાર્થ (ઇંડામાં હોય) વધારે હોય તો આંતરડાના બેક્ટેરીયા ઉપર તેની અસર થાય ત્યારે એટેક આવે. ૧૧. એલ.ડી.એલ. કોલેસ્ટ્રોલ વધારે હોય. ૧૨. એચ.ડી.એલ. કોલેસ્ટ્રોલ ઓછું હોય. ૧૩. સી. રીએક્ટીવ પ્રોટીન વધારે હોય. ૧૪. ખૂબ માનસિક તનાવ કે શોક લાગે તેવી પરિસ્થિતિ (મકાન પડી જાય - કુટુમ્બમાં કોઈ ગુજરી જાય - વેપારમાં નુકશાન થાય વગેરે) આટલા જોખમી પરિબળોને કાબુમાં લાવી શકાય.
સ ઃ હાર્ટ એટેક આવે ત્યારે શું થાય ?
જ ઃ તમે ટી.વી. કે સિનેમામાં જુઓ છો તેવી રીતે ઓચિંતા છાતીમાં દુઃખે અને ઘરના ભેગા થાય અને ડૉક્ટર બોલાવે અને તે નક્કી કરે એવું સામાન્ય સંજોગોમાં થતું નથી, કદાચ આવું થાય તો તે દરદી ઘરડા હશે, તેને ડાયાબીટીસ વધી ગએલો હશે તો તે સ્ત્રી હશે. હાર્ટ એટેકના લક્ષણો દરેક માટે સરખા નથી હોતા ૧. કોઈને છાતીમાં થોડો (એન્જાઈમા) દુઃખાવો થાય (ખાસ કરીને થોડા શ્રમ પછી) કોઈને ગભરામણ થાય અને છાતી ઉપર ભીંસ આવે, કોઈને છાતીમાં બળતરા (હાર્ટબર્ન) અથવા ખોરાકનું પાચન થયું ના હોય અને એસીડીટી થાય. એન્જાઈના એ હાર્ટ એટેકનું પહેલું લક્ષણ છે. જેમાં થોડું ચાલવાથી, દાદર ચઢવાથી, કોઈ ભારે વસ્તુ ઉપાડવાથી છાતીમાં દુઃખાવો થાય બીજા લક્ષણોમાં ૨. એક અથવા બન્ને હાથમાં દુઃખાવો થાય, બરડામાં ડોકમાં જડબામાં દુઃખાવો થાય. ૩. શ્વાસરૃંધાય (શ્વાસ લેવામાં તકલીફ પડે) ૪. ઉબકા આવે ૫. ઉલટી થાય. ૬ માથુ એકદમ હલકુ થઈ જાય ૭. આંખે અંધારા આવે ૮. આખા શરીરે સખત પરસેવો થાય ૯. ઉંઘ ના આવે ૧૦. સખત થાક લાગે ૧૧. શરીરમાં ખૂબ અશક્તિ લાગે ૧૨. ઉધરસ આવે. સ્ત્રીઓને હાર્ટ એટેક આવે ત્યારે શરૃમાં ૧. ખભા દુઃખે ૨. થાક લાગે ૩. ચક્કર આવે. ૪. છાતીમાં બળતરા થાય બન્ને કિસ્સામાં તાત્કાલિક સારવાર ના થાય તો મૃત્યુ થાય એક વધારાનો હાર્ટ એટેક સાયલન્ટ હાર્ટએટેક કહેવાય. જેમાં કોઈ લક્ષણ ના હોય. એમને એમ બેઠા હો અને ઢળી પડો અથવા ઉંઘમા ને ઊંઘમાં મૃત્યુ થાય.
સ ઃ સોનેરીનીયમ કક્ષ (અગમચેતીના પગલા)
જ ઃ ૧. દર વર્ષે બોડી ચેક અપ કરાવો ખાસ કરીને વારસાગત કારણ હોય, ડાયાબીટીસ કે બી.પી. કાબુમાં આવતા ના હોય.
૨. ઓચિંતો દુઃખાવો કે આગળ જણાવેલ લક્ષણો થાય તો તાત્કાલિક હોસ્પિટલમાં દર્દીને લઈ જવો જોઈએ.
સ ઃ હાર્ટ એટેક નિવારી કેવી રીતે શકાય ?
જ ઃ ૧. સિગરેટ અને તમાકુનો સદંતર ત્યાગ કરો ઃ તમાકુમાં રહેલ નિકોટીન અને બીજા ઝેરી કેમીકલ્સથી તમારા હૃદય અને લોહીની નળીઓને નુકસાન થાય છે. લોહીની નળીઓ સાંકડી થશે (એર્થસેસ્કલરોસીસ) સિગરેટથી થતો ધુમાડો તમારા કુટુંબના સભ્યોના શ્વાસમાં જાય (સેકન્ડ હેન્ડ સ્મોક) તો તેમને પણ હાર્ટએટેક આવવાની શક્યતા થશે. સીગરેટના ધુમાડામાં રહેલ કાર્બન મોનોક્ષાઈડ તમારા હૃદયના સ્નાયુને સખ્ત બનાવી દેશે.
૨. કસરત કરો ઃ તમારી ગમે તે ઉંમર હોય રોજ ૪૦ મિનિટની કસરત કરો. જેમાં ૧. અરોબિક કસરત (ચાલવું-દોડવું-તરવું-સાયકલ ચલાવવી) ૨. આસનો ૩. સ્નાયુની કસરત ભુલ્યા વગર કરો. નજીકની લાફીંગ કલબમાં જઈ લાફીગ કલબની કસરત શિખી ઘેર કરો - કોઈ ફી નથી.
૩. હૃદયને રોગ રહીત રાખે તેવો ખોરાક લો
એ. સેચ્યુરેટેડ ફેટ હોય તેવા ખોરાકમાં રેડમીટ, દૂધનું ક્રિમ, માખણ-મસ્કો-ઘી બંધ કરો અથવા એકદમ થોડા પ્રમાણમાં લો.
બી. ટ્રાન્સ્ફેટ (ડાલડા-પોસ્ટમેન-તેલમાંથી હાઈડ્રોજીનેશનથી બનેઝેલી)માં બનાવેલા બધા જ ખોરાક બીસ્કીટ-ખારી-નાન ખટાઇ ટોસ્ટ (બેકરીમાં બનાવેલા), પેકેજમાં મળતા ખોરાક, પેસ્ટરી કેક, સ્નેકફૂડ, પીઝા, ક્રેકર્સ, (હાઇડ્રોજીનેટેડ ખોરાક) આનાથી હાર્ટ એટેક નહીં આવે અને કેન્સર નહીં થાય.
સી. લીલા શાકભાજી અને ફળો વધારે લો ઃ ૨૦૦-૨૫૦ ગ્રામ લીલા શાકભાજી અને રોજના ત્રણ ફળોમાં અનેક પ્રકારના વિટામિન-મિનરલ્સ ફાઈબર્સ આવે જે હૃદયને તાજુ અને ધમધમતુ રાખે.
ડી. ઓમેગા-૩ ફેટીએસીડ જે એક પ્રકારનો પોલી અનસેચ્યુરેટેડ ચરબી છે અને તે હૃદયને ખૂબ તંદુરસ્ત રાખે છે. નોનવેજીટેરીઅન માટે સાલમન અને મેકરેલ નામની માછલી અથવા તેનું તેલ કે તેમાંથી બનાવેલી કેપસ્યૂલ લો. ફીશ એક ખાઓ - તેલ એક ચમચી (૫ ગ્રામ) લો અને કેપસ્યુલ એક સવારે લો. વેજીટેરીઅન લોકો માટે ફલેશીડ (અળસી), અખરોટ, કાળા તલ, સોયાબીનના તેલમાં અને કેનોલા ઓઈલનો ઉપયોગ કરો. ૧૦૦ ગ્રામ શેકેલી અળસી + ૧૦૦ ગ્રામ કાળા તલ + ચાર અખરોટ ને મીક્સ કરી રોજ જમ્યા પછી બે ચમચી સવારે સાંજે મુખવાસ તરીકે લો.
ઈ. આલ્કોહોલ (દારૃ) બંધ કરો. રોજ એક કે બે પેગ લો તો વાંધો ના આવે પણ મને ખબર છે તમે બે પેગથી વધારે જ લેવાના માટે બંધ કરવાનું લખેલ છે.
એફ ઃ ગ્રીન ટી રોજ પીઓ - ૧ કપ સવારે ૧ કપ સાંજે.
૪. વજન કાબુમાં રાખો ઃ આગળ બતાવેલ કસરત અને ખોરાકના કંટ્રોલથી વજન કાબુમાં રહેશે. આમ છતાં તમારો બી.એમ.આઈ. ૧૯ થી ૨૪ વચ્ચે રાખો. ૨૫ કે તેથી વધારે હશે તો હાર્ટ એટેક આવશે. આ જ રીતે તમારી કમરનો ઘેરાવો પુરુષ ૪૦ ઇંચથી અને સ્ત્રીઓ ૩૫ ઇંચથી વધારે હોય તો તમે જાડા (ઓવરવેટ) કહેવાઓ. બી.એમ.આઈ. ૨૫ની અંદર હશે તો તમારૃ બી.પી. અને ડાયાબીટીસ પણ કાબુમાં આવી જશે.
૫. રેગ્યુલર મેડીકલ ચેક અપ કરાવોઃ
વધારે બી.પી. હોય, વધારે કોલેસ્ટ્રોલ હોય કે ડાયાબીટીસ હોય કે વધારે વજન હોય - આ બધાથી હાર્ટ એટેક આવે તે ખબર છે માટે દર વર્ષે (૪૦ વર્ષ પછી) ચેક અપ કરાવો. ચેક અપ કરાવી નિષ્ણાત ડૉક્ટરને બતાવી જરૃર લાગે તે પ્રમાણે સારવાર કરશો. તમારી જાતે હાર્ટ એટેક નક્કી ના કરશો ચેક અપના કાર્યક્રમમાં ૧. બી.પી. ૨. કોલેસ્ટોલ (લીપીડ પ્રોફાઈલ) ૩. ડાયાબીટીસ ભૂખ્યા પેટે જમીને બે કલાકે ૪. સી.રીએક્ટીવ પ્રોટીન ૫. હિમોસીસ્ટીન ૬. કાર્ડીઓગ્રામ ૭. ટ્રેડમીલ ટેસ્ટ ૮. ઇકોકાર્ડીઓગ્રામ ૯. હાર્ટ સ્કેને અથવા એન્જીઓગ્રાફી (જરૃર લાગે તો)
૬. માનસિક તનાવ (સ્ટ્રેસ) માટે શું કરશો
૧. સ્ટ્રેસનું મૂળ કારણ શોધી કાઢો ઃ કોઈ ભૂતકાળનું નુકસાન કે ભૂલ, લાઇફ પાર્ટનર ગુમાવ્યા હોય, ભવિષ્યની ચિંતા, આર્થિક સંકડામણ, મૃત્યુનો ડર, તબીયતની ચિંતા. પોતાની કે કુટુંબીજનોની સામાજીક સમસ્યા. પતી/પત્ની સાથે કે કુટુંબ સાથે અણબનાવ આ બધા માટે એક જ ઉપાય જે પરિસ્થિતિ છે તે શ્રેષ્ઠ છે જે ભૂતકાળ ગયો તે ભૂલી જાઓ. ભવિષ્યની ચિંતા ના કરો. કોઈ હોબી, વાંચન, શોખ કેળવો - વધારે લોકોને મળો. ખૂબ હસવાનું ગમતું હોય તો લાફીંગ કલબમાં જોડાઓ ફ્રી ઓફ ચાર્જ સ્ટ્રેસ જતો રહેશે.

0 comments:

Post a Comment