- સમુદ્રના અત્યંત નીચલા સ્તરે રેડિયો સંચાર વ્યવસ્થા ખોરવાઇ જાય છે પણ વિચારોના તરંગોના પ્રસારણમાં આવો કોઇ વિક્ષેપ કે અટકાવ આવતો નથી.
વિચાર -તરંગોનું આદાન-પ્રદાન કે પ્રસારણ જે પ્રક્રિયાથી થાય છે તેને મનોવિજ્ઞાાનીઓ ટેલિપથી કહે છે. આ પ્રક્રિયામાં ઈન્દ્રિયોનો ઉપયોગ કર્યા વિના જ વિચાર તરંગોને એક મનથી બીજા મન સુધી મોકલી શકાય છે. આ વિચારોનું પ્રસારણ કોઇપણ જાતના અવરોધ વિના થાય છે. અર્વાચીન સમયે વૈજ્ઞાાનિક ક્ષેત્રમાં પણ ટેલિપથી અંગે વિવિધ પ્રકારના પ્રયોગો ચાલી રહ્યા છે. વિખ્યાત રશિયન વિજ્ઞાાની ત્સિયોલકો વાસ્કીએ ૧૯૩૦માં એવું કહ્યું હતું કે નજીકના ભવિષ્યમાં સુરક્ષિત અંતરિક્ષ યાત્રા માટે વિચાર-સંપ્રેષણ એટલે કે ટેલિપથીનું જ્ઞાાન જરૃરી બનશે. ઈ. સ. ૧૯૫૯માં અમેરિકન આણ્વિક સબમરીન નાટિલસ દ્વારા ટેલિપથીને લગતો એક પ્રયોગ કરાયો હતો જેમાં પૂરેપૂરી સફળતા મળી હતી. એ પ્રયોગ પરથી એ વાત સાબિત થઇ ગઈ કે માનવીના મગજમાંથી ઉદ્ભવતા વિચારોનું આદાન-પ્રદાન રેડિયો સંચાર વ્યવસ્થાથી ઘણું વધારે સારી રીતે કોઇપણ જાતના અવરોધ વિના અસ્ખલિત રીતે થઇ શકે છે. સમુદ્રના અત્યંત નીચલા સ્તરે રેડિયો સંચાર વ્યવસ્થા ખોરવાઇ જાય છે પણ વિચારોના તરંગોના પ્રસારણમાં આવો કોઇ વિક્ષેપ કે અટકાવ આવતો નથી.
અમેરિકન વિજ્ઞાાની ડગલસ ડીને ૧૯૬૦માં એક નવી શોધ કરી જેનું વિવરણ વિજ્ઞાાનીઓએ ૧૯૬૪માં એક વૈજ્ઞાાનિક સંમેલનમાં રજૂ કર્યું હતું. ડીને એક ખાસ પ્રકારનું યંત્ર બનાવી તેના થકી એવું દર્શાવ્યું કે ટેલિપથી દ્વારા જયારે વિચાર તરંગોનું પ્રસારણ કરવામાં આવે છે ત્યારે એનાથી શરીરના કોષોની પ્રક્રિયા પર અને લોહીના દબાણ પર પણ અસર પડે છે ! એટલે કે ટેલિપથીથી એક વ્યક્તિ બીજી વ્યક્તિના કોષોની આંતરિક પ્રક્રિયામાં સુધારો કરી શકે છે અને તેના બ્લડ પ્રેશરમાં પણ થોડી માત્રામાં ફેરફાર લાવી શકે છે. જે ભાવાત્મક સંબંધોથી વધારે ઘનિષ્ઠ રૃપે જોડાયેલા હોય તેમની વચ્ચે વિચાર-સંપ્રેષણ પ્રક્રિયા વધારે જલદી અને ચોક્કસપણે થાય છે. અગ્રગણ્ય વિજ્ઞાાનીઓ પણ હવે સ્વીકારે છે કે માનવ શરીર ટેલિવિઝન સીસ્ટમથી પણ વધારે શક્તિશાળી ઇલેકટ્રોનિક યંત્ર છે. માનવીના શરીર અને મનની સૂક્ષ્મ પ્રક્રિયાઓ અચરજમાં મૂકી દે તેવી વિલક્ષણ છે. વૈજ્ઞાાનિક સંશોધનો દર્શાવે છે કે શરીરમાં જ્યારે 'એડ્રિનાલિન'નો સ્રાવ થાય છે ત્યારે 'સિમ્પેથેટિક બર્જસ સીસ્ટમ'નું પ્રાધાન્ય હોય છે. આવી સ્થિતિને 'એડ્રિનર્જિયા' કહેવાય છે. આ સ્થિતિમાં ટેલિપથીનો સંદેશો સારી રીતે મોકલી શકાય છે. એ રીતે જયારે 'એસિટાઇલ કોલાઇન'નો સ્રાવ થાય છે ત્યારે 'પેરા સિમ્પેથેટિક નર્વસ સીસ્ટમનું પ્રાધાન્ય હોય છે. તેને 'કોલિનર્જિયા' સ્થિતિ કહે છે. એ સમયે ટેલિપથીનો સંદેશો સારી રીતે ગ્રહણ કરી શકાય છે.
ટેલિપથીની પ્રક્રિયા ઘટિત થાય ત્યારે કેટલીક વાર વિચારોના આદાન-પ્રદાનની સાથે ભાવ અને સંવેદનાની સમાનુભૂતિ પણ થતી હોય છે. આ સમાનુભૂતિની પરાકાષ્ઠામાં એક વ્યક્તિના શરીર પર જે ઘટિત થાય તે બીજાના શરીર પર પણ થતું જોવા મળે છે. ઉત્તર ઇંગ્લેન્ડના કોનિસ્ટન વોટર શહેરમાં રહેતી જોન સેવર્ન નામની એક મહિલાના જીવનમાં ૧૮૮૦ની સાલમાં એક ઘટના બની હતી. એક દિવસ સવારે તે એકદમ ચીસ પાડીને જાગી ગઈ. તેને એમ લાગ્યું કે તેનાં મોં પર કોઇએ જોરથી મુક્કો માર્યો છે. તેનો નીચલો હોઠ પૂરેપૂરો દાંત હેઠળ આવી ગયો છે અને તેને ઇજા થવાથી તેમાંથી લોહી નીકળી રહ્યું છે. લોહી જીભને અડકવાથી તેનો વિચિત્ર સ્વાદ આવી રહ્યો છે. લોહીને અટકાવવા તે પથારીની આસપાસ પડેલા રૃમાલને શોધવા લાગી. રૃમાલ મળતાં જ હોઠ પર લાગેલા લોહીને લૂંછવા લાગી. પછી રૃમાલ તરફ નજર કરી તો રૃમાલ પર કયાંય લોહીના ડાઘા દેખાયા નહીં. વધારે અજવાળાવાળા ભાગમાં આવીને રૃમાલને બરાબર ધ્યાનથી જોયો તોય તેના પર કયાંય લોહીનો ડાઘ જોવા ના મળ્યો. પછી દર્પણમાં જોયું તો હોઠ પણ બિલકુલ સાજોસમો હતો. તેના પર કયાંય દાંત હેઠળ કચડાવાનું નિશાન નહોતું ! તેને લાગ્યું કે કદાચ તે વહેલી સવારનું સ્વપ્ન હશે.
જોન સેવર્ને ઘડિયાળમાં જોયું તો સવારના સાત વાગ્યા હતા. તેની પાસે સૂતેલો તેનો પતિ તેની બાજુમાં નહોતો એટલે કદાચ તે વહેલો ઉઠીને નૌકા વિહાર માટે ગયો હશે એવું વિચાર્યું. આ વિચિત્ર અનુભવ બાદ તે ઘરના કામમાં લાગી ગઈ. જોન પતિ આર્થર થોડીવારમાં આવી પહોંચ્યો. ટેબલ પર તેનો નાસ્તો મૂકયો અને તે પણ તેની બાજુમાં બેઠી. આર્થર ટેબલ પર પડેલો જોનનો રૃમાલ ઉઠાવીને તેના નીચલા હોઠ પર વારંવાર દબાવી રહ્યો હતો એટલે તેને નવાઇ લાગી. જોને જોયું તો આર્થરનો નીચલો હોઠ સૂજી ગયો હતો. તેણે તેનું કારણ પૂછયું ત્યારે આર્થરે તેની આપવીતી જણાવતાં કહ્યું - 'ભગવાનની કૃપા સમજ કે હું હેમખેમ પાછો આવ્યો. મને નૌકા વિહાર કરવા ગયો ત્યારે સમુદ્રનું વાવાઝોડું નડયું. મારી હોડી ફૂટબોલના દડાની જેમ ઉછળવા લાગી અને હું ઉછળીને મારી બાજુમાં બેઠેલા યુવાન ખેડૂત પર પડયો. તેણે ગુસ્સામાં આવીને મારા મોં પર જોરથી મુક્કો માર્યો. તેનાથી મારો નીચલો હોઠ દાંત હેઠળ આવી કચડાઈ ગયો. તેમાંથી લોહી નીકળવા લાગ્યું. સમુદ્રના તોફાનમાં કયાંક હોડી ઊંધી પડી જશે તો એવું વિચારી તને યાદ કરતો હતો ત્યાં વળી પેલા યુવાન પર પડયો અને એનો મુક્કો વાગ્યો ! જોને આશ્ચર્ય સાથે કહ્યું, સવારે સાત વાગે મને પણ એવો જ અનુભવ થયો કે કોઇએ મારા મોં પર મુક્કો માર્યો હોય અને હોઠ દાંત હેઠળ કચડાવાથી જાણે લોહી ના નીકળી રહ્યું હોય !
વિચાર-સંચાર અને સમાનુભૂતિની એક અદ્ભુત ઘટના મહર્ષિ રામકૃષ્ણ પરમહંસના જીવનમાં પણ બની હતી. એક વાર તે એમના શિષ્યો સાથે ગંગાના કિનારે આવ્યા. મનમાં એમના આરાધ્ય દેવી કાલિકાનું ધ્યાન લાગેલું હતું એટલે ભાવાવેશની સ્થિતિમાં હતા. હોડીમાં બેસી તે બધા સામેના કિનારે જવા માગતા હતા. તેમણે જોયું તો તે ઊભા હતા તે કિનારે એક હોડીવાળો સામે કિનારેથી એ કિનારે લઇ આવેલા એક મુસાફર સાથે ભાડાના પૈસાની બાબતમાં તકરાર કરી રહ્યો હતો, ભલો ભોળો મુસાફર એ નાવિકને કરગરી રહ્યો હતો - 'મારા પૈસા રસ્તામાં કયાંક પડી ગયા છે. મને એની પહેલેથી ખબર હોત તો હું હોડીમાં બેસત જ નહીં. હું કાલે તમને ભાડાના પૈસા આપી દઇશ...' આ તકરાર ચાલતી હતી એટલે શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્યો એમને લઇને બીજી હોડીમાં બેસી ગયા.
વિચાર-સંચાર અને સમાનુભૂતિની એક અદ્ભુત ઘટના મહર્ષિ રામકૃષ્ણ પરમહંસના જીવનમાં પણ બની હતી. એક વાર તે એમના શિષ્યો સાથે ગંગાના કિનારે આવ્યા. મનમાં એમના આરાધ્ય દેવી કાલિકાનું ધ્યાન લાગેલું હતું એટલે ભાવાવેશની સ્થિતિમાં હતા. હોડીમાં બેસી તે બધા સામેના કિનારે જવા માગતા હતા. તેમણે જોયું તો તે ઊભા હતા તે કિનારે એક હોડીવાળો સામે કિનારેથી એ કિનારે લઇ આવેલા એક મુસાફર સાથે ભાડાના પૈસાની બાબતમાં તકરાર કરી રહ્યો હતો, ભલો ભોળો મુસાફર એ નાવિકને કરગરી રહ્યો હતો - 'મારા પૈસા રસ્તામાં કયાંક પડી ગયા છે. મને એની પહેલેથી ખબર હોત તો હું હોડીમાં બેસત જ નહીં. હું કાલે તમને ભાડાના પૈસા આપી દઇશ...' આ તકરાર ચાલતી હતી એટલે શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્યો એમને લઇને બીજી હોડીમાં બેસી ગયા.
ગંગાનો જળમાર્ગ અડધો કપાયો હશે ત્યાં શ્રી રામકૃષ્ણ પરમહંસ બોલવા લાગ્યા - 'મને મારશો નહીં, મને મારશો નહીં. હું તમને ભાડાના પૈસા કાલે આપી દેવાનું વચન આપુ છું તોય મને કેમ મારો છો ?' બધા આશ્ચર્યથી શ્રી રામકૃષ્ણ પરમહંસની સામે જોવા લાગ્યા. થોડીવાર પછી તે બધાને કહેવા લાગ્યા - 'તમને ખાતરી ના થતી હોય તો મારા બરડા તરફ જુઓ.' બધાએ એમની પીઠ તરફ જોયું તો ત્યાં ચાબુકના સોળ ઉપસી આવ્યા હતા અને એમાંથી લોહીની ટસરો ફૂટતી હતી. આનું કારણ એ હતું કે પેલા કિનારે ભાડાના પૈસા આપવાની બાબતમાં ચાલી રહેલી તકરારમાં પેલો ક્રૂર સ્વભાવનો નાવિક પેલા ભોળા મુસાફરને ચાબુકથી ફટકારી રહ્યો હતો. એ કિનારે ઊભા હતા ત્યારે જ શ્રી રામકૃષ્ણના હૃદયમાં એ નિર્દોષ મુસાફર માટે અનુકંપા ઉત્પન્ન થઇ હતી. એમનું કરુણાસભર હૃદય દ્રવી ઊઠયું હતું. તે તેને મદદ કરવા માગતા હતા, પણ ભાવાવેશની સમાધિમાં હોવાથી તે બોલી શક્યા નહોતા. તેની સાથે થઈ ગયેલી ભાવાત્મક એકતાને કારણે એટલે દૂરથી પણ તે એનું દર્દ અનુભવી રહ્યા હતા. તે મુસાફરના મનમાં પણ શ્રી રામકૃષ્ણનું સ્મરણ હતું કે આ ઉચ્ચ કોટિના સંત તેને સહાય કરે અને બચાવી લે તો સારું. એટલે એની પીઠ પર પડતા ચાબુકના સોળની વેદના શ્રી રામકૃષ્ણ પરમહંસે સ્વયં સહન કરી લીધી હતી. આ સમાનુભૂતિ માત્ર માનસિક સ્તર પર જ નહોતી બની, એની શારીરિક અસર પણ થઇ હતી, જેનાથી એમની પીઠ પર ચાબુકના સોળ અને લોહી ઉપસ્યા હતા.



0 comments:
Post a Comment