ઈન્ટરનેટ પર ફીશીંગ એટેક (ઈન્ટરનેટ સર્ફીંગ કરનારાઓને ફસાવતી સિસ્ટમ)ની માત્રામાં વધારો થઈ રહ્યો છે. સૌથી વધુ જે દેશો પર ફીશીંગ એટેક થાય છે તેમાં ભારત ત્રીજા નંબરે છે. પ્રથમ નંબરે અમેરિકા જ્યારે બીજા નંબરે બ્રિટન છે. ૨૦૧૩નો એક સર્વે કહે છે કે વિશ્વભરમાં એપ્રિલ ૨૦૧૩માં થયેલા ફીશીંગ એટેક પૈકી ૪૬ ટકા તો આ ત્રણ દેશોમાં થયા હતા. ફીશીંગ એટેક કરનારા ચોક્કસ બ્રાન્ડને ટાર્ગેટ કરતા હતા. ૩૧૧ જેટલી બ્રાન્ડને ટાર્ગેટ કરાઈ હોવાનો અહેવાલ છે. આ ફીશીંગ કરનારાઓ બ્રાઝીલ અને ઓસ્ટ્રેલીયાને પણ ટાર્ગેટ બનાવે છે.
ફોટો શેરીંગ સ્નેપ ચેટની બોલબોલા
એમ લાગતું હતું કે ફેસબુક અને ટ્વીટરને કોઈ ઓવરટેક નહીં કરી શકે પણ જેમ જેમ સ્નેપચેટની બોલબોલા વધી છે તે જોતાં એમ લાગે છે કે તે સોશ્યલ નેટવર્કિંગ સાથે ઉપર દર્શાવેલી બંને લોકપ્રિય સાઈટ કરતાં આગળ વધી જશે. સ્નેપ ચેટ નામની એપ્લીકેશન ૨૦૧૧માં ઈવાન સ્પીજલ અને બોબી મર્ફીએ બનાવી હતી. આ એપ્લીકેશન સ્માર્ટ ફોનના વપરાશકારોને ફોટો અને વીડીયો ક્લીપ મોકલવામાં મદદ કરે છે. ફોટો મોકલ્યા પછી તે દશ સેકન્ડમાં સર્વર પરથી ઊડી જાય છે. (નીકળી જાય છે.) અમેરિકાના રાજકારણીઓ સેક્સ પરનું ટેક્સટીંગ કૌભાંડ (જેને સેક્સટીંગ કહેવાય છે.) પ્રકાશમાં આવ્યા બાદ આવી ટેક્સ્ટ કે મેસેજ ઓટોમેટીક ૧૦ સેકન્ડમાં જતો રહેવો જોઈએ તેવો આઈડિયા વિચારાયો હતો.
આ ફોટો શેરીંગ એપરેટ્સ સ્નેપચેટની વેલ્યુ ફેસબુક અને ટ્વીટર કરતાં વધુ આંકવામાં આવી રહી છે. તમારા સ્ક્રીન પર સ્નેપચેટ દ્વારા કોઈ ટેક્સ્ટ મેસેજ આવે તે દશ સેકન્ડમાં ઓટોમેટીકલી સર્વર પરથી નીકળી જતો હોય તો તેનાથી મેસેજની પ્રાઈવેસી જળવાઈ શકે છે.



0 comments:
Post a Comment