Pages

Subscribe:

Blogger templates

Tuesday, 9 July 2013

પ્રેતાત્માઓ પોતાના મનની કોઇ વાત કહેવા કે ઇચ્છા પૂરી કરવા મરણ સ્થળે ભટકતા હોય છે!

- એવી અનેક ઘટનાઓ છે જેના થકી ભૂત-પ્રેતની હયાતિ અને પૂર્વજન્મની સ્મૃતિ સાબિત થઇ શકે છે. એ પૂરવાર કરે છે કે આત્માનું શરીરથી અલગ સ્વતંત્ર અસ્તિત્વ છે અને ખાસ સંજોગોમાં તે ફરી પ્રગટ થયા કરે છે.

કેટલાક વિજ્ઞાનીઓ એવું માને છે કે મૃત્યુ પછી જીવાત્માનું અસ્તિત્વ રહેતું નથી. પ્રાણીના શરીરના બધા જ રાસાયણિક પદાર્થો રૃપાંતરિત થઇ શરીર-મનની સત્તાનો સમૂળગો અંત લાવી દે છે. પછી એના નામ સિવાય એની પાછળ કંઇ જ બચતું નથી. પરંતુ ભેત-પ્રેતની સત્ય ઘટનાઓ અને પૂર્વજન્મ-પૂનર્જન્મના પ્રસંગો આ માન્યતાને પડકાર ફેંકે છે. એવી અનેક ઘટનાઓ છે જેના થકી ભૂત-પ્રેતની હયાતિ અને પૂર્વજન્મની સ્મૃતિ સાબિત થઇ શકે છે. એ પૂરવાર કરે છે કે આત્માનું શરીરથી અલગ સ્વતંત્ર અસ્તિત્વ છે અને ખાસ સંજોગોમાં તે ફરી પ્રગટ થયા કરે છે.

જેમને 'પુલિત્ઝર પુરસ્કાર'થી નવાજવામાં આવેલા છે તે કેન્ટોર નામના વિશ્વસનીય અમેરિકન નવલકથાકારે ઇ.સ.૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધ વખતે પ્રેતાત્માનો સ્વ-અનુભવ થયો હતો. એકવાર તે અમેરિકાથી લંડન જતા હતા ત્યારે એક રાત્રે ક્રેસિન્ગટનમાં આવેલી એક બોર્ડિંગના રૃમમાં સૂતા હતા ત્યારે પ્રેતાત્મા ઉપદ્રવની ઘટનાનો ભોગ બન્યા હતા. તેમના જ શબ્દોમાં એ ઘટનાનો થોડો અંશ સાંભળીએ- 'ભોજન કર્યા પછી હું સૂઇ ગયો. પહેલી ઊંઘ ત્રણ વાગે ઊડી. હું જાગ્યો અને પાણી વગેરે પીવા રૃમની બહાર જઇને પાછો આવીને પથારી પર સૂઇ ગયો. સૂતા વાર પણ નહોતી થઇ અને એવું લાગ્યું કે નીચેથી કોઇ મારો કામળો ખેંચી રહ્યું છે.'શરૃઆતમાં મને લાગ્યું કે તે પોતાની જાતે જ ખસી ગયો હશે એટલે એને એને ફરીથી ઉપર ખેંચી ઓઢીને સૂઇ ગયો. પરંતુ તે ક્રિયાનું પુનરાવર્તન થયું. ફરીથી મારા મોના ભાગ પરથી કામળો હટી ગયો. આ વખતે થોડી તાકાત વાપરી એને મો અને શરીરના ભાગ નીચે દબાવીને સુઇ ગયો. પણ થોડીવાર થઇ હશે ને કોઇએ એટલા જોરથી તે કામળો ખેંચ્યો કે તે તો નીચે ઊતરી ગયો પણ તે સાથે જબરદસ્ત ખેંચાણ અનુભવાથી હું જાગી ગયો અને ઝટકા સાથે બેઠો થઇ ગયો. એક સેકન્ડ પહેલાં કોઇએ કામળો ખેચ્યો હોય તો તે તેની પથારીની સામે જ હોય. તેને પથારીથી બારણા સુધી ભાગીને જતા પંદર-વીસ સેકન્ડ તો થાય જ ! પણ ઓરડામાં કે તેની બહાર કોઇ જ નહોતું.

પછી મેં ઓરડાનું બારણું સ્ટોપરથી બંધ કરી દીધું અને કમળો આખા શરીરને બરાબર ચુસ્ત રીતે લપેટી પાછો સૂઇ ગયો. હું નિશ્ચિત હતો કે હવે કંઇ નહી થાય કેમ કે ઓરડામાં આમેય હું એકલો હતો અને દરવાજો સ્ટોપર વાસીને બંધ કરાયેલો હતો. ફરી મારી આંખ મીંચાવાની તૈયારી હતી ત્યાં જ મારા પગ બાજુના ભાગેથી કામળો જોરથી ખેંચાયો. મારા મોં પરથી કામળો હટી જતાં મેં જોયું તો એ અંધારા ઓરડામાં કોઇ વિચિત્ર પ્રકાશ પથરાયો હતો. ઓરડાની તમામ લાઇટ તો બંધ હતી તો એ પ્રકાશ ક્યાંથી આવતો હતો તે શોધવા મેં પ્રયત્ન કર્યો પણ એ પ્રકાશ થોડી થોડી વારે ઓરડાના જુદા જુદા ભાગમાં ફર્યા કરતો હતો. એટલામાં કોઇના હસવાનો અવાજ સંભળાયો. જાણે તેને મારી મુંઝવણ પર હસવું આવતું હોય તેવું લાગ્યું. થોડી વાર પછી તેના રડવાનો અવાજ સંભળાયો. જાણે પોતાના ભૂતકાળના કોઇ દુઃખને યાદ કરીને ઊંહકારા સાથે રડતું હોય તેવો અવાજ હતો તે ! આ સંજોગોમાં હિંમત દાખવીને ઊભા થઇને ઓરડાની ઇલેક્ટ્રિક લાઇટની સ્વીચ ઓન કરવી તે બહુ અઘરું કામ હતું મારા માટે ! તેમ છતાં ઇશ્વરને પ્રાર્થના કરી હું ઊભો થયો અને લાઇટ ચાલુ કરી. લાઇટ થતાં જ પેલા વિચિત્ર અવાજો બંધ થઇ ગયા. પછી મેં સૂવાનું માંડી વાળ્યુ અને લાઇટ ચાલુ રાખીને જ પથારીમાં જાગતા બેસી રહીને બાકીની રાત પસાર કરી.
કેન્ટોરે ભૂત-પ્રેતના અસ્તિત્વ વિશે એક પુસ્તક પણ લખ્યું છે. જેનું નામ છે 'ઇમ્મોર્ટાલિટી પ્રુવ્ડ બાય ટેસ્ટીમની ઓફ સાયન્સ'તેમાં એક કેપ્ટન બટલરની મરેલી પત્નીના પ્રેતાત્મા સ્વરૃપનુ બારીક વર્ણન અને તેના પચ્ચાઓ વિશે પ્રામાણિક વિવરણ આપ્યું છે.આ પુસ્તકની મૂળ પ્રત ન્યુયોર્ક પબ્લિક લાયબ્રેરીમાં અત્યારે પણ જળવાયેલી છે. પાદરી ક્યુમિગ્ઝે પણ આ પુસ્તકમાં ત્રીસેક જેટલી વ્યક્તિઓના પ્રેતાત્મા સાથે પોતાને થયેલા પચ્ચાઓના અનુભવ ટાંક્યા છે. પાદરીએ પોતે પણ અનેકવાર પ્રેતાત્માઓને જોયા અને સાંભળ્યા છે તેના પ્રસંગો તેમાં વર્ણવ્યા છે.


ભૂત-પ્રેતના ઉપદ્રવનો સામનો અનેકવાર અનેક લોકોને થયો છે. અમેરિકાના કેલિફોર્નિયા શહેરના એન્ડાબરી વિસ્તારમાં એક મકાન ભૂતિયું હતું. તેમાં રહેવા કોઇ તૈયાર થતું નહી પણ ચારેક સાહસિક વિદ્યાર્થીઓએ એમાં રહેવા જવાનો નિશ્ચય કર્યો. તે ભૂત-પ્રેતના અસ્તિત્વમાં માનતા નહોતા અને એવા અનુભવોને કેવળ માનસિક ભ્રમ જ સમજતા એક દિવસ રાતના સમયે તે ચારેય અભ્યાસ કરી રહ્યા હતા. ત્યાં એમના બારણા પર જોરજોરથી પથ્થરો અથડાવા લાગ્યા. બારીમાંથી બહારની તરફ જોયું તો જાણે મકાન પર પથ્થરોનો વરસાદ પડી રહ્યો હતો ! કોઇ એક વ્યક્તિ બારણા પર પથ્થર નાંખતી હોય તો આટલા બધા પથ્થરો એક સાથે આટલી ઝડપથી ના પડી શકે એટલો તો એમને ખ્યાલ આવી ગયો. બીજી એક ઘટનાએ તો તેમને લગભગ ડરાવી જ દીધા.

એક દિવસ તે ચારેય વિદ્યાર્થીઓ તે મકાનની બહાર આંગણામાં ખુરશીઓ પર બેઠા હતા. એકાએક તે બેઠા હતા તે ખુરશીઓના પાયા હાલવા લાગ્યા. આ શું થઇ રહ્યું છે. તેની તેમને કંઇ સમજ પડે તે પહેલાં તો તેમની ખુરશીઓ હવામાં અધ્ધર થવા માંડી અને તે જમીનથી સાત-આઠ ફુટ જેટલી અધ્ધર થઇ ઊંચે હવામાં જ સ્થિર થઇ ગઇ. એ ચારેય ચીસાચીસ કરવા લાગ્યા. એ વખતે તેમને કોઇના હસવાનો અવાજ પણ સંભળાયો. વિદ્યાર્થીઓની ચીસો સાંભળીને આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા અને આ વિચિત્ર દ્રશ્ય જોઇ વિમાસણમાં પડી ગયા કે આમને નીચે ઊતારવા કઇ રીતે ? પણ થોડી વાર પછી તે ખુરશીઓ ધીમે ધીમે નીચે આવવા લાગી પણ એકાદ ફુટનું અંતર બાકી હતું ત્યારે તો જોરથી જમીન પર ઊતરી ધડામ કરતી જમીન સાથે અથડાઇ લોકોએ તે વિદ્યાર્થીઓને કહ્યું કે ચાર-પાંચ વર્ષ પહેલાં એક ડોકટરે તે મકાનમાં આત્મહત્યા કરી હતી. તેનો પ્રેતાત્મા આ મકાનમાં વારંવાર ઉપદ્રવો કરે છે. આ કામ પણ તેના પ્રેતાત્માએ જ કર્યું છે. પ્રેતાત્માનો આનો સ્વાનુભવ થવાથી તે વિદ્યાર્થીઓએ તે ભૂતિયું મકાન તે જ દિવસે ખાલી કરી દીધું !

સેના સરજેસ્કી નામની મહિલાને પણ પ્રેતાત્માન સાક્ષાત્કાર થયો હતો. તેણે ડૂસકા ભરતાં ભૂતનો સંશય નામતી પોતાના સ્વાનુભવનો લેખ 'ફેટ'પત્રિકામાં છપાવ્યો હતો. તેમાં તે જણાવે છે કે તે જે મકાનમાં રહેતી હતી એમાં ક્યારેક ક્યારેક કોઇના ફરવાનો અને દાદરા ચડવાનો અવાજ આવ્યા કરતો હતો. એક દિવસ તો તેને એવો અહસાસ થયો કે કોઇ પુરુષની છાય તેની પાસે જ આવીને ઊભી રહી છે. તે એકદમ જ ચમકી ગઇ કેમ કે તેણે સાંભળ્યું હતું કે તે મકાનમાં પૂર્વે ડેવીડ એલિસન નામના એક પુરુષે આત્મહત્યા કરી હતી. સરજેસ્કીને થયું કે જરૃર તે ડેવીડનું ભૂત હશે. છતાં ખાતરી કરવા તેણે પૂછ્યું તો તેણે કહ્યું કે તેની વાત સાચી છે. તે ડેવીડનો જ આત્મા હતો. તેણે તેને પૂછ્યું- 'તમે કંઇ કહેવા માંગો છો ?'પણ તેનો જવાબ આપવાનો બદલે પ્રેતાત્મા અદ્રશ્ય થઇ ગયો.થોડા દિવસ પછી ડેવીડનો પ્રેતાત્મા સરજેસ્કીના રૃમમાં છાયા રૃપે ફરી પ્રગટ થયો. આ વખતે તે સરજેસ્કીની સામેની ખુરશીમાં બેસી ગયો અને ડૂસકાં ભરીને રડવા લાગ્યો. સરજેસ્કીએ તેને સાહસ કરીને પૂછ્યું- 'તમે ડૂસકાં કેમ ભરો છો ? તમે કંઇક કહેવા માંગો છો ?'તે પ્રેતાત્માએ રડવાનું બંધ કરીને કહ્યું- 'હા, આ વાત કહેવા માટે જ હું અહી ભટક્યા કરું છું. તમે મારી પત્નીને કહે જો કે મે આત્મહત્યા નહોતી કરી. હું એને અને બાળકોને બહુ જ ચાહું છું. ભૂલથી બીજી દવા પી જવાથી મારું મરણ થયું હતું. બીજે દિવસે સરજેસ્કીએ આ વાત ડેવીડની પત્નીને કરી. તેનાથી તેને સાચી વાતની ખબર પડી અને ડેવીડ પરત્વે જે ગુસ્સો આવ્યો હતો તે દૂર થયો. તેણે સરજેસ્કીને કહ્યું કે ડેવીડ હંમેશા તેમની સાથે ઇન્સ્યુલિનની શીશી રાખતા હતા એ વાત સાચી છે. તે દિવસે કદાચ કોઇ બીજી દવા પીવાઇ જવાથી આવું બન્યું હોય તે સંભવ છે.'

0 comments:

Post a Comment