- તમારા 'ઇગો' (અહંકાર)ને જમીનમાં દાટી દો. તમારી પ્રત્યેનું કોઈનું પણ વર્તન સારૃ ન હોય તો તે તે વ્યક્તિનો પ્રોબ્લેમ છે તમારો નહીં.
સારી ટેવ એટલે શું ?
વ્યક્તિની શારીરિક અને માનસિક આરોગ્યને ફાયદો કરે તે બધી જ ટેવોને મેડીકલ ભાષામાં સારી ટેવ (ગુડ હેબીટ) કહેવાય. આ સારી ટેવોનો આધાર વ્યક્તિની નિયમિત ચુસ્તીથી પાળવાની જીવનશૈલી ઉપર આધાર રાખે છે. જીવનમાં સફળ થવું હોય, જીવનના અંત સુધી શારીરિક અને માનસિક-બન્ને રીતે તંદુરસ્ત રહેવું હોય અને તમારા કામમાં-ધંધો કે નોકરી-આગળ વધવું હોય. શરીરમાં કોઈ રોગ ના હોય અને મનમાં કોઈ કલેશ ના હોય તેવું જીવન જીવવું હોય તો નીચે જણાવેલી બધી સારી ટેવોનું નિયમિત પાલન કરવાનો પાકો નીર્ધાર કરો અને આ નિર્ધાર કરવાનું બળ તમારા ઈષ્ટ દેવ તમને આપે. તમારી ગમે તે ઉંમર હોય હજાુ મોડું થયું નથી માટે કશા જ આડા અવળા વિચાર કર્યા વગર તરત આ સારી ટેવોનું પાલન કરો.
૧. દરેક બાબતમાં નિયમિત થાઓ
સૂર્ય નિયમિત સવારે ઉગે છે સાંજે આથમે છે. દિવસ પછી રાત અને રાત પછી દિવસ આવે છે. ઋતુચક્ર પણ નિયમિત તમે જન્મ્યા ત્યારથી નિયમિત ચાલે છે. આજ રીતે તમે આજથી ત્રણ બાબતોમાં નિયમિત થઈ જાઓ એ. નિયમિત ઉઠો અને ચોક્કસ સમયે નિયમિત સૂઈ જાઓ. બી. જમવાનો નાસ્તાનો સવાર અને સાંજનો સમય પણ પ્રયત્ન કરી પાળો. સી. આજ રીતે બાથરૃમ અને ટોયલેટનો - જ્યારે હાજત થાય ત્યારે શક્ય હોય તો - તરત નીકાલ કરો સ્વસ્થ અને રોગ રહીત જીવન માટે આ ત્રણ વસ્તુ ખૂબ આવશ્યક છે.
૨. નિયમિત કસરત કરો
આપણું શરીર કસરત માટે બનેલું છે. તમે જાણો છો કે કસરતના અનેક ફાયદા છે. જેમ આજે બ્રશ કરો છો અને સ્નાન કરો છો - જમો છો - નિંદ્રા લો છો છતાં બીજે દિવસે અને જીંદગીના અંત સુધી આ ક્રિયાઓ કરો છો તે જ રીતે કસરતને તમારી દિનચર્યાનો ભાગ બનાવો. એક પણ દિવસ કસરત ના કરી હોય એવું ના થાય. તમને ગમતી હોય તે કસરત કરો. ચાલવું-દોડવું તરવું સાયકલ ચલાવવી હેલ્થ કલબની કસરત-યોગાસન-કોઈપણ ૩૦ થી ૪૦ મિનિટ કરો આનાથી તમારી ઇમ્યુનીટી (રોગ પ્રતિકારક શક્તિ) વધશે.
૩. કોઈ પણ જાતનું ટેન્શન ના થાય તેનું ધ્યાન રાખો
ઘરના કે બહારના સાથે કલેશ-કંકાસ-ઉંચેથી બોલવાનું - કંટ્રોલ વગર બેફામ વર્તન કરવાનું - બધું જ છોડી દો. ખરાબમાં ખરાબ પરિસ્થિતિ વખતે પણ જે થાય છે તેને સ્વિકારી લો. પ્રભુની મરજી. થઈ ગયું એ સારૃં હતું. થાય છે તે સારૃં છે અને હવે થવાનું છે તે પણ સરસ થશે. આવો વિશ્વાસ રાખો. તમારા 'ઇગો' (અહંકાર)ને જમીનમાં દાટી દો. તમારી પ્રત્યેનું કોઈનું પણ વર્તન સારૃ ન હોય તો તે તે વ્યક્તિનું પ્રોબ્લેમ છે તમારૃં નહીં. મનમાં ખળભળાટ ના થાય તેનું ખાસ ધ્યાન રાખો. નાની નાની બાબતો તમને સ્પર્શતી ના હોય તે માટે અકળાઓ નહીં. આ વાત થોડી મુશ્કેલ છે પણ આ સારી ટેવ છે શ્રેષ્ઠ છે. પ્રયત્ન કરશો મને ખાત્રી છે કે તમે આ બાબતમાં અવશ્ય સફળ થશો.
૪. સમય સાચવો
તમે કોઈને સમય આપ્યો હોય. તમારે ટ્રેન કે પ્લેન પકડવાનું હોય કોઈને મળવાનું હોય. ડાયરી કે મોબાઈલમાં આગળના તમારા કાર્યક્રમને મિટીંગની નોંધ કરી સમયસર બધે પહોંચી જાઓ. તમે અમિતાભ બચ્ચનને યાદ રાખો. કોઈપણ વખતે આટલા વ્યસ્ત હોવા છતાં શૂટીંગમાં - સારા કે માઠા પ્રસંગે ખૂબ જ સમય પાલન કરે છે. આ ટેવ સરસ છે.
૫. વાણી વર્તન અને વ્યવહારથી સરળ બનો
મોટેથી ઘાંટા પાડી બોલો નહીં - કોઈને નારાજ ના કરો. કોઈનું અપમાન ના કરો. પોતાની બડાઈ ના હાંકો. જાુઠુ ના બોલો. કોઈને ખરાબ લાગે તેવો વ્યવહાર ના કરો. ઘરના લોકો-સગાવ્હાલા-મિત્રો, આડોશી-પાડોશી સાથે સંબંધ જાળવો. કોઈનું પણ થઈ શકે તેવું કામ કરો. કોઈની પણ ટીકા ના કરો કોઈને ઉતારી ના પાડો. સારા માઠા પ્રસંગે તમે આ બધાને મદદ કો.
૭. સ્વચ્છ રહો - સ્વસ્થ રહો
તમારૃં શરીર તમારૃં વાહન છે. જેને તમારે જન્મથી મૃત્યુ સુધી સાચવવાનું છે. તેને સ્વચ્છ રાખો. દરેક ઋતુમાં તમારા શરીરનું બેક્ટેરીઆ-વાયરસ-ફન્ગસ-એલર્જનથી રક્ષણ કરો. શરીરના સાત દરવાજા આંખ-નાક-કાન, ગળુ-મળદ્વાર-મૂત્રદ્વાર-ચામડી દ્વારા શરીરને પરેશાન-રોગગ્રસ્ત કરનારા દુષીત પદાર્થો જાણે અજાણે ના જાય તેનો ખૂબ ખ્યાલ રાખો. ૧. આંખ ઉપર રોજ પાંચથી સાત વખત પાણી છાંટો. ૨. નાકમાં અને કાનમાં રંગ અને સુગંધ વગરનું વેસેલાઈન લગાડો. ૩. સાઈનસમાં ગએલા જંતુનો નાશ કરવા બે વખત ગરમ વરાળનો નાસ લો. ૪. ગળામાં ગએલાં જંતુનો નાશ કવરા ગરમ પાણીના કોગળા કરો. ૫. ચામડી ઉપર શિયાળામાં તેલની માલીશ કરો. ઉનાળામાં અને ભેજવાળી હવામાં પણ ૧૦૦ મી.લી.લી. પાણીમાં એક ચમચી ગ્લીસરીન નાખી તેનાથી (મોઈશ્ચરાઇઝરથી) શરીરની માલીસ કરો ૬. મળદ્વાર અને ૭. મૂત્રદ્વારને પણ સારી રીતે સ્નાન કરો ત્યારે સાફ રાખો. શક્ય હોય તો બે વખત સ્નાન કરો. તમે જ્યારે જ્યારે બહારથી આવો ત્યારે હાથ સાબુથી ધોઇ નાખો. તમે જે વાપરતા હો તે કોસ્મેટીક્સ (સૌંદર્ય પ્રસાધનો) સાબુ-પાવડર-ક્રિમ-હેર ઓઇલ વારેવારે બદલો નહીં. તમારો કાંસકો અલગ રાખો. કપડાં બને ત્યાં સુધી કોટનના પહેરો. અન્ડર ગાર્મેન્ટસ અને મોજાં કોટનના વાપરો. બહાર નીકળો ત્યારે બૂટ પહેરીને નીકળો.
૮. શરીરને પોષણયુક્ત આહારથી રોગમુક્ત રાખો
૫૦ થી ૬૦ ગ્રામ પ્રોટીન, ૪૦ ગ્રામ ચરબી અને ૨૫૦ થી ૩૦૦ ગ્રામ કાર્બોહાઇડ્રેટ જેમાં ૨૫ થી ૩૦ ગ્રામ ખાંડ-ગોળ-મધ (સીમ્પલ કાર્બોહાઇડ્રેટ) અને બાકીના કોમ્પ્લેક્ષ કાર્બોહાઇડ્રેટ ખોરાક લો. બે થી અઢી લીટર પાણી અને બીજા પ્રવાહી લો. મીઠુ વધારેમાં વધારે ૧ ચમચી લો. શરીરની કેલરીની જરૃરત (૨૦૦ પુરુષ-૧૮૦૦ સ્ત્રી) થી વધારે ખોરાક લેશો નહીં. કારણ વધારાની કેલરીથી તમારા શરીરમાં ચરબી વધશે અને વજન વધશે અને શરીર રોગગ્રસ્ત થશે.
ખરાબ ટેવો એટલે શું ?
ખરાબ ટેવો એટલે આદત-વ્યસન-જેનો શરીરના આરોગ્ય ઉપર ખરાબ અસર થાય. જેને આ ટેવ કે ટેવો પડે તે વારેવારે કરે તેમાં આનંદ આવે. તે જાણે કે મોડા વહેલા આ ટેવોથી તેના શરીરને ભયાનક નુકશાન થવાનું છે પણ તે પ્રયત્ન કરતાં છોડી શકે નહીં. તેના આરોગ્યને નુકશાન ઉપરાંત આ ટેવ કે ેટવોને કારણે તેને આર્થિક નુકશાન થવાનું છે તે પણ તેને ખબર છે તેના કુટુંબને પણ બેહાલ કરવાનો છે એ પણ ખબર છે છતાં તે છોડી શકતો નથી. આ ખરાબ ટેવો કે વ્યસન કહેવાય.
કંઈ ટેવો ખરાબ ગણાય
ખરાબ ટેવોમાં અમૂક ટેવો એવી છે જે વ્યક્તિ જાણતી હોય કે આનાથી શરીરને નુકશાન થાય છે છતાં એ પોતાના પ્રયત્નથી કોઈ સંજોગોમાં છોડી ના શકે તેવી ટેવોને વૈજ્ઞાાનિકો વ્યસન કહે છે. એ વાત ઘણી જાણીતી છે કે આ વ્યસનમાં પહેલું નામ બીડી, સિગરેટ, તપકીર, તમાકુનો ઉપયોગ આવે, બીજો નંબર દારૃ પીવાનો પછી ત્રીજાું કેફી દ્રવ્યો જેવાં કે ભાંગ-એલ.એસ.ડી. આ ત્રણને વ્યસનમાં ગણાય. બીજી ખરાબ (બેડ હેબીટસ) ટેવોમાં
૧. ખાઉધારપણું જે જોયું એ ખાઈ જવાની ટેવ
૨. જુગાર રમવો.
૩. દવાઓ લેવાની ટેવ.
૪. પૈસા કે વસ્તુ ઉધાર માગવાની ટેવ.
૫. દાંતથી નખ કરડવા.
૬ જરૃર ના હોય તો પણ વારેવારે વસ્તુઓ ખરીદવાની (શોપીંગ) ટેવ.
૭. નાક ખોતરવાની ટેવ.
૮. પાંપણના કે માથાના વાળ ખેંચવાની ટેવ.
૯. આંગળીઓના ટચાકા ફોડવાની ટેવ
૧૦. વારેવારે હાથ ધોવાની ટેવ.
૧૧. પોતે કરેલી ભૂલને વારે વારે યાદ કરવાની ટેવ.
૧૨. પોતાની ના હોય છતાં ગમે ત્યારે શોપીંગ કરતી વખતે પણ વસ્તુ ઉપાડી લેવાની ટેવ.
૧૩. ઘાંટા પાડવાની અને ગુસ્સે થવાની.
૧૪. ખોટું બોલવાની ટેવ.
૧૫. નારાજ કરવાની ટેવ.
૧૬. ટી.વી. જોયા કરવાની ટેવ.
૧૭. બડાઈ મારવાની ટેવ.
૧૮. મારામારી કરવાની ટેવ.
૧૯. ઉંઘ્યા જ કરવાની ટેવ.
૨૦. ચા-કોફી વધારે પીવાની ટેવ.
૨૧. ચોકલેટ ખાવાની ટેવ.
૨૨ ગળ્યું ખાવાની ટેવ.
૨૩ સોફટડ્રીંક્સ (કોકો કોલા વગેરે) પીવાની ટેવ
૨૪ જંકફૂડ ખાવાની ટેવ.
૨૫. સતત (ઓફીસમાં કે ઘેર) આરામ લીધા વગર કામ કરવાની ટેવ.
૨૬ કબજીયાત રહે છે એટલે અનેક જાતના જુલાબ લેવાની ટેવ.
૨૭ જલદી જલદી ખાવાનું પૂરૃં ચાવ્યા વગર ગળા નીચે ઉતારી દેવાની ટેવ.
આ લીસ્ટ તમે તમારી સાયકોલોજીની વિચિત્રતા પ્રમાણે ઘણું વધારી શકાય. માનસચિકિત્સકો આને ''બીહેવી અટલ એડીકશન'' કહે છે
ખરાબ ટેવોથી છુટકારો કેવી રીતે મેળવશો
૧. સિગરેટ પીવાથી તમને થોડો વખત સારૃ લાગે છે પણ તમને એ પણ ખબર છે કે આની ટેવથી દાંત કાળા થાય, મોમાંથી ખરાબ વાસ આવે એસીડીટી થાય, ગેસ થાય, કબજીયાત થાય અને લાંબે ગાળે કેન્સર થાય તો જ્યારે જ્યારે સિગરેટ પીવાની ઇચ્છા થાય ત્યારે કોઈ યોગના કલાસમાં જઈ પ્રાણાયામ શિખી પ્રાણાયમ કરવા માંડો. ધીરે ધીરે વધારી ૩૦ મિનિટ પ્રાણાયામ કરો. સિગરેટ પીવાનો વિચાર આવે ત્યારે તમે પોતે તમારી જાતને કેન્સર (ગળા કે અન્નનળીનું) થયું છે અને હોસ્પિટલના ખાટલામાં પડયા છો અને તમારા પત્ની વડીલો બાળકો રડે છે અને તમારા છેલ્લા શ્વાસ ગણાય છે એવી કલ્પના કરો અને વારેવારે આવુ કરો, તમાકુ સિગરેટ છોડો.
દારૃ પીવાની ટેવથી તમારા મગજને થોડું એકસાઇટમેન્ટ મળે છે થોડો વખત સારૃ પણ લાગે છે તમને ખબર છે કે દારૃ પીવાથી આર્થિક નુકશાન સાથે શારીરિક નુકશાન પણ છે. લાંબે ગાળે તમારૃ લીવર ખરાબ થશે અને તમે મૃત્યુ પામશો. દારૃ તેમજ સિગરેટથી મુક્તિ મેળવવા માટે મોટા શહેરોમાં વ્યસન મુક્તિ કેન્દ્રો તેમજ વ્યસન દૂર કરવા માટે હોસ્પિટલો પણ છે તેમાં જઈને સારવાર કરાવી મુક્તિ મેળવો.
૩. બાકીની ઉપર ગણાવેલી બધી જ ટેવો ''બીહેવીઅરસ સાયન્ટીફશે''ના મત પ્રમાણે સ્ટ્રેસ અને બોરડમના પરિણામ છે. આ માટે તમારી જાતે ખરાબ ટેવ ના કારણ જાણ્યા વગર તમારી જાતને આટલા સવાલ પૂછો. દા.ત. નખ ચાવવાની ટેવ તો તેવી ઇચ્છા
૧. ક્યારે થાય છે
૨. કેટલી વખત આવું કરો છો.
૩. એ વખતે તમને ઘરમાં એકલા છો. કે બધાની સાથે.
૪. શા કારણથી તમે નખ કરડો છો.
મૂળ કારણ શોધી અને વ્યસન સિવાયની બધી ટેવોથી તમે મુક્તિ મેળવી શકશો.
છેલ્લે એટલું જ જણાવવાનું કે આ દુનિયામાં જ્યાં રોજેરોજના જીવનમાં કંકાસ-કલેશ-દુઃખ. અસંતોષ અને નાની નાની બાબતોમાં કોઈને પણ ના ગમે તેવા બનાવો બનતા હોય ત્યાં મનને સ્થિર રાખી તમારા ઈષ્ટ દેવ પર ભરોસો રાખી ફક્ત - હા ફક્ત - નિયમિત ગમતી કસરત કરીને શરીરને અડીખમ બનાવો. શરીર તંદુરસ્ત હશે તો મન પણ તંદુરસ્ત રહેશે અને તમારા વિચારો અને આચરણ પણ તંદુરસ્ત રહેશે પછી ખરાબ ટેવો પડવાનો સવાલ નહીં રહે. જરૃર લાગે તો વિના મૂલ્યે સલાહ લેવા મારો સંપર્ક કરો.

0 comments:
Post a Comment