Pages

Subscribe:

Blogger templates

Tuesday, 9 July 2013

સાયબર ક્રાઈમનો સપાટો

સાયબર ક્રાઈમના ત્રાસને નાથવા શું થઈ શકે ? સર્ફીંગ કરનાર જેટલો વધુ એલર્ટ એટલો ઓછો તે સાયબર ક્રાઈમનો શિકાર બને છે. ઘણાંને એમ થાય છે કે સાયબર ક્રાઈમ કરનારા સર્ફીંગ કરનારા કરતાં અનેક ઘણાં હોંશિયાર હોય છે. કોમ્પ્યુટરમાં નિષ્ણાત ગણાતા અને સાયબર પોલીસ તરીકે જાણીતી કંપનીઓ પણ સાયબર ક્રાઈમ કરનારાઓ આગળ નબળી પૂરવાર થઈ છે. ઈન્ટરનેટનો વધુ વપરાશ કરતી કંપનીઓ કે ફાયનાન્શીયલ કામ સાથે સંકળાયેલી કંપનીઓ પણ અનેકવાર સાયબર ક્રાઈમના સપાટામાં આવી ગઈ છે. નાઈજીરીયા તરફના દેશોમાં ટીનેજર્સને સાયબર ક્રાઈમ માટે ટ્રેનીંગ અપાય છે. સાયબર ક્રાઈમ કરનારા પૈકી મોટાભાગના નાઈજીરીયા તરફના છે અને ત્યાં જ સર્વર ધરાવે છે.

આવા લોકો ગૃપ પ્રમાણે કામ કરે છે. જેમકે એક ગૃપ લાખો મેલ કરે છે. ઉદાહરણ તરીકે આ પહેલું ગૃપ લોટરી જીત્યા છો એવા મેલ કરે છે. આ મેલને જે લોકો ક્લીક કરીને રીસ્પોન્સ આપે છે તે બધાને બીજું ગૃપ હેન્ડલ કરે છે. રીસ્પોન્સ આપનારની લાલચ ત્રીજું ગૃપ ચકાશે છે. ચોથું ગૃપ પૈસા કેટલા આપવા અને ક્યાં મળવું તે ચકાશે છે. જ્યારે પાંચમું ગૃપ રૃબરૃ તોડ કરવા આવવા માટેની હિંમત બતાવે છે.

આ ગૃપના કોઈ અંદરોઅંદર ઓળખતું નથી. મેલ મોકલનાર મેલ મોકલવાનું મહેનતાણું લઈને છૂટો થઈ જાય છે. આમ આ હેકર્સ કે સાયબર ક્રાઈમ કરનારાઓ એક જ મેલથી સર્ફીંગ કરનારને ફસાવતા નથી પણ ધીરે ધીરે આગળ વધે છે.

કમનસીબી એ છે કે સર્ફીંગ કરનાર કરતા વધુ ચાલાક સાયબર ક્રાઈમ કરનારા હોય છે. સાયબર ક્રાઈમમાં થઈ રહેલો વધારો ચિંતાજનક છે. સર્ફીંગ કરનારા જો એલર્ટ નહીં રહે તો તેની માત્રામાં વધારો થશ

0 comments:

Post a Comment