Pages

Subscribe:

Blogger templates

Tuesday, 9 July 2013

કોફી હાઉસમાં સર્ફીંગથી ચેતો

કોફી હાઉસ, વેઈટીંગ રૃમ વગેરે સ્થળોને બેસીને સર્ફીંગ કરનારા સલામત સ્થિતિ ગણે છે. પરંતુ હકીકતે તો તે સાયબર ક્રાઈમના શિકાર બને છે. ઈન્ટરનેટના શોખીનો ફેસબુક, ઈ-મેલ ચેક કરવા, ડાઉનલોડીંગ, ઓનલાઈન શોપીંગ, મોબાઈલ બેંકિંગ વગેરે વાઈ-ફાઈ નેટવર્કના ઉપયોગ દ્વારા જુવે છે. આવા સ્થળોએ સર્ફીંગ કરનારા સાયબર ક્રિમીનલની જાળમાં ફસાય છે. ખરેખર તો આવા સ્થળોએ બેસીને સર્ફીંગ કરવામાં જોખમ હોય છે. જેમ જેમ ટેકનોલોજી વિકસતી ગઈ એમ એમ સાયબર ક્રિમીનલ માટે આસાન સ્થિતિ ઉભી થવા લાગી.


એક અહેવાલ અનુસાર જ્યારે તમે કોફી હાઉસમાં કે કોઈ વેઈટીંગ રૃમમાં લેપટોપ કે મોબાઈલ પર ઈન્ટરનેટ સર્ફીંગ શરૃ કરો છો ત્યારે હેકર્સ પાસે ચોક્કસ પ્રકારનું ડીવાઈસ હોય છે તેના મારફતે તે તમે શું સર્ફીંગ કરો છો તે જોઈ શકે છે. એટલે જ જાહેરમાં સર્ફીંગ કરો ત્યારે કોઈ પ્રાઈવેટ કે મહત્વના ડોક્યુમેન્ટના ઉપયોગથી દુર રહેવું જરૃરી છે.

ઘણીવાર એવું બને છે કે હેકર્સ કોફી ટેબલ પર જાણી જોઈને યુએસબી ડ્રાઈવ મુકીને જતો રહે છે. તે ટેબલ પર બેસનાર જિગ્નાશાવશ આ ડ્રાઈવમાં શું છે તે જોવા ખોલે છે. તે ડ્રાઈવ ખોલે છે કે તરત જ તેમાંના 'માલ-વેર' કોમ્પ્યુટરમાં ઘૂસી જાય છે. જેના પગલે હેકર્સ તમારા કોમ્પ્યુટર પરના મહત્ત્વના ડેટા જાણી શકે છે.

હેકર્સ પાસે નેટવર્ક સ્કેનર જેવી સિસ્ટમ હોય છે. જેથી તે આસપાસ બેઠેલા ઈન્ટરનેટ યુઝર્સનો ડેટા મેળવી શકે છે.

ઘણાં હેકર્સના મોબાઈલ ફોન પર વીડીયો કેમેરા હોય છે. એટલે જાહેરમાં પાસવર્ડ ક્લીક કરો તો તેનો ફોટો તે લઈ શકે છે. ઘણાં લોકોને પોકેટમાંથી ક્રેડીટ કાર્ડ કાઢીને કાઉન્ટર પર પોતાના નંબર ના આવે ત્યાં સુધી હાથમાં પકડી રાખવાની ટેવ હોય છે. મોબાઈલ પરના કેમેરા વડે હેકર્સ કાર્ડનો નંબર લઈ શકે છે.

એટલે જ કોફી હાઉસમાં કે અન્ય કોઈ જાહેર સ્થળોએ સર્ફીંગ કરતા ચેતો અને અજાણ્યા સ્થળે પડી રહેલી યુએસબી ડ્રાઈવનો ઉપયોગ કરતાં પણ ચેતો...

0 comments:

Post a Comment