Pages

Subscribe:

Blogger templates

Sunday, 25 November 2012

સોશ્યલ નેટવર્કીંગનો ખતરો

સોશ્યલ નેટવર્કીંગનો ખતરો દિન- પ્રતિદિન વધતો જાય છે. શિવસેનાના સુપ્રીમો બાલ ઠાકરેનું અવસાન થયું ત્યારે બંધ મુંબઇ અંગે પ્રતિભાવ આપનાર યુવતી અને તેને આવકારનાર યુવતીની જે રીતે ધરપકડ કરાઇ અને પછી જે રીતે જામીન પર છોડાઈ તે ઘટનાએ સોશ્યલ નેટવર્કીંગ સાથે સંકળાયેલાઓને હચમચાવી મુકયા છે. દરેક વ્યકિત સ્વાતંત્ર્યની વાત કરી છે પણ કાયદાઓનું ચોક્કસ પાલન થતું નથી. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીનું શાસન છે. ત્યાં કાર્ટૂનીસ્ટ પર હુમલો થયો ત્યારે કોંગ્રેસે જે કાગારોળ મચાવી હતી તેવી કાગારોળ મુંબઇના કેસમાં કરી નથી કેમ કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસનું શાસન છે. આમ, આઇટીના કાયદા પર પણ રાજકીય વગ અને કિન્નાખોરી દેખાઈ આવે છે. સોશ્યલ નેટવર્કીંગ ક્ષેત્રે સલામતી દેખાતી નથી. કોઇ વસ્તુ, કોઇને પસંદ પડે કે ના પડે પણ માફી મંગાવવા માટે જે દાદાગીરીનો સહારો લેવાયો છે તે કાયદાની ઠેકડી ઉડાડવા સમાન છે.

0 comments:

Post a Comment