Pages

Subscribe:

Blogger templates

Sunday, 25 November 2012

ઓપિનીયન મજાક બને છે

ઇન્ટરનેટ પર ઓપીનીયન આપનારાઓની લંગાર હોય છે. ઘણાં પોતાનું નામ નેટ પર ફરતું રહે તે માટે ઓપીનીયન આપ્યા કરે છે. આવા લોકોની એક સિન્ડિકેટ હોય છે, જે એક બીજાના વખાણ કર્યા કરે છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે સાવ ફાલતુ વિષય પર લખેલા લખાણ અંગે પણ ઓપીનીયન જોવા મળે છે. બે-ત્રણ લાઇનના ઓપીનીયન આપીને આ લોકો પોતાનું નામ નેટ પર ફરતું રાખે છે. ઘણાં બ્લોગરો પોતાના નામના જ વિવિધ ઇ-મેલ આઇડી બનાવીને તેના ઓપીનીયન જાતે જ આપીને બીજાને આકર્ષે છે. પ્રાદેશિક ભાષાના બ્લોગરોમાં આવી સિસ્ટમ અને સિન્ડિકેટ ખાસ જોવા મળે છે. ઘણી વાર આ પ્રકારના ઓપીનીયન મજાક સમાન હોય છે. આવા ઓપીનીયન વાંચતા જ ખબર પડી જાય કે આ સિન્ડીકેટીયા ઓપીનીયન છે.


ઓપીનીયન આપવામાં એક પ્રકારની ગંભીરતા હોવી જોઈએ તેના બદલે તેનો આડેધડ ઉપયોગ થાય છે.

0 comments:

Post a Comment