સૂર્ય એક તારો છે તેની સૌથી નજીકનો તારો 'આલ્ફા સેન્ટોરિ' છે
આલ્ફા સેન્ટોરિ ત્રણ તારાની પ્રણાલિ છે તેનું નામ 'એ', 'બી' અને 'સી' છે
શુંતારાઓની દુનિયાની સફરનો વિચાર કરવાનો સમય આવી ગયો છે? આવો વિચાર આવવાનું કારણ એ છે કે આપણો સૂર્ય એક તારો છે. તેને સૌરમંડળ છે. આપણી પૃથ્વી સૌરમંડળનો એક ગ્રહ છે. આપણાં સૌરમંડળથી નજીકમાં નજીકનો તારો 'આલ્ફા સેન્ટોરિ' છે. પરંતુ તે એક તારો નથી પણ ત્રણ તારાઓ છે. આલ્ફા સેન્ટોરિ-એ, આલ્ફા સેન્ટોરિ-બી, અને આલ્ફા સેન્ટોરિ-સી તરીકે ઓળખાય છે. તે નરાશ્વ નક્ષત્ર (સેન્ટોરસ) આવેલ છે. આમાં આલ્ફા સેન્ટોરિ ત્રણ તારાઓનું એક ભંગ એટલે કે પ્રણાલી છે. તે ૪.૪ પ્રકાશવર્ષ દૂર છે. પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ સેકન્ડના ૧,૮૬,૨૮૭ માઈલ છે અને એક વર્ષમાં પ્રકાશ ૫૮,૮૦ અબજ માઈલ થાય. તેને એક પ્રકાશવર્ષ કહે છે. તે હિસાબે આલ્ફા સેન્ટોરિ ૨૭૦૦૦ અબજ માઈલ દૂર થાય.
આલ્ફા સેન્ટોરિ એ અને બી સૂર્ય જેવા તારાઓ છે જ્યારે બાલવામન તારો આલ્ફા સેન્ટોરિ-સી છે તેને પ્રોકિસમાં સેન્ટોરિ પણ કહે છે. કારણ કે તે પૃથ્વીથી નજીક છે. આલ્ફા સેન્ટોરિને નરી આંખે જોતાં તે એક જ તારો દેખાય છે. તેને 'જય' તરીકે પણ ઓળખવામાં આવે છે.
તે આપણાં સૌરમંડળની નજીકમાં નજીકના તારાઓ છે. સૌરમંડળથી ૧૬ પ્રકાશ વર્ષના અંતર સુધીમાં બાવન તારાઓ છે. આલ્ફા સેન્ટોરિ પછી નજીકમાં નજીકનો તારો 'બર્નાડ'નો તારો છે. જે ૫.૯ પ્રકાશ વર્ષ દૂર છે. તે પછી 'વ્યાધ'નો તારો છે. તે ૮.૬ પ્રકાશવર્ષ દૂર છે. બર્નાડના તારાને ગુરુ અને શનિ જેવા ગ્રહો હોવાનો અણસાર છે.
આ બ્રહ્માંડ તો અનેક તારાઓ છે. આ તારાઓ પોતપોતાના તારા વિશ્વ (ગેલેક્સી)માં ગુરુત્વના કારણે રહેલા છે. તારા વિશ્વો જાણે કે તારાઓના ઘર છે. આ વિરાટ બ્રહ્માંડમાં ૧૦૦ અબજ તારા વિશ્વો છે. તે બધામાં મળીને સરવાળે ૧૦૦ અબજ તારાઓ છે. તેમાંનો મધ્યમ કક્ષાના તારો આપણો સૂર્ય છે. આપણો સૂર્ય અને સૌરમંડળ જે આકાશગંગા નામના તારાવિશ્વમાં આવેલો છે તેમાં ૧૦૦ અબજ તારાઓ છે. (એક અંદાજ પ્રમાણે તો ૫૦૦ અબજ તારાઓ છે) ૧૯૯૫ સુધી સૂર્ય સિવાય કોઈ તારાને ગ્રહ હોવાનું જાણવામાં આવ્યું ન હતું. જ્યાં સુધી કોઈ તારાને ગ્રહ કે ગ્રહમંડળ ન હોય ત્યાં સુધી સૌર મંડળને પાર જીવન હોવાનું કલ્પી ન શકાય. કારણ કે જીવન ગ્રહ પર જ શક્ય છે. તારામાં શક્ય નથી. અલબત્ત સૂર્ય જેવી રીતે પૃથ્વી પરના જીવનનું પાલન કરે છે. તેમ કોઈ પિતૃતારો પોતાના ગ્રહ પર જીવનનું પાલન કરી શકે. પરંતુ ૧૯૯૫ સુધી તો આવો પ્રશ્ન ન હતો. અન્ય પિતૃતારાના ગ્રહની ક્યાં વાત કરવી. પરંતુ આપણાં સૌરમંડળમાં પૃથ્વી સિવાય અન્ય કોઈ ગ્રહ પર પ્રાથમિક કક્ષાનું જીવન પણ મળ્યું નથી. માત્ર મંગળના ગ્રહ પર પ્રાથમિક કક્ષાનું જીવન મળવાની આશા છે.
૧૯૯૫ના ઓક્ટોબરમાં સૌરમંડળ કે ગ્રહ હોવાના પ્રથમવાર પૂરાવા મળી આવ્યા. પૃથ્વીથી ૫૦ પ્રકાશવર્ષ દર ૫૧ પેગરસી નામનો તારો આવેલો છે. તેના ફરતે ગુરુના ગ્રહના દળ જેટલા દળનો ધગધગતા વાયુના ગોળાનો ગ્રહ પરિભ્રમણ કરી રહ્યો છે. એમ પણ આગળ વધીને ૧૯૯૯ના નવેમ્બરની સાતમી તારીખે અમેરિકાના ખગોળ વિજ્ઞાાનીઓની ટીમે 'પેગાસસ' એટલે કે ખગાશ્વ નક્ષત્રમાં એચડી ૨૦૯૪૫૮થી ઓળખતો તારો શોધી કાઢ્યો. તેની ફરતે પરિભ્રમણ કરતો ગ્રહ શોધાયો. આમ બાહ્ય ગ્રહોની આગળ વધી અને જોત જોતામાં ૪૦૦થી વધારે બાહ્ય ગ્રહો શોધાય. તે બધામાં શિરમોર કહી શકાય તેવી ૨૦૦૯માં પરિભ્રમણ કક્ષામાં મૂકેલ કેપ્લરયાનની શોધ છે. તેણે ચાર જ મહિનામાં ૧૨૩૫થી વધારે ગ્રહો શોધી કાઢ્યા છે. કેપ્લરયાને જે તારાઓ ફરતે પરિભ્રમણ કરતાં ગ્રહો શોધ્યા છે તે ૬૦૦થી ૩૦૦૦ પ્રકાશવર્ષ દૂર છે. તેમાંથી કોઈના ફરતે પૃથ્વી જેવા ગ્રહ પર જીવન હોય તો પહોંચવું કેવી રીતે? ત્યાં પહોચતાં અનેક જિંદગીઓ વીતી જાય!
પરંતુ અહીં આપણે જે તારાની વાત કરી છે તે 'આલ્ફા સેન્ટોરિ' તો માત્ર ૪.૪ પ્રકાશવર્ષ જ દૂર છે. તે આપણી નજીકમાં નજીકનો પાડોશી તારો છે. અલબત્ત તે ત્રણ તારાઓનું તંત્ર છે. આપણને જે રસ છે તે તારો 'આલ્ફા સેન્ટોરિ-બી' છે. ૨૦૧૨ના ઓક્ટોબરના ત્રીજા અઠવાડિયામાં માલુમ પડયું કે તે તારા ફરતે એક ગ્રહ પરિભ્રમણ કરી રહ્યો છે. આલ્ફા સેન્ટોરિ-બી ત્રણ તારાઓના તંત્રમાં બીજા નંબરનો તેજસ્વી તારો છે. આલ્ફા સેન્ટોરિ 'બી' ફરતે પરિભ્રમણ કરતા ગ્રહની ખૂબી એ છે કે તે ખડકાળ ગ્રહ છે અને આપણા શનિ અને ગુરુના ગ્રહોની જેમ વાયુનો ગોળો નથી. આપણાં સૌર મંડળમાં પણ બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ એ ચાર ખડકાળા ગ્રહો છે. બાકીના ચાર ગુરુ, શનિ, યૂરેનસ અને નેપચ્યુન વાયુરૃપ છે. આમ 'આલ્ફા સેન્ટોરિ-બી'નો ગ્રહ આપણી જેમ ખડકાળ છે. આપણે તેના ગ્રહ વિશે જાણીએ ેતે પહેલા તેના પોતાના વિષે જાણવું જોઈએ.
આલ્ફા સેન્ટોરિ દક્ષિણના તારામંડળ પરાશ્વમાં સૌથી તેજસ્વી તારો છે. નરી આંખે તે એક ખગોળીય પિંડ તરીકે દેખાય છે. પરંતુ અગાઉ જોયું તેમ તે ખરેખર યુગ્મ તારા તંત્ર છે. તેથી આલ્ફા સેન્ટોરિ-એ-બી તરીકે ઓળખાય છે. તે રાત્રિના આકાશમાં તે વ્યાધી અને અગસ્ત્ય પછી ત્રીજાક્રમે તેજસ્વી છે.
આલ્ફા સેન્ટોરિ-એનું દ્રવ્યમાન (વજન) સૂર્યના વજનના ૧૧૦ ટકા અને તેનો તેપંક સૂર્ય કરતાં ૧૫૧૦૯ ટકા છે. જ્યારે આલ્ફા સેન્ટોરિ 'બી' સૂર્યના વજનના ૯૯.૭ ટકા ધરાવે છે. અને તેપંક સૂર્ય કરતાં ૪૪.૫ ટકા છે. તે ફેરફુદરડી કરે છે. તે યુગ્મનાની કક્ષા ૭૯.૯૧ વર્ષ છે. તે દરમ્યાન તેમના સામાન્ય કેન્દ્ર ફરતે ફેરફુદરડી કરે છે.
તેમની વચ્ચેના અંતરો બદલાતા રહે છે. તેમની વચ્ચેના અંતરો આપણા સૂર્ય અને પ્લુટો વચ્ચેના અંતર જેટલા અંતરથી આપણા સૂર્ય અને શનિ વચ્ચેના અંતર જેટલા અંતર સુધી બદલાય છે. આલ્ફા સેન્ટોરિનું આપણાં સૂર્યથી વધારે ચોક્કસ અંતર ૪.૩૭ પ્રકાશવર્ષ છે એટલે કે તેનું અંતર ૪૧૫૦૦ અબજ કિલોમીટર છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર કરતાં તે ૨૭૭૬૦૦ ગણા અંતરે છે.
આ તંત્રના ત્રીજો તારો આલ્ફા સેન્ટોરિ 'સી' અથવા 'પ્રોક્સિમા સેન્ટોરિ' 'આલ્ફા સેન્ટોરિ એબી' સાથે સંભવતઃ ગુરૃત્વથી જોડાયેલ છે. તે આપણા સૂર્યથી થોડો વધારે નજીક છે. તે ૪.૨૧ પ્રકાશ વર્ષ દૂર છે. તેનો અર્થ એ થાય કે તે સૂર્યથી નજીકમાં નજીકનો તારો છે. 'આલ્ફા સેન્ટોરિ એબી' અને પ્રોક્સિમાં વચ્ચેનું અંતર ૧૩૦૦૦ ખગોળીયા એકમ છે. એક ખગોળીયા એકમ એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર 'પ્રોક્સિ સેન્ટોરિ' નરી આંખે દેખાતો નથી.
આપણે જોયું કે આલ્ફા સેન્ટોરિ યુગ્મતારક હોવા છતાં નરી આંખે તો એક જ તારો હોય તેમ દેખાય છે. તે 'વ્યાધ'ના તારા અને 'અગસ્ત્ય'ના તારા કરતાં ઝાંખો છે. રાત્રિના આકાશમાં તેના પછી સૌથી તેજસ્વી તારો સ્વાતિ (આર્કટુરૃસ) છે. સૂર્ય સિવાયના વ્યક્તિ સૌથી તેજસ્વી તારાઓને ધ્યાનમાં લેતાં 'આલ્ફા સેન્ટોરિ એ' ચોથા ક્રમનો તેજસ્વી તારો છે. તે સ્વાતિ (આર્કટુરૃસ) તારા કરતાં સ્હેજ ઝાંખો છે. 'આલ્ફા સેન્ટોરિ બી' ૨૧મી ક્રમે આવે છે.
'આલ્ફા સેન્ટોરિ એ' સૂર્ય કરતાં વજનમાં માત્ર દશ ટકા જ ભારે છે. તે સૂર્ય જેવા સમરૃપ તારક વિભાગ (મેઈન સીકવન્સ)માં તેના જેવા પીળાશ પડતા રંગનો તારો છે. તેની ત્રિજ્યા સૂર્ય કરતાં અંદાજે ૨૩ ટકા મોટી છે. તે પોતાની ધરી ફરતે ભ્રમણ કરે છે. તેનો ભ્રમણ વેગ (ઝડપ) સેકન્ડના ૨.૭ કિલોમીટર છે. તેનો ભ્રમણનો ગાળો અંદાજીત ૨૨ દિવસો થાય છે. આમ તે પોતાની ધરી ફરતે ૨૨ દિવસમાં એક ભ્રમણ પુરું કરે છે. સૂર્ય પોતાની ધરી ફરતે ૨૫ દિવસમાં એક ભ્રમણ પૂરું કરે છે. આમ તે સૂર્ય કરતાં ઝડપી ભ્રમણગતિ ધરાવે છે.
આલ્ફા સેન્ટોરિ દક્ષિણ ગોળાર્ધનો તારો છે. આલ્ફા સેન્ટોરિ યુગ્મ તારક છે તે સૌ પ્રથમ ૧૬૮૯માં જાણવા મળેલ. આ શોધ ખગોળ વિજ્ઞાાની જીસુઈટ પાદરી જીન રિચોડે ભારતમાં પોન્ડીચેરીમાં કરી હતી.
૧૬મી ઓક્ટોબર ૨૦૧૨ના રોજ મુખ્યત્વે જીનીવાની વેઘશાળા અને યુનિવર્સિટી ઓફ પોર્ટોના ખગોળ ભૌતિક વિજ્ઞાાનના કેન્દ્રે આલ્ફા સેન્ટોરિ-બી ફરતે પરિભ્રમણ કરતો પૃથ્વીના વજન જેટલા વજનનો ગ્રહ શોધી કાઢ્યાની જાહેરાત કરી. અલબત્ત, રાતોરાત આ શોધ થઈ ન હતી. ત્રણ ત્રણ વર્ષના અવલોકનો અને તેના મુશ્કેલ પૃથ્થકરણ પછી આ શોધ થઈ હતી. આ ગ્રહ આલ્ફો સેન્ટોરિ બીબી (Bb) તરીકે ઓળખાય છે. તેનું દ્રવ્યમાન (વજન) પૃથ્વીના વજન કરતાં ૧.૧૩ ગણુ છે એટલે કે પૃથ્વી જેટલું જ કહેવાય. પરંતુ તે તેના પિતૃતારાથી એટલા અંતરે નથી કે જેથી ત્યાં જીવન શક્ય હોય. આ અંતરને 'નિવાસ્ય વિસ્તાર' કહે છે. ત્યાં તાપમાન એટલું હોય અને તેની વધઘટ એટલી હોય કે ત્યાં જીવન ટકી શકે અને પાણી પ્રવાહી સ્વરૃપમાં હોય. તે પોતાના પિતૃતારાથી ૦.૦૪ ખગોળીય એક્મ દૂર છે. આપણે જાણીએ છીએ પૃથ્વી કે જ્યાં જીવન વિકસ્યું છે તે તેના પિતૃતારા સૂર્યથી માત્ર એક ખગોળીયા એક્મ દૂર છે. તે પોતાના પિતૃતારા ફરતે ૩.૨૩૬ દિવસમાં પરિભ્રરણ પુરું કરે છે. તેની સરખામણીમાં પૃથ્વી સૂર્ય ફરતે એક પરિભ્રમરણ ૩૬૫.૨૫ દિવસોમાં પૂરું કરે છે.
તે નવા શોધાયેલા ગ્રહની સપાટી પરનું તાપમાન ૧૨૦૦ અંશ સેલ્સિયસ છે. રેતીને પીગળવા માટે તે જરૃરી તાપમાન હોય તેના કરતાં પણ વધારે આ તાપમાન છે. આપણા સૌરમંડળના ગ્રહ શુક્રની સપાટીનું તાપમાન સૌથી વધારે ૪૬૨ અંશ સેલ્સિયસ તેના કરતાં પણ ઘણું વધારે છે. પરંતુ સવાલ એ છે આલ્ફા સેન્ટોરિ તારાઓના તંત્રમાં એક જ ગ્રહ છે? અન્ય કોઈ ગ્રહ છે? ખગોળવિજ્ઞાાનીઓ આ એક ગ્રહની શોધથી ઉત્સાહમાં આવી ગયા છે. અને આ ગ્રહને અનુલક્ષીને તારાઓના જગતની સફર કરવા માટે વિચારણ કરી રહ્યા છે. તારાઓની દુનિયા એટલે કે આંતરતારાકીય અવકાશની સફર કરવાનું શક્ય છે? તારાઓની દુનિયામાં આપણો પ્રથમ પડાવ આલ્ફા સેન્ટોરિ બની શક્શે? આ પ્રશ્નોના ઉત્તર જાણવા રસપ્રદ થઈ શકે.

0 comments:
Post a Comment