દુનિયા અનેક રહસ્યોથી ભરેલી છે. આવા રહસ્યોમાં એક રહસ્ય છે પ્રોતાત્માઓની કામગીરી. કોઈ વ્યક્તિ કે આખા સમૂહનું જે જગ્યાએ મરણ થયું હોય તે જગ્યાએ તે પ્રેતાત્મા રૃપે ફરી દેખાયા કરે એવી અનેક ઘટનાઓ બને છે. મોટેભાગે તે મરણ પામે ત્યારે જે ક્રિયા કરતા હોય તેનું પુનરાવર્તન થતું રહે છે એવું જોવામાં આવે છે.
બ્રિટનના ઈંગ્લીશ લોક સેક્ટરમાં દર વર્ષે જૂન મહિનાની પચ્ચીસમી તારીખે સેંકડો લોકો એકઠા થાય છે. સોથી પણ વધારે સંખ્યાના સૈનિકોની પરેડ જોવા તે ત્યાં એકઠા થાય છે.
કેટલાક તો આ દ્રશ્ય વધારે નજીકથી અને સ્પષ્ટ જોવા એક દિવસ વહેલા એટલે કે ચોવીસમીથી પોતાની જગ્યા લઈ લે છે ! કોઈના મનમાં પ્રશ્ન થાય કે સૈનિકોની આ પરેડનું એવું તે શું મહત્વ છે કે લોકો તે જોવા આટલા ઉત્સુક થઈ જાય છે ? એનું કારણ માન્યામાં ન આવે એવું અદ્ભૂત છે ! લશ્કરી કૂચ કરતા આ સૈનિકો આ લોકના નથી, તે પરલોકથી આવે છે ! દર ૨૫મી જૂને આ સ્થળે એકઠા થનારને એવી આશા રહે છે કે તેમને એ ભૂતિયા સૈનિકોની લશ્કરી કવાયત દેખાશે કેમ કે એ પહેલા અનેકવાર સેંકડો અને હજારો લોકોને એ દેખાઈ ચૂકી છે. એ દિવસે ૧૦૦થી પણ વધુ શહીદો થયેલા સૈનિકોનો સમૂહ આકાશમાંથી આ ગ્રાઉન્ડ પર ઉતરતો દેખાય છે. પછી એ સૈનિકો જમીનથી એક મીટર ઊંચે હવામાં લગભગ એક કલાક સુધી કવાયત કરે છે !
ભૂતકાળમાં બ્રિટનના લોક સેક્ટરમાં ૨૫ જૂનના રોજ સૈનિકો પરેડ કરી રહ્યા હતા ત્યારે દુશ્મન દેશ દ્વારા ઝેરિલા બોંબ વડે તેમને મારી નાંખવામાં હતા. આ દુર્ઘટના બની તેના થોડા સમય બાદ લોકો તેને ભૂલી ગયા. કોઈને એવો ખ્યાલ તો વિચાર પણ ક્યાંથી આવે કે મૃત્યુ પામેલા સૈનિકો તેમના શહીદ દિવસે ત્યાં આવીને પરેડ પણ કરતા હશે ? પ્રેત યોનિમાં વિચરણ કરી રહેલા શહીદ સૈનિકોની આ અજબ-ગજબ પ્રકારની રહસ્યમય પરેડને સર્વપ્રથમ અઢારમી સદીમાં કેટલાક માછીમારોએ જોઈ. જમીનથી એક મીટર અધ્ધર ચાલતા એ ભૂતિયા સૈનિકોને જોઈ તે ડરીને ભાગી ગયા હતા. આ ઘટનાને તેમણે ખાસ પ્રસિધ્ધ આપી નહી. એટલે દુનિયાને તેના વિશે ખ્યાલ આવ્યો નહિ.
એ પછી ૧૮૦૫માં ૨૫ જૂને શુક્રવારના રોજ કેટલાક ખેડૂતો એ પરેડ ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે તેમણે આ પ્રેત સૈનિક કવાયત જોઈ અને તેમના અવાજ અને શોરબકોર સાંભળ્યા. આ દ્રશ્ય જોઈ તે બધા આભા જ બની ગયા. જો કે એ સૈનિકોએ તેમના તરફ ધ્યાન આપ્યું નહીં અને પોતાની પરડે કલાક સુધી ચાલુ જ રાખી. આ ખેડૂતો પેલા માછીમારોની જેમ ડરીને નાસી ગયા નહીં. ત્યાં ઊભા રહીને તેમણે તે ઘટના પૂરેપૂરી નિહાળી. કવાયત લાંબો સમય ચાલી એટલે કેટલાક ખેડૂતો આ વિરલ દ્રશ્ય જોવા આશપાસના બીજા સ્થળો પરથી પણ લોકોને બોલાવી લાવ્યા. કવાયત પૂરી થઈ ગયા બાદ તે ભૂતિયા સૈનિકો આકાશમાં ઉપર તરફ ગતિ કરીને ધીમે ધીમે અદ્રશ્ય થઈ ગયા.
ભૂતિયા સૈનિકોનીપરેડની આ વાત આખા બ્રિટનમાં વાયુવેગે પ્રસરી ગઈ. એ પછી દર વર્ષે આ તારીખે અનેક લોકોએ પ્રેત સૈનિકોની રહસ્યમય પરેડ નિહાળી. ધીમે ધીમે આ વાત આખી દુનિયામાં પ્રસરી ગઈ. લોકો વિદેશથી પણ એ પરેડ જોવા આવવા લાગ્યા. આ પરેડને લગતી એક ખાસ બાબત એ પણ છે કે એ પ્રેત સૈનિકો ગ્રાઉન્ડ પાસે આ ઘટના જોવા ઊભા રહેનારાને કદી હેરાન કરતા નથી તે કોઈને પણ ડર લાગે તેવું વર્તન કરતા નથી. તે એકબીજા સાથે વાતો કરતા અને મોજ-મસ્તી કરતા જરૃર જોવા મળે છે. આને લીધે બાળકો પણ આ ભૂતિયા પરેડને જોવા આવે છે.

0 comments:
Post a Comment