Pages

Subscribe:

Blogger templates

Sunday, 25 November 2012

પેરાપ્લેજીઆ એટલે શું ?

તમારા સગાવહાલામાં મિત્રોમાં કે હોસ્પિટલમાં કોઈની ખબર કાઢવા ગયા હો ત્યારે વ્હીલચેરમાં બેઠેલા, શોકગ્રસ્ત સ્ત્રીઓ અને પુરૂષોને તમે જોયા હશે જેઓ પોતાની જાતે પગ ઉપર ઊભા રહી શકતા નથી. બન્ને પગમાં સામાન્ય ભાષામાં ‘‘લકવો મારી ગયો છે’’ એમ જે પરિસ્થિતિ તમે જુઓ છો તેને ‘‘પેરાપ્લેજીઆ’’ કહેવાય. માનવ શરીરની રોજની દિનચર્યા (ગતિવિધિ) જેમાં વ્યક્તિ પોતાની જાતે હરીફરી શકે કામ કરી શકે, જમી શકે, સ્નાન કરી શકે તેમાં બે પ્રકારના 
જ્ઞાનતંતુની સિસ્ટમ-૧-મોટર ૨. સેન્સરી કામ કરે છે. પેરાપ્લેજીઆ એટલે અર્ઘુ અંગ ખોટું પડી જવું. એક્સીડંટ થાય ત્યારે જો કરોડરજ્જુ (વર્ટીબ્લલ કોલમ)માં રહેલ નર્વના ઝુમખા (મેડુલા)ને ઈજા થાય ખાસ કરીને છાતીના ભાગના (થોરાસીક), કેડના ભાગના (લમ્બર) અથવા છેક નીચેના પૂંઠના ભાગના (સેક્રલ) વર્ટીબ્રા અને તેમાં રહેલા નર્વના ઝુમખાને ઈજા થાય ત્યારે કેડના નીચેના ભાગમાં સંવેદનશીલતા જતી રહે જેની અસર બન્ને પગ પર થાય તો તેને ‘પેરાપ્લેજીઆ’ કહેવાય જો એક પગને અસર તાય તો તેને ‘‘મોનો પ્લેજીઆ’’ કહેવાય. જો બન્ને હાથ અને બન્ને પગ કામ કરતા બંધ થાય તો તેને ‘‘ક્વોડ્રીપ્લેજીઆ’’ કહેવાય. આ સિવાય ‘‘સ્પાસ્ટીક પેરાપ્લેજીઆ’’ નામની તકલીફનું કારણ પગના સ્નાયુ ખેંચાઈને સખત થયા હોય (સ્પાસ્ટીસીટી) તે છે. ૨૦૦૧ની સાલમાં જ્યારે કચ્છમાં ધરતીકંપ થયો ત્યારે મરણના આંક સિવાય આવા મરવાને વાંકે જીવતા ‘પેરાપ્લેજીક’ દર્દીઓ ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકો વિશેષ પ્રમાણમાં હતા. પેરાપ્લેજીઆનું મુખ્ય કારણ કમરના (થોટાસિક-લંબટ-સેક્રલ) હાડકાને એક્સીડંટની ઈજા થઈ હોય (આગળ જણાવ્યા પ્રમાણે) તેટલું જ છે.

પેરાપ્લેજીઆના કોમ્પ્લીકેશન શું ?


મોટર અને સેન્સરી બન્ને પ્રકારના જ્ઞાનતંતુને (એક્સીડંટને કારણે સ્પાઈનલ કોલમમાં ઈજા થવાથી) અસર થઈ હોવાથી આવી વ્યક્તિને ઘણા મેડીકલ કોમ્પ્લીકેશન થઈ શકે જેવા કે,


૧. બેડસોર (ચાઠા) કમરની નીચેના ભાગનું હલન ચલન ન થાય અને એક જ જગાએ બેસવા કે સુવાને કારણે ચામડીને સતત ઘર્ષણ થયા કરે એટલે જે ભાગ ઘસાતો હોય ત્યાંની ચામડી ઉપર ‘‘ચાઠા’’ (બેડસોર) પડે. આ માટે નિયમિત ડ્રેસીંગ કરવું પડે અને કમરનો નીચેનો ભાગ ઘસાય નહીં માટે ‘વોટર બેડ’નો ઉપયોગ કરવો જોઈએ.


૨. થ્રોમ્બોસીસ શરીરનું હલનચલન બિલકુલ ના થાય માટે લોહી જામી જાય (થ્રોમ્બોસીસ)


૩. ન્યુમોનીઆ- આ દર્દીની હલનચલનની ક્રિયા ના હોય માટે તેમના ફેફસામાં ચેપ લાગે જેને કારણે ન્યુમોનીઆ થાય. આ તકલીફ માટે ફીઝીઓથેરેપી અને ‘સ્ટેન્ડીંગ ફ્રેમ’નો ઉપયોગ કરવો જોઈએ જેથી દરદી પગ ઉપર ભાર દીધા વગર ઊભા રહી શકે.


૪. ફેન્ટમપેઈન - મોટે ભાગે એક્સીડંટને લીધે સ્પાઈન (કરોડરજ્જુ)ના હાડકાને ઈજા થઈ હોય અને પેરાપ્લેજીઆ થયો હોય. આવી વ્યક્તિને સ્પાઈનમાં જ્યાં ઈજા થઈ હોય ત્યાંની બીજી કોઈ નર્વ દબાઈ હોય કે ઈજા પામી હોય તો સતત (ક્રોનિક) દુખાવો રહ્યા કરે જેને ‘ફેન્ટમ પેઈન’ કહેવાય.
પેરાપ્લેજીઆની સારવાર શું


૧. ફીઝીઓથેરેપી કરવાથી નિશ્ચેતન બનેલા પગના સ્નાયુને થોડી શક્તિ મળે અને લાંબેગાળે થોડા એક્ટીવ થાય.


૨. મોટાભાગના પેરાપ્લેજીકને વ્હીલચેર પર જ જીવન પસાર કરવું પડે માટે સાદી (પુશ) વ્હીલચેર હોય જે હાથથી પુશ કરવાની હોય કે ઈલેક્ટ્રીકલ વ્હીલચેર હોય - આનો ઉપયોગ કરવાનું દર્દીને શિખવાડવું જોઈએ.

0 comments:

Post a Comment