ગેજેસ્ટની દુનિયા વિસ્તરતી જાય છે. રોજ બજારમાં જુના કરતાં અનેક ગણી વધુ
ક્ષમતાવાળા ગેજેટસ આવે છે. ગેજેટસમાં એકવાર પૈસા રોક્યા પછી નવા ગેજેટસ આવે
છે ત્યારે વપરાશકારને અસંતોષ થાય છે. તે નવું ખરીદવા માગે છે પણ જુનાનું
શું તે પણ એક સમસ્યા છે. આ સંજોગોમાં તેની મૂંઝવણ વધે છે. ઘણીવાર વપરાશકારો
સાથે એવું બને છે કે તેને ટેબલેટની જરૃર હોય છે અને તે લેપટોપ ખરીદી લે
છે. અથવા તો લેપટોપની જરૃર હોય છે અને ઉતાવળમાં સ્માર્ટ ફોન ખરીદી લે છે.
અંતે તેનો વપરાશ બાબતે અસંતોષ રહે છે. મધ્યમવર્ગનો વપરાશકાર નવું ગેજેટસ
ખરીદી શકતો નથી જેનો કાયમી વસવસો તેને રહી જાય છે.
સ્માર્ટ ફોન, ટેબલેટ, આઈપેડ, લેપટોપ, નેટટોપ, ડેસ્કટોપ જેવા અનેક ગેજેટસ બજારોમાં ઉપલબ્ધ હોય છે. તમારે ડેસ્ક પર બેસીને કામ કરવું હોય તો પછી ટેબલેટ કે લેપટોપનો અર્થ નથી. આ સંજોગોમાં ડેસ્કટોપ લેવું હિતાવહ છે. એમ જો મુવેબલ ડેસ્કટોપ જોઈતું હોય અને પ્રવાસમાં સાથે કોમ્પ્યુટર રાખવું હોય તો પછી લેપટોપ કે નેટટોપ હિતાવહ છે. જો ઇ-મેલ કે બ્લોગ ચેક કરવા હોય તો ટેબલેટ જેવું ઉત્તમ કોઈ ગેજેટસ નથી. પરંતુ ઇન્ટરનેટ પર થોડું કામ કરવું હોય કે હાથમાં કોઈ પ્રોજેક્ટ હોય તો લેપટોપ જોઈએ. આમ, ગેજેટસ વસાવતા પહેલાં તમને કયા માટે કેવું ગેજેટસ જોઈએ તે નક્કી કર્યા પછી જ તેને ખરીદો. એકવાર ખરીદેલા ગેજેટસની રી-સેલ વેલ્યુ ખૂબ નજીવી હોય છે. દરેક ગેજેટસ જરૃરિયાત પ્રમાણે વિકસાવેલા હોય છે. માટે ખરીદ્યા પહેલાં ક્યું ગેજેટસ ઉપયોગમાં લેવું છે તે ખાસ ધ્યાનમાં રાખવાની જરૃર છે.

0 comments:
Post a Comment